BLOGS

બાળકોના મોબાઈલ અને ઈન્ટરનેટ વપરાશ પર રાખો નજર

 વ્યસ્ત રહેતા બાળકોના માતા પિતા માટે એક ખૂબ ઉપયોગી માહિતી અને તેમની સમસ્યાનું સમાધાન ટેકનોલોજી આશીર્વાદ રૂપ છે પણ જો કાળજી ન રાખવામાં આવે તો અભિશાપ બની શકે છે.   તાજેતરમાં બનેલી ધટનાઓ ૧. સુરતમાં ગેમ રમતા લડાઈ થતા યુવાનની હત્યા ૨. ઉ.પ્ર. બરેલીમાં વિદ્યાર્થિની ઓનલાઇન ગેમ રમતા યુવકના પ્રેમમાં પડી તો ઘર છોડ્યું. ૩. ટીવી સ્ટાર ૨૦ વર્ષીય તુનીશા શર્માની આત્મહત્યા ૪. ઈન્સ્ટાગ્રામ પર રિલ્સ બનવાની હોડમાં અકસ્માતની ઘટનાઓ.   સુરતમાં એક તરફી પ્રેમી યુવકે જાહેરમાં યુવતીની હત્યા કરી,જેના ચુકાદો સંભળવતા કોર્ટે જણાવ્યું કે યુવાનોમાં આ પ્રકારની હિંસક વૃત્તિનું એક કારણ સોશિયલ મીડિયા,હિંસક વેબ સિરીઝ અને ગેમિંગ ની આદત છે. જેના કારણે યુવક - યુવતીઓ માનસિક રીતે પ્રતાડિત અને અશાંત જોવા મળે છે.     વયસ્ક લોકો માટે you tube,what's app, instagram, Facebook તથા અન્ય પ્લેટફોર્મ વ્યક્તિગત મનોરંજન માટે જરૂરી છે,પણ તરૂણ વયના બાળકો જેઓ વિદ્યાર્થી અવસ્થામાં છે તેમના માટે આ બધા પ્લેટફોર્મ નો ઉપયોગ નુકસાન કારક સાબિત થઈ શકે છે.   સોશિયલ મીડિયા એડિકશન ની અસરો:   ૧. વ્યક્તિ પારિવારિક અને સામાજિક જીવનથી દૂર થતો જાય છે.   ૨. Real life નહિ પણ ઈન્સ્ટાગ્રામ ની Reels માં વ્યસ્ત રહે છે.   ૩. સ્વભાવ ચીડિયો અને અસ્થિર મનોસ્થિતિ   ૪. વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયા પર જોયેલ વીડિયોને ઘરે પ્રયોગ કરતા ગંભીર અકસ્માતની ઘટનાઓ.   ૫. You tube, instagram પર જોવા મળતા બીભત્સ,અશ્લીલ વીડિયો અને ફોટા ના કારણે બાળકની મનોસ્થિતિ અને અભ્યાસ પર નકારત્મક અસર.     આના બધી સમસ્યાના સમાધાન માટે આજે એક ખૂબ ઉપયોગી Google Family link એપ વિશે વાત કરીશું અને તેના ફાયદા અને ઉપયોગ કઈ રીતે કરવો તે જાણીશું.     બાળકો માત્ર એક જ વસ્તુનો આગ્રહ રાખે છે અને જેની સામે માતા-પિતા હારી જાય છે અને તે છે સ્માર્ટફોન. બાળકોને સ્માર્ટફોનને વળગી રહેવાની આદત પડી જાય છે, જેના કારણે માતા-પિતા પરેશાન થઈ જાય છે. ફોન હાથમાં આવતાં જ બાળકો યુટ્યુબ, વોટ્સએપ અને બીજી ઘણી એપ્સ એક્સેસ કરે છે.    જો બાળક સામે છે, તો તે સારું છે. પરંતુ જ્યારે બાળક ફોન સાથે એકલું હોય છે, ત્યારે તેઓ સમજી શકતા નથી કે બાળકો ફોન પર શું કરે છે. બાળકો એટલા સ્માર્ટ થઈ ગયા છે કે તેઓ સર્ચ હિસ્ટ્રી પણ ડિલીટ કરી નાંખે છે.જેથી માતાપિતાને ખબર ન પડે કે તેઓ શું જોઈ રહ્યા છે. આ કિસ્સામાં આ એપ તમારી મદદ કરી શકે છે. આની મદદથી તમે સરળતાથી જાણી શકો છો કે બાળક ફોન પર ક્યાં અને શું જોઈ રહ્યું છે. આવો જાણીએ તેના વિશે...       