NEWS ARTICLE

RBI આપી રહ્યું છે સસ્તું સોનું ખરીદવાની તક

હાલના દિવસોમાં સોનાનું બજાર ઘણું ગરમ છે અને સોનાની કિંમતો ઝડપથી વધારો થઈ રહ્યો છે. હાલ સોનું 54 હજારને પાર થઈ ગયું છે. પણ આવી સ્થિતિમાં સરકાર માર્કેટ રેટ કરતા ઓછા ભાવે સોનું ખરીદવાની તક આપી રહી છે.રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા સરકારી ગોલ્ડ બોન્ડ સ્કીમ ફરી શરૂ કરવામાં આવી છે.  આરબીઆઈ આ સરકારી ગોલ્ડ બોન્ડ યોજના બે તબક્કામાં જારી કરશે  પ્રથમ તબક્કા હેઠળ 19 થી 23 ડિસેમ્બર સુધી ખુલ્લી રહેશે. બીજા તબક્કામાં રોકાણકારોને 6 થી 10 માર્ચ સુધી તક મળશે.    આ સ્કીમ હેઠળ માર્કેટ રેટ કરતા ઓછા ભાવે સોનું ખરીદીને રોકાણ કરી શકો છો. ભારતીય રિઝર્વ બેંક (RBI) સરકાર વતી સોવરિન ગોલ્ડ બોન્ડ જારી કરે છે.     ગોલ્ડ બોન્ડની ઇશ્યૂ કિંમત  રિઝર્વ બેંકે ગોલ્ડ બોન્ડની ઈશ્યુ પ્રાઇસ 5,409 રૂપિયા પ્રતિ ગ્રામ રાખી છે પણ તેને 5,359 રૂપિયા પ્રતિ ગ્રામના દરે પણ ખરીદી શકાય છે. આ કિંમતમાં સોનું ખરીદવા માટે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરનારા રોકાણકારોને રિઝર્વ બેંક દ્વારા પ્રતિ ગ્રામ 50 રૂપિયાની છૂટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ માટે રોકાણકારોએ પેમેન્ટ પણ ઓનલાઈન કરવાનું રહેશે. આ સિવાય સોવરિન ગોલ્ડ બોન્ડ ખરીદવા માટે રોકડ, ડિમાન્ડ ડ્રાફ્ટ અથવા નેટ બેન્કિંગ દ્વારા ચુકવણી કરી શકાય છે.    ગોલ્ડ બોન્ડનું વેચાણ સ્મોલ ફાઈનાન્સ બેંકો, પેમેન્ટ બેંકો અને પ્રાદેશિક ગ્રામીણ બેંકોને છોડીને સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ, ક્લિયરિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ, પસંદગીની પોસ્ટ ઓફિસો  બીએસઈ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ દ્વારા કરવામાં આવશે.     ઓનલાઇન ખરીદવા માટે લિંક      https://www.stockholding.com/sovereign-gold-bonds.php   કોણ રોકાણ કરી શકે છે? નાણા મંત્રાલયે કહ્યું કે ગોલ્ડ બોન્ડમાં રોકાણ માટેની અરજીઓ 19 થી 23 ડિસેમ્બર સુધી સ્વીકારવામાં આવશે અને 27 ડિસેમ્બરે અરજદારોને બોન્ડની વહેચણી કરવામાં આવશે. ગોલ્ડ બોન્ડની ઇશ્યૂ કિંમત 999 શુદ્ધતાના સોના પર આધારિત છે. સરકારે સોનામાં રોકાણ કરવા માટે ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ હેઠળ સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ શરૂ કરી છે.   મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું હતું કે ગોલ્ડ બોન્ડનો કાર્યકાળ આઠ વર્ષનો છે. પાંચ વર્ષ પછી તેમાં વ્યાજ ચુકવવાની તારીખનો સમય પહેલા જ રિડમ્પશનની સુવિધા છે. રોકાણકારોને તેમાં છ મહિનાના આધાર પર 2.50 ટકા વાર્ષિક વ્યાજ મળે છે.   કેટલું સોનું ખરીદી શકાય ? હિંદુ અવિભાજિત પરિવાર (HUF) માટે 4 કિગ્રા અને સંસ્થાઓ માટે 20 કિગ્રા પ્રતિ નાણાકીય વર્ષની મર્યાદા છે. 

Post Office દ્વારા કમાણીની તક.

