BLOGS

એસ.ટી.નિગમ તરફથી ભાદરવી પૂનમ મેળામાં યાત્રાળુઓને અંબાજીથી બસ સુવિધા મળી રહે તે માટેના તમામ એસ.ટી.સ્ટેન્ડો/જૂથોની માહીતી અને સંપર્ક નંબર .

એસ.ટી.નિગમ તરફથી ભાદરવી પૂનમ મેળામાં યાત્રાળુઓને અંબાજીથી બસ સુવિધા મળી રહે તે માટેના તમામ એસ.ટી.સ્ટેન્ડો/જૂથોની માહીતી આ રૂટના સ્થળોએ જવા માટે સામે દર્શાવેલ સ્થળેથી બસ મળશે. (૧) પાલનપુર-ડીસા-થરાદ-ધાનેરા-રાધનપુર દિયોદર-સિધ્ધપુર તરફ જવા માટે  (૨) અંબાજીથી ગબ્બર જવા માટે (૩) ગબ્બરથી અંબાજી જવા માટે (૪) ખેરાલુ-વડનગર વિસનગર મહેસાણા ઉંઝા-પાટણ-હારીજ કડી-કલોલ ગોઝારીયા ગાંધીનગર તરફ જવા માટે (૫) ખેડબ્રહ્મા ઈડર-હિંમતનગર શામળાજી મોડાસા-વિજાપુર તરફ જવા માટે નડિયાદ તરફ (૬) અમદાવાદ તરફ જવા માટે (૭) ગોધરા-દાહોદ-લુણાવાડા-સંતરામપુર, ઝાલોદ તરફ જવા માટે (૮) ઉંઝા-મહેસાણા-પાટણ-ચાણસ્મા-ક્લોલ તરફની શિડયુલ બસો હિંમતનગર-ખેરાલું-વિસનગર-અમદાવાદ નડીયાદ-વડોદરા-સુરત-તરફની શિડયુલ બસો (૯) અંબાજીથી દાંતા તરફ જવા માટે  (૧૦) દાંતાથી અંબાજી તરફ જવા માટે   આ સ્થળોએથી એકસ્ટ્રા બસો ઉપડશે 1. અંબાજી ખાતે જુના આર.ટી.ઓ પાસે ગબ્બર ત્રણ રસ્તા આબુરોડ તરફના રસ્તા ઉપરથી એક્સ્ટ્રા બસો મળશે.  ફોન નંબર - ૨૯૧૭૧૧   2. અંબાજી ખાતે જુના આર.ટી.ઓ. પાસે ગબ્બર ત્રણ રસ્તા ઉપરથી એકસ્ટ્રા બસો મળશે.  ફોન નંબર - ૨૯૧૭૭૩   3. ગબ્બરની તળેટીના એસ ટી.બુથ ઉપરથી અંબાજી જવા માટે રાત-દિવસ સુવિધા મળશે,  ફોન નંબર - ૨૯૧૭૪૩   4. જી.એમ.ડી.સી કોર્નર ઉપરથી ફોન નંબર - ૨૯૧૭૦૯   5. અંબાજી માતા મંદિર પાછળના ભાગે આવેલ જી.એમ.ડી.સી.ના મેદાન ઉપરથી એક્સ્ટ્રા બસો મળશે  ફોન નંબર - ૨૯૧૭૧૦   6. કૈલાસ ટેકરી ઉપરથી ઉપડશે. ફોન નંબર - ૨૯૧૭૧૧    7. હોટલ આસોપાલવની બાજુમાં  ફોન નંબર -.૨૯૧૭૮૧    8. રાવણ ટેકરી સ્ટેન્ડ ઉપરથી (વાયા ત્રિશુળીયા ઘાટા ઉપરથી) ફોન નંબર - ૨૯૧૭૮૨

ઉમાછત્ર કવચ યોજના : પરિવારની કમાનાર વ્યક્તિના મૃત્યુ પછી આર્થિક સમસ્યા ન થાય તે માટે નિર્ણય 2 હજાર પાટીદાર પરિવારોને રૂ. 200 કરોડના ઉમાછત્ર કવચ યોજના હેઠળ આવરી લેવાયા.

