વતન પ્રેમ યોજના - ગુજરાત સરકાર

વતન પ્રેમ યોજના વિશે

વતન કરે છે યાદ...તમને

વતન પાડે છે સાદ,

સરકાર તમારી સાથે છે ને,

જોઈએ છે તમારો સાથ..

 

 • ગુજરાતીઓ સમગ્ર દેશ અને દુનિયામાં વસે છે, ત્યારે વતનના સંભારણા અને વતન પ્રત્યેનો પ્રેમ તેમના હૃદયમાં સદાય જીવંત હોય છે. આવા વતન પ્રેમી ગુજરાતીઓ પોતાના વતનમાં મોટા પ્રમાણમાં દાન આપે છે. 
 •  વતન પ્રેમીઓને જન્મભુમિ માતૃભુમિનું ઋણ ચુકવવાની ઉત્તમ તક આપવા જનહિત વિકાસ કાર્યોમાં જન ભાગીદારીનું સૌથી મોટુ અભિયાન એટલે “વતન પ્રેમ યોજના.

 

 • યોજનાના ઉદ્દેશ

 1. ગુજરાતનાં ગામડાઓના સર્વાંગી વિકાસના કાર્યો અને ઉત્તમ જનસુવિધા પૂરી પડવી.
 2. વતનપ્રેમીને વતનસેવા સુધી લઈ જવો.
 3. વતનપ્રેમીઓના જન્મભૂમિના, માતૃભૂમિનું ઋણ ચૂકવવાની ઉત્તમ તક આપવી.
 4. આત્મનિર્ભર બનવું.
 5. સરકાર-દાતાઓ-ગામનાં લોકો વચ્ચે જનકલ્યાણ-વિકાસનો ત્રિવેણી સંગમ.

 

 

 • કોણ આ યોજનામાં ભાગીદાર બની શકે છે?

 

 • જિલ્લા,રાજ્ય કે દેશ બહાર વસતા કોઇ પણ દાતા અથવા ગામના વ્યક્તિના દાન દ્વારા યોજના નું અમલીકરણ 

 

 • યોજના હેઠળ લઇ શકાય તેવા કામોની સૂચિ:--

 1. શાળાના ઓરડા અથવા સ્માર્ટ ક્લારા
 2. કોમ્યુનિટી હોલ
 3. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,આરોગ્ય કેન્દ્રનું મકાન 
 4. આંગણવાડી- મધ્યાહન ભોજનનું રસોડુ- સ્ટોરરૂમ,
 5.  પુસ્તકાલય
 6. રમત ગમત માટે વ્યાયામ શાળાનું મકાન અને રાાધનો.
 7. સી.સી.ટી.વી. કેમેરા સર્વેલન્સ સિસ્ટમ
 8. સ્મશાનગૃહ
 9. વોટર રીસાયકલીંગની વ્યવસ્થા તથા ગટર/STP ઈત્યાદી
 10. તળાવ બ્યુટીફીકેશન 
 11. એસ.ટી.સ્ટેન્ડ
 12. સોલર એનર્જી સ્ટ્રીટલાઇટ અને પાણીના ટ્યુબવેલ-કુવાની-પાણીની ટાંકીની મોટર

 

 

 • કેવી રીતે અને કેટલું મળે છે સરકારી અનુદાન ?

 

 • ઉપરોકત કામો ના નિયત ખર્ચ પૈકી દાતા/દાતાઓ પોતાના ગામમાં ૬૦ ટકા કે તેથી વધુ રકમનું દાન આપીને કામ કરાવી શકશે દાતાના રકમની સામે ખૂટતી ૪૦ ટકા રકમનું રાજ્ય સરકાર અનુદાન કરશે.

 

 • યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા આપવાની થતી અનુદાનની રકમ એટલે કે બાકીની ખૂટતી ૪૦% કે તેથી ઓછી રકમ જે તે કામને સંલગ્ન વિભાગની બજેટ જોગવાઈમાંથી કરાશે.

 

VATAN PREM YOJANA REGISTRATION

Comments

Leave a Comment