Post Office દ્વારા કમાણીની તક, ફ્રેન્ચાઇઝી લઈને તમે પણ આપી શકો છો પોસ્ટ ઓફિસની સેવાઓ.   પોસ્ટ ઓફિસ દેશની સૌથી વિશ્વાસપાત્ર સંસ્થાઓમાંથી એક છે. દેશના કરોડો લોકો બચત કરવા માટે પોસ્ટ ઓફિસ પર વિશ્વાસ રાખે છે. પોસ્ટ ઓફિસનું નેટવર્ક દેશભરમાં ફેલાયેલો છે, પરંતુ હજુ ઘણા એવા વિસ્તાર નથી, જ્યાં કનેક્ટિવિટી એટલી સારી નથી. પોતાના નેટર્કમાં વિસ્તાર માટે ઈન્ડિયન પોસ્ટે થોડા સમય પહેલા ફ્રેન્ચાઇઝી સર્વિસ લોન્ચ કરી છે.   તમે સરળતાથી પોસ્ટ ઓફિસની ફ્રેન્ચાઇઝી લઈ શકો છો. તેના દ્વારા તમે પણ તમારા વિસ્તારમાં પોસ્ટ ઓફિસવાળી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકો છો. આવો જાણીએ આ યોજના વિશે.....   પોસ્ટ ઓફિસમાં ફ્રેન્ચાઇઝી સ્કીમ પોસ્ટ ઓફિસની વેબસાઇટ અનુસાર બે પ્રકારની પોસ્ટ ઓફિસ ફ્રેન્ચાઇઝી હોય છે. પહેલા આઉટલેટ ફ્રેન્ચાઇઝી અને ફ્રેન્ચાઇઝી પોસ્ટલ એજન્ટ્સ. તમારી સુવિધા અનુસાર કોઈપણ ફ્રેન્ચાઇઝી પ્લાન પસંદ કરી શકો છો.    કોણ કરી શકે છે અરજી? 18 વર્ષની ઉપર કોઈપણ વ્યક્તિ ફ્રેન્ચાઇઝી માટે અરજી કરી શકે છે. અરજી કરનાર વ્યક્તિનો કોઈપણ પરિવારજન પોસ્ટ ડિપાર્ટમેન્ટમાં કર્મચારી ન હોવો જોઈએ. તો કોઈ સરકારી માન્યતા પ્રાપ્ત સ્કૂલમાંથી 8 ધોરણ પાસ હોવા જોઈએ.    પોસ્ટ ઓફિસ ફ્રેન્ચાઇઝીનો ખર્ચ આઉટલેટ ફ્રેન્ચાઇઝી, પોસ્ટલ એજન્ટ્સની તુલનામાં ખુબ સસ્તું હોય છે, કારણ કે તેમાં માત્ર સર્વિસના કાર્ય હોય છે. સ્ટેશનરી પર ખર્ચ થવાને કારણે પોસ્ટલ એજન્ટ્સ થોડા મોંઘા હોય છે. પોસ્ટ ઓફિસ ફ્રેન્ચાઇઝી માટે ઓછામાં ઓછા 200 સ્ક્વેર ફૂટની ઓફિસની જગ્યા હોવી જોઈએ. આ સિવાય 500 રૂપિયા સિક્યોરિટી અમાઉન્ટ હોવું જોઈએ. તેમાં જમા કર્યા બાદ તમને ફ્રેન્ચાઇઝી ખોલવાની મંજૂરી મળી જશે.    પોસ્ટ ઓફિસ ફ્રેન્ચાઇઝી ખોલી કરો કમાણી ફ્રેન્ચાઇઝી ખોલ્યા બાદ તમે પોસ્ટ ટિકિટ, સ્પીડ પોસ્ટ, મની ઓર્ડર વગેરે પ્રકારની સર્વિસ આપીને કમાણી કરી શકો છો. એક ડાક પોસ્ટના બુકિંગ પર તમને 3 રૂપિયા, સ્પીડ પોસ્ટ પર 5 રૂપિયા, પોસ્ટેજ સ્ટેમ્પ અને સ્ટેશનરીના વેચાણ પર તમને 5 ટકા કમીશન મળે છે.     