ઉમાછત્ર કવચ યોજના : પરિવારની કમાનાર વ્યક્તિના મૃત્યુ પછી આર્થિક સમસ્યા ન થાય તે માટે નિર્ણય 2 હજાર પાટીદાર પરિવારોને રૂ. 200 કરોડના ઉમાછત્ર કવચ યોજના હેઠળ આવરી લેવાયા.   આગામી વર્ષોમાં વધુ 10 હજાર પરિવારને આ યોજના હેઠળ સુરક્ષિત કરાશે.   આકસ્મિક કે કુદરતી સંજોગોમાં 10 લાખનું કવચ   આ યોજનાના કન્વીનર જયંતી લાકડાવાલાના જણાવ્યા મુજબ, ઉમાછત્ર યોજના હેઠળ સભ્યોનું 55 વર્ષ કે તેથી ઓછી ઉંમરે આકસ્મિક, કુદરતી કે ગંભીર બીમારીના કારણે અવસાન થાય તો સંસ્થાના સભ્ય જાતે પરિવારને બેસણાંના દિવસે 10 લાખનું આર્થિક કવચ આપશે.     એકસાથે 31 હજારનું દાન કરી સુરક્ષિત થવાશે   ઉમાછત્ર યોજનામાં કોઈ વ્યક્તિ 2200ના પ્રીમિયમની જગ્યાએ 31 હજાર સુધીનું દાન એક સાથે આપી શકે છે. આ યોજનામાં કોઈ પણ પાટીદાર પરિવાર માત્ર રૂ.4 હજારનું રજિસ્ટ્રેશન કરી અને 55 વર્ષ સુધી 1200થી 2200નું સહભાગી દાન કરી યોજનાનો લાભ લઈ શકે છે.   જાસપુર ખાતે આવેલા વિશ્વ ઉમિયા ધામમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા સમસ્ત પાટીદાર સમાજના 2 હજાર પરિવારને રૂ. 200 કરોડના ઉમાછત્ર કવચ યોજના હેઠળ સુરક્ષિત કરાયા છે.   વિશ્વ ઉમિયાધામ સંસ્થાના પ્રમુખ આર.પી પટેલ સહિતના ટ્રસ્ટીઓ દ્વારા રૂ.200 કરોડની ઉમાછત્ર યોજના તૈયાર કરાઈ છે. આ યોજનાનો ઉદેશ્ય સમાજના કોઈ પરિવારનો મોભી અથવા કમાનારી વ્યક્તિના અવસાન બાદ તેના પરિવાર પર આર્થિક સમસ્યા ન આવે તે માટે આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. આ ઉમાછત્ર યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 2 હજાર પાટીદાર પરિવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જાસપુર ખાતે નવનિર્મિત વિશ્વ ઉમિયાધામ જ્યારે સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે ત્યાં સુધીમાં વધુ 10 હજાર પાટીદાર પરિવારોને આ યોજના હેઠળ સમાવવાનો લક્ષ્યાંક સંસ્થા દ્વારા નક્કી ક૨વામાં આવ્યો છે. કોઈ પણ પાટીદાર પરિવાર એકસાથે રૂ.31 હજારનું દાન કરી આ યોજનાનો લાભ લઈ શકે છે.  

રાજ્યના NFSA રેશનકાર્ડ ધારકોને સપ્ટેમ્બર-૨૦૨૨ મહિનાના રાહતદરના નિયમિત વિતરણ તથા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના" ના વિનામૂલ્યે વિતરણ સબંધિત અગત્યની જાણકારી

રાજ્યના NFSA રેશનકાર્ડ ધારકોને સપ્ટેમ્બર-૨૦૨૨ મહિનાના રાહતદરના નિયમિત વિતરણ તથા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના" ના વિનામૂલ્યે વિતરણ સબંધિત અગત્યની જાણકારી જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ સપ્ટેમ્બર મહિનાનું નિયમિત વિતરણ તા.૦૧.૦૯.૨૦૨૨ થી શરૂ કરવામાં આવશે. NFSA હેઠળ સમાવિષ્ટ તમામ લાભાર્થીઓને મળવાપાત્ર જથ્થાની વિગત નીચે મુજબ છે. “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” રાજ્યના NFSA હેઠળ સમાવિષ્ટ તમામ ૩.૪૫ કરોડ લાભાર્થીઓને વ્યક્તિદીઠ ૧ કિ,ગ્રા. ઘઉં અને ૪ કિ.ગ્રા. ચોખા મળી કુલ ૫ કિ.ગ્રા. અનાજનું વિનામૂલ્યે વિતરણ તા.૧૧ સપ્ટેમ્બરથી કરવામાં આવશે. "વન નેશન, વન રેશનકાર્ડ યોજના" ગુજરાતના કોઈપણ ગામ કે શહેરમાંથી રેશનકાર્ડ કઢાવ્યું હોય, પરંતુ ધંધા-રોજગારને લીધે અન્ય ગામ કે શહેરમાં વસવાટ કરતા લાભાર્થી સમગ્ર રાજ્યમાં કોઈપણ ગામ કે શહેરમાં આવેલ વાજબી ભાવની દુકાનેથી પોતાના હાથના અંગૂઠા/આંગળીનો ઉપયોગ કરી, પોતાની ઓળખ આપી, અન્ન પુરવઠો મેળવી શકશે.   “અન્નબ્રહ્મ યોજના" રેશનકાર્ડ ન ધરાવતા, ઘરવિહોણા વ્યક્તિ/કુટુંબ, અત્યંત ગરીબ/અશક્ત, નિરાધાર વ્યક્તિ, પરપ્રાંતિય શ્રમિકો, હોસ્પિટલના બિછાને પડેલ જરૂરિયાતમંદ દર્દી અને અનાથ બાળકોને અન્ન સુરક્ષા પૂરી પાડવાનાં હેતુસર વ્યક્તિદીઠ ૧૦ કિલો ઘઉં તથા ૫ કિલો ચોખા રાજય સરકારની “અન્નબ્રહ્મ યોજના" હેઠળ વિનામૂલ્યે મળવાપાત્ર છે.   લાભાર્થી પોતાની ફરિયાદ હેલ્પલાઈન નં.૧૮૦૦-૨૩૩-૫૫૦૦, ૧૪૪૪૫ તેમજ “My Ration" મોબાઈલ એપ્લિકેશન દ્વારા નોંધાવી શકશે.