મારો મત તો રાષ્ટ્રહિતમાં અને તમારો ?

  • ગુજરાત વિધાનસભા ચુંટણી ૨૦૨૨ ના પ્રથમ તબક્કાના મતદાન ના આંકડા જાહેર થયા 

 

  • ગુજરાતમાં૨૦૦૭ની ચૂંટણીમાં ૬૦ ટકા, ૨૦૧૨માં ૭૨ ટકા અને ૨૦૧૭માં ૬૯ ટકા મતદાન થયું હતું. 

 

  • સામાન્ય રીતે જોતાં આગાઉ ની ચુંટણી કરતા મતદાન ઘટયું છે.સુવિધાઓ અને જાગૃતતા વધી હોવા છતાં પણ મતદાનમાં આ ઘટાડો સમાજની શિક્ષિત,સભ્ય અને સજ્જન શક્તિની નિષ્ક્રિયતા દર્શાવે છે.

 

  • સમાજને અને રાષ્ટ્રને દુર્જનો કરતા સજ્જન શક્તિની નિષ્ક્રિયતા એ વધુ નુકસાન પોહચાડ્યું છે.

 

  • મહાભારતના પ્રસંગ સૌને જ્ઞાત છે. કૌરવોની સભામાં દ્રૌપદીના વસ્ત્રાહરણ સમયે ભીષ્મપિતામહ,ગુરુ દ્રોણ, ધૃતરાષ્ટ્ર, માતા ગાંધારી જેવા વિદ્વવાન અને વિવેકી વ્યક્તિઓ પોતાની વ્યક્તિગત મર્યાદા અને મોહને વશ થઈ એ અધર્મને ન રોકયું જેનું પરિણામ કુરુક્ષેત્રના મેદાનમાં આવ્યું.

 

  • આપણી સમક્ષ પણ મતદાન કરી પોતાના વિવેક,સમજદારી અને દૂરદર્શિતા દર્શાવાની તક છે.યોગ્ય લોપ્રતિનિધીને મત આપી આપણી ફરજ નિભાવીએ.

 

  • આપણા વ્યક્તિગત મતભેદ અને દ્વેષ ને કિનારે કરી સંપૂર્ણ ભારતવર્ષના ઉત્કર્ષ અને ભારત માતાના ચરણોમાં પોતાનું ઋણ ચૂકવવાના ભાવ સાથે રાષ્ટ્રહિતમાં મતદાન કરીએ.આવો ૧૦૦ ટકા મતદાન કરીએ અને કરાવીએ.

 

  • સ્વસ્થ લોકશાહી અને લોકપ્રિય સરકાર તથા પ્રજાના હક્કોનું જતન ૧૦૦ ટકા મતદાનથી જ પૂર્ણ થાય. શું આપણે આ ચૂંટણીમાં ગુજરાતના ઈતિહાસની બધી ચૂંટણીઓના મતદાનનો રેકોર્ડ તોડવાનો સંકલ્પ ના કરી શકીએ ?

 

 

નોંધ - મોંઘેરું મેહોણા ગ્રુપ કોઈ રાજકીય પક્ષને સમર્થન આપતું નથી.અમારો એક માત્ર ઉદ્દેશ જનજાગૃતિ થકી જનહિત જ છે.

આભાર 

 

ફોટો - સૌજન્ય TV9 

Comments

Leave a Comment