આપના ઉમેદવારને જાણો - જાગૃત મતદાર સશકત લોકશાહી

ગુજરાત વિધાનસભા ચુંટણી ૨૦૨૨ દેશના એક જાગૃત નાગરિક તરીકે મતદાન કરવું એ આપની એક નૈતિક ફરજ છે. આપનો વોટ ઉમેદવારને રાજ્યની વિધાનસભામાં પ્રવેશ આપશે અને ૫ વર્ષ સુધી રાજ્યનો કારભાર ઉઠાવાની જવાબદારી આપે છે. આથી આપડે એક જાગૃત અને સક્રિય નાગરિક તરીકે આપડે આપણા માટે વિસ્તારના સ્થાનિક ઉમેદવાર વિષે સંપૂર્ણ માહિતી હોવી જરૂરી છે. આ સંદર્ભે રાષ્ટ્રીય ચુંટણી આયોગ પારદર્શક અને સુલેહ ભર્યા વાતાવરણમાં ચુંટણી થાય એ હેતુ થી જાગૃત મતદારો માટે એક ઉત્તમ સેવા પૂરી પાડે છે, જેના દ્વારા આપણે આપણા મોબાઈલ ફોનથી જ ઉમેદવારની જંગમ અને સ્થાવર સંપતિ, તેના પર દાખલ થયેલ ગુના , શૈક્ષણિક લાયકાત, તેના દ્વારા લેવાયેલ બેન્ક લોન તથા અન્ય માહિતી સરળતાથી પ્રાપ્ત કરી શકીએ છીએ. સરળ પદ્ધતિ લિંક પર ક્લિક કરો  https://affidavit.eci.gov.in/ ત્યાર બાદ AC general સિલેક્ટ કરો . રાજ્ય અને આપની વિધાનસભા સીટ પસંદ કરો ઉમેદવારી નોધવેલ બધાજ ઉમેદવારની સંપૂર્ણ માહિતી આંગળીના ટેરવે પ્રાપ્ત કરો.  

15 રાજ્યમાં 15 લાખથી વધુ ગાયો લમ્પીની ઝપેટમાં, 75 હજારનાં મોત, વધુ દૂધ આપતી ભારતીય નસલની ગાયોને જ વધારે અસર, મહામારી જાહેર કરવી જોઈએ ?

