રાજ્યના NFSA રેશનકાર્ડ ધારકોને સપ્ટેમ્બર-૨૦૨૨ મહિનાના રાહતદરના નિયમિત વિતરણ તથા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના" ના વિનામૂલ્યે વિતરણ સબંધિત અગત્યની જાણકારી

રાજ્યના NFSA રેશનકાર્ડ ધારકોને સપ્ટેમ્બર-૨૦૨૨ મહિનાના રાહતદરના નિયમિત વિતરણ તથા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના" ના વિનામૂલ્યે વિતરણ સબંધિત અગત્યની જાણકારી

જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ સપ્ટેમ્બર મહિનાનું નિયમિત વિતરણ તા.૦૧.૦૯.૨૦૨૨ થી શરૂ કરવામાં આવશે.

  • NFSA હેઠળ સમાવિષ્ટ તમામ લાભાર્થીઓને મળવાપાત્ર જથ્થાની વિગત નીચે મુજબ છે.

  • “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના”

રાજ્યના NFSA હેઠળ સમાવિષ્ટ તમામ ૩.૪૫ કરોડ લાભાર્થીઓને વ્યક્તિદીઠ ૧ કિ,ગ્રા. ઘઉં અને ૪ કિ.ગ્રા. ચોખા મળી કુલ ૫ કિ.ગ્રા. અનાજનું વિનામૂલ્યે વિતરણ તા.૧૧ સપ્ટેમ્બરથી કરવામાં આવશે.

  • "વન નેશન, વન રેશનકાર્ડ યોજના"

ગુજરાતના કોઈપણ ગામ કે શહેરમાંથી રેશનકાર્ડ કઢાવ્યું હોય, પરંતુ ધંધા-રોજગારને લીધે અન્ય ગામ કે શહેરમાં વસવાટ કરતા લાભાર્થી સમગ્ર રાજ્યમાં કોઈપણ ગામ કે શહેરમાં આવેલ વાજબી ભાવની દુકાનેથી પોતાના હાથના અંગૂઠા/આંગળીનો ઉપયોગ કરી, પોતાની ઓળખ આપી, અન્ન પુરવઠો મેળવી શકશે.

 

  • “અન્નબ્રહ્મ યોજના"

રેશનકાર્ડ ન ધરાવતા, ઘરવિહોણા વ્યક્તિ/કુટુંબ, અત્યંત ગરીબ/અશક્ત, નિરાધાર વ્યક્તિ, પરપ્રાંતિય શ્રમિકો, હોસ્પિટલના બિછાને પડેલ જરૂરિયાતમંદ દર્દી અને અનાથ બાળકોને અન્ન સુરક્ષા પૂરી પાડવાનાં હેતુસર વ્યક્તિદીઠ ૧૦ કિલો ઘઉં તથા ૫ કિલો ચોખા રાજય સરકારની “અન્નબ્રહ્મ યોજના" હેઠળ વિનામૂલ્યે મળવાપાત્ર છે.

 

લાભાર્થી પોતાની ફરિયાદ હેલ્પલાઈન નં.૧૮૦૦-૨૩૩-૫૫૦૦, ૧૪૪૪૫ તેમજ “My Ration" મોબાઈલ એપ્લિકેશન દ્વારા નોંધાવી શકશે.

Tags: yojana

2 Comments

Leave a Comment