શું તમે કપાયેલા હાથવાળા કોઇ વ્યક્તિને જાણો છો ? વિના મુલ્યે કૃત્રિમ હાથ ના કેમ્પ નું આયોજન - રોટરી ક્લબ ઓફ મહેસાણા ખાતે

વિના મુલ્યે કૃત્રિમ હાથ ના કેમ્પ નું આયોજન - રોટરી ક્લબ ઓફ મહેસાણા ખાતે 

  • શું તમે કપાયેલા હાથવાળા કોઇ વ્યક્તિને જાણો છો ?

જેને કોણીથી નીચેનો હાથ ગુમાવેલ હોય એવા વ્યક્તિના નામ અને નંબર અમોને જણાવો. વિના મુલ્યે કૃત્રિમ હાથ ના કેમ્પ નું આયોજન મહેસાણા રાખેલ. છે.

કોણીથી નીચે 4 ઇંચ અથવા 10 સે. મી. હાથ હોવો જરૂરી છે.

તમારી ચીંધેલ એક આંગળી કોઇના જીવનમાં રંગ પુરી શકે છે. આવો મળીને સમાજની સેવા કરીએ….મેસેજ ને વધુમાં વધુ સંબંધીઓ સાથે સેર કરીને  હાથ ગુમાવેલ વ્યક્તિ સુધી પહુંચાડવામાં મદદ કરીયે. 

વિના મુલ્યે કૃત્રિમ હાથ ના કેમ્પ નું આયોજન હોવાથી વધુમાં વધુ લોકોએ તુરંત રજીસ્ટ્રેશન કરવું. જેથી વ્યવસ્થા સારી રીતે કરવામાં  મદદ મળે.

રજીસ્ટ્રેશન માટે સંપર્ક

  • વિશાલ દેસાઇ - 9924956227
  • કેતન રાઠોડ - 8758714114
  • રોટે. મહેશ રાઠોડ - 8780703922
  • રોટે.કલ્પેશ ઠક્કર - 9879124415

 

ઉપરના સંપર્ક નંબર પર ફોન કરીને તમે વધુ માહિતી મેળવી શકશો અને તમારા મનમાં ઉદભવતા બધા જ પ્રશ્નો પણ પૂછી શકશો. તમને ફોન દ્વારા જે પણ માહિતી મળે એ તમારી નોટમાં લખીને સાચવીને રાખવું. એ માહિતી બીજા લોકો પણ મહત્વની હોય તો મોંઘેરું મેહોણા ટીમ સાથે સેર કરજો જેથી એ માહિતી બીજા લોકો સુધી પહુંચી શકે.

રોટરી ક્લબ ઓફ મહેસાણા અને રોટરી ક્લબ ઓફ રાધનપુર ના સંયુક્ત ઉપક્રમે દિવાળી ના તહેવાર પછી વિના મુલ્યે કૃત્રિમ હાથ ના કેમ્પ નું આયોજન મહેસાણા રાખેલ. છે. લાભાર્થી એ કપાયેલ હાથ નો ફોટો, આધાર કાર્ડની ઝેરોક્ષ અને મોબાઈલ નંબર વોટ્સઅપ દ્વારા મોકલી આપવાનો રહેશે. કેમ્પની તારીખ અને સ્થળ અંગે અમો લાભાર્થી ને મોબાઈલ દ્વારા જાણ કરીશું.  નીચેના ફોટા ની જેમ ફોટો પાડીને વોટ્સએપ કરવું.

"કૃત્રિમ હાથ” ની ખાસ વિશેષતા :

  • - આસાનીથી કાર્ય કરી શકાય આધુનિક, અમેરિકન ટેક્નોલોજીથી બનેલ વજનમાં હલકો અને ટકાઉ, જેનાથી તમે 
  • - કાંટા ચમચીથી જમી શકાય
  • - મગ પકડીને કોઈપણ પીણું પી શકાય
  • - કાર અને સાયકલ ચલાવી શકાય.
  • - ડ્રોઈંગ કરી શકાય
  • - લખી શકાય

 

રોટરી ક્લબ ઓફ મહેસાણા

  • રોટે. ડૉ. દર્શન મોદી - પ્રેસિડેન્ટ
  • રોટે. ડૉ. અનિલ કપુર - પ્રોજેક્ટ ચેરમેન
  • રોટે. ચંદ્રકાન્ત પટેલ - સેક્રેટરી

 

રોટરી ક્લબ ઓફ રાધનપુર

  • રોટે. ડૉ. દેવજી પટેલ - પ્રેસિડેન્ટ
  • રોટે. ડૉ. પ્રવીણ ઓઝા - પ્રોજેક્ટ ચેરમેન 
  • રોટે. ડૉ. ખેતસી પટેલ - સેક્રેટરી

Comments

Leave a Comment