15 રાજ્યમાં 15 લાખથી વધુ ગાયો લમ્પીની ઝપેટમાં, 75 હજારનાં મોત નવા સંક્રમણનું જોખમ ગાયોમાં લમ્પી વાઇરસ ફેલાઇ રહ્યો છે, વરસાદ અટકશે તો સ્થિતિ સુધરશે ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને યુપીના જિલ્લાઓમાં ભયાવહ સ્થિતિ  વધુ દૂધ આપતી ભારતીય નસલની ગાયોને જ વધારે અસર આશ્ચર્યની વાત એ છે કે ગાયની ભારતીય નસો લમ્પીની ઝપટમાં વધુ આવી રહી છે. રાજસ્થાન વેટરનરી યુનિ.ના પૂર્વ વીસી ડૉ. એ. કે. ગેહલોતના જણાવ્યાનુસાર ગૌચર અને ગૌશાળામાં ભારતીય નસલની જ ગાયો છે. ત્યાં ઘણી બધી ગાયો સાથે રહેતી હોવાથી એકને વાઇરસનો ચેપ લાગે એટલે બીજી ગાયોને પણ જોખમ રહે છે. ચિંતાની વાત એ છે કે સારી સંભાળ છતાં રાઠી, થારપારકર, કાંકરેજ, ગીર અને સાહિવાલ નસલો મોટી સંખ્યામાં સંક્રમિત થઇ રહી છે. આ પાંચ નસલની ગાયો વધારે દૂધ આપે છે. બીમારી શું છે? લમ્પી વાઇરસ ત્વચાના એક રોગને કારણે બને છે અને પશુધનને અસર કરે છે. તે કેટલાક મચ્છર-માખી અને જીવાતો દ્વારા ફેલાય છે. તેમાં પશુઓના શરીર પર ગાંઠો થઇ જાય છે.   દૂધનો સપ્લાય ઘટતા મંડળીઓએ ભાવ વધાર્યા લમ્પી સંક્રમિત થતાં જ ગાયનું દૂધ ઘટી જાય છે કે સંપૂર્ણ બંધ થઇ જાય છે. રાજસ્થાનમાં સૌથી વધુ અસરગ્રસ્ત 5 જિલ્લામાં દૂધ ઉત્પાદન 30% ઘટી ગયું છે. ગુજરાતમાં 10% ઘટ્યું છે. પંજાબમાં સપ્લાય 7થી 8% ઘટ્યો છે. વરસાદની વિદાય બાદ દૂધની અછત વર્તાઇ શકે છે, કેમ કે હાલ લીલો ચારો ખાવાથી દૂધાળા પશુ વધારે દૂધ આપે છે. સપ્લાય ઘટતાં અમુક ડેરી સંઘે દૂધના ભાવ લીટરે 2-4 રૂપિયા વધારી દીધા છે. તહેવારો સુધી બધું સામાન્ય થવાની આશા લમ્પીથી પીડિત થતાં ગાયનું દૂધ ઘટી જાય છે. આપણે ત્યાં સપ્લાયમાં અડધો ટકા જ ફેર પડ્યો છે. ફેસ્ટિવલ સિઝન સુધીમાં બધું સામાન્ય થઈ જવાની આશા છે. આપણે માગ હશે તે મુજબ સપ્લાયની યોજના બનાવી લઈશું. » આર.એસ. સોઢી, એમડી, અમૂલ   મહામારી જાહેર કરવી જોઈએ લમ્પીનો કેર કોરોના જેવો જ ભયાવહ છે. તફાવત ફક્ત એટલો છે કે કોરોનાથી માણસો અસરગ્રસ્ત થયા અને લમ્પીથી પશુ કે જે પોતાની પીડા પણ વર્ણવી શકતા નથી. આ બીમારી 2019થી ચાલી રહી છે પણ બે વર્ષ સુધી તેના ઓછા કેસ સામે આવ્યા હતા. આ વર્ષ મે-જૂનમાં તેનું સંક્રમણ કોરોનાની લહેરની જેમ ફેલાઈ ગયું. કેન્દ્ર સરકારે તાત્કાલિક પગલાં ભરવા જોઈએ અને તેને મહામારી જાહેર કરી નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને બચાવનું સુકાન સોંપવું જોઇએ. જે ખેડૂતોના પશુ મૃત્યુ પામ્યા છે તેમને વળતર પણ ચૂકવવું જોઈએ. ઉદ્યોગપતિઓને પેકેજ મળી શકે તો લમ્પીથી અસરગ્રસ્ત ખેડૂતોને કેમ નહીં? લમ્પી વાઇરસ દેશનાં 15 રાજ્યના 175 જિલ્લામાં ફેલાઇ ચૂક્યો છે. સત્તાવાર આંકડા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 15 લાખથી વધુ ગાયો સંક્રમિત થઇ ચૂકી છે અને 75 હજારનાં મોત થઇ ચૂક્યાં છે. જોકે, વાસ્તવિક આંકડો આનાથી અનેકગણો વધુ હોવાની આશંકા છે. તમામ અસરગ્રસ્ત રાજ્યોએ તેમના સ્તરે બચાવ કામગીરી હાથ ધરી હોવા છતાં એક રાજ્યથી બીજા રાજ્યમાં સંક્રમણ ફેલાવાનો સિલસિલો જારી છે. પશુધનની દૃષ્ટિએ મોટા રાજ્યોમાં સામેલ રાજસ્થાનના 33માંથી 31, ગુજરાતના 33માંથી 26, પંજાબના તમામ 23, હરિયાણાના તમામ 22 અને યુપીના 75માંથી 21 જિલ્લામાં લમ્પીનું સંક્રમણ ફેલાઇ ચૂક્યું છે. ગાયોના પાલન પર નિર્ભર પરિવારો સામે આજીવિકાનું સંકટ ઊભું થયું છે. બીજી તરફ દૂધની પણ અછત સર્જાવા લાગી છે. જ્યાં લમ્પીનો કેર વધુ છે તે રાજ્યોની સરકારો વરસાદ થંભે તેની રાહ જુએ છે. વાઇરસ વધુ સક્રિય હોવાનું કારણ વરસાદ મનાય છે. વરસાદ થંભે તો વાઇરસ ફેલાવતા માખી-મચ્છર ઘટશે અને લમ્પી પર લગામ લાગી જશે. બીજી તરફ ગાયોને વેક્સિન આપવાનું કામ ઝડપથી થઇ રહ્યું છે. હાલ ગોટ પોક્સ વેક્સિન અપાઇ રહી છે. નેશનલ એક્વાઇન રિસર્ચ સેન્ટર અને ઇન્ડિયન વેટરનરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે સ્વદેશી વેક્સિન તૈયા૨ કરી લીધી છે.