ગૂગલ ફેમિલી એપ મોનિટર કરી શકશે- બાળકો ઈન્ટરનેટનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકે તે માટે ગૂગલે આ એપ તૈયાર કરી છે. જો તમારું બાળક નાનું હોય કે કિશોર હોય, તો તમે Family Link ઍપ પર ઈન્ટરનેટનો ઉપયોગ કરવા માટેના નિયમો બનાવી શકો છો. તમે આ એપને તમારા બાળકના ફોનમાં ઈન્સ્ટોલ કરી શકો છો અને તેને એક્સેસ રાખી શકો છો.   બાળકોની દરેક પ્રવૃત્તિ પર નજર રાખશે- એપ જણાવશે કે બાળક સ્માર્ટફોન પર કેટલો સમય રહે છે. બાળક કઈ એપનો ઉપયોગ કરી રહ્યું છે તેની વિગતો પણ હશે. જો બાળકે કોઈપણ એપ ઈન્સ્ટોલ અને ડીલીટ કરી હશે તો તેની વિગતો પણ તમને દેખાશે.   એપ્સ પર પ્રતિબંધ લગાવી શકાય છે- જો તમારા બાળકના સ્માર્ટફોનમાં કોઈ એપ બિનજરૂરી છે, તો તમે તેને તમારા ફોનમાંથી જ પ્રતિબંધિત કરી શકશો. ધારો કે, જો બાળકે પ્લે સ્ટોર પરથી કોઈ એપ ઈન્સ્ટોલ કરી હોય, તો તમે તેને તમારા ફોનમાંથી જ પ્રતિબંધિત કરી શકો છો.   સમય મર્યાદા સેટ કરો- જો તમારું બાળક સ્માર્ટફોન સાથે ચોંટી રહેતા હોય , તો તમે સમય મર્યાદા સેટ કરી શકો છો. એપમાં સમય મર્યાદા સેટ કરવાનો વિકલ્પ છે. સમય મર્યાદા નક્કી થતાં જ બાળકનો સ્માર્ટફોન લોક થઈ જશે.   બાળકનો ફોન લોક કરી શકાય છે- જો બાળક આખી રાત સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે, તો તમે આ એપની મદદથી બાળકના ફોનને લોક કરી શકો છો. લોક કર્યા પછી બાળક સ્માર્ટફોનનો ઉપયોગ કરી શકશે નહીં.   લોકેશન જાણી શકશો- સૌથી વધુ ચિંતા એ છે કે બાળક ક્યાં છે. આ એપ થકી તમે જાણી શકશો કે બાળક કયા સમયે ક્યાં છે. તમારે ફક્ત એપ પર લોકેશન મોડ રાખવાનો છે. બાળક કયા સમયે ક્યાં છે? તમે સરળતાથી લોકેશન ટ્રૅક કરી શકશો.   Google Family link એપ  Google Family link App  

EXAM WARRIORS

*વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક્ઝામ વોરિયર (Exam Warriors) પુસ્તક વિશે જાણીએ      *તાજેતરમાં આપની આસપાસ બનેલી ઘટનાઓથી આપડે વાકેફ છીએ...!!!*   ૧. મેહસાણાનો એક વિદ્યાર્થી પરીક્ષાના પરિણામના ભયથી ઘર છોડી ભાગી ગયો.   ૨. નવેમ્બર ૨૦૨૨,અમદાવાદ ધોરણ ૧૨માં ભણતી ૧૭ વર્ષીય વિધાર્થિનીએ આત્મહત્યા કરી.   ૩. એપ્રિલ ૨૦૨૨,ગયા વર્ષે સૌરાષ્ટ્રમાં પ્રિયંકા,ધોરણ ૧૦ ની વિદ્યાર્થિની અને એના જેવા બીજા ૧૪ વિધાર્થીઓએ પરીક્ષાના તણાવને કારણે આત્મહત્યા કરી.   ૨. JEE - NEET ના વિદ્યાર્થીઓ સૌથી વધુ તણાવ અનુભવતા હોય છે.   ૩.. ગયા વર્ષના રાષ્ટ્રીય ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના ડેટા અનુસાર દર વર્ષે ૨૫૦૦ લોકો પરીક્ષાના ભયના કારણે આત્મહત્યા કરે છે.   ૪. ૨૦૧૪-૨૦ ના છેલ્લા ૭ વર્ષમાં પરીક્ષાના તણાવના કારણે દેશમાં ૧૨,૫૮૨ આત્મહત્યાની ઘટનાઓ નોંધાઈ છે.      *આવી ઘટનાઓ પાછળ કારણ શું છે?*  *આ સમસ્યાનું સમાધાન શું છે ?*   શિક્ષણ જીવનને ઉજ્જવળ બનાવવા માટે છે પણ જ્યારે શિક્ષણ જ જીવન ટૂંકાવાનું કારણ બની જાય ત્યારે માતા - પિતા અને સમાજના બુધ્ધિજીવી લોકોએ આ બાબતે અવશ્ય વિચારવું જોઈએ.   કેટલાક કારણો જેવાકે... સ્પર્ધા પોતાની રુચિ ન હોય એવા વિષય કે ક્ષેત્રમાં કાર્ય આંતરિક મનોબળની નિર્બળતા સોશિયલ મીડિયાનું વળગણ જેના કારણે કાલ્પનિક દુનિયામાં રાચતા હોય છે. ગેમિંગની આદત-એકાગ્રતા નો અભાવ  તથા અન્ય ઘણા બધા કારણો જેના વિશે પછી વાત કરીશું...     *વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક્ઝામ વોરિયર (Exam Warriors) પુસ્તક દ્વાર એક નવો પ્રયોગ શરૂ કરાયો છે.* ✍️   ખાસ કરીને આ પુસ્તક ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ, જે વધુ પડતા તણાવ માં હોય છે તેમને વધુ ઉપયોગી બની રહે એમ છે.   આ પુસ્તક એ ફક્ત વાંચવાનું નથી કે એમાં કોઈ મોટીવેશનલ વાતો પણ નથી,પરંતુ એમાં કામ કરવાનું છે.   એમાં અલગ અલગ મોડ્યુલ/ મંત્ર આપેલા છે.જેમાં વિદ્યાર્થીએ એ ટાસ્ક પૂરો કરવાનો રહે છે.     મનોવિજ્ઞાન શાસ્ત્રીઓ એવું કહે છે કે જ્યારે વ્યક્તિ પોતાના અંતકરણ ના ભાવ અને વિચારોની અભિવ્યક્તિ નથી કરી શકતો ત્યારે એકલતા,તણાવ અને એંજાયટી,ડિપ્રેશન જેવી સમસ્યાઓનો ભોગ બને છે.?     Exam warriors માં અલગ અલગ ૨૫ મોડ્યુલ જેને મંત્ર નામ આપ્યું છે. જેવા કે    ૧. પરીક્ષા એ એક ઉત્સવ ૨. પરીક્ષા એ તમારી વર્તમાન તૈયારીને દર્શાવે ન કે તમારા વ્યક્તિત્વની તો આનંદ માં રહો ૩. Be warrior not a worrier ૪. પોતાની જાત સાથે સરખામણી કરો નહિ કે અન્ય સાથે. ૫. it is your time-make the most of it ૬. તમારા શ્રેષ્ઠ પ્રયત્નો કરો અને પૂરતો આરામ કરો ૭. પોતાની જાતને શોધો ૮. એક યાત્રા પૂરી થાય તો બીજી શરૂ થાય છે.     ઉપરોક્ત મોડ્યુલમાં દરેક વિદ્યાર્થીએ પોતાના વિચારો લખવાના છે અને પોતાના માતા પિતા સાથે વહેંચવાના રેહતાં હોય છે.   આમાં માતા પિતા માટે પણ મોડ્યુલ આપેલ છે જેમાં તેઓ પોતાના વિચારો અને સૂચન અન્ય વિદ્યાર્થીઓ અને તેમના માતા પિતા સાથે વેહચી શકે છે.   આપ મોબાઈલ એપ્લિકેશન દ્વારા પોતાના પૂરા કરેલ ટાસ્કને અપલોડ કરી શકો છો તથા અન્ય વિદ્યાર્થીઓના વિચારોને પણ જાણી શકો છો.    અગાઉ જણાવ્યા અનુસાર જયારે વિદ્યાર્થી પોતાની મુંજવણ અને સમસ્યાઓને બાકી લોકો સાથે વહેંચશે ત્યારે તે ચિંતાથી મુક્ત બનશે   આ એપ્લિકેશન દ્વારા વિદ્યાર્થી જાણશે કે બીજા વિદ્યાર્થીઓ પણ પોતાના જેવીજ સમસ્યાઓ અને મુશ્કેલીનો સામનો કરે છે ત્યારે તેની એકલતા દૂર થશે અને વધુ મહેનત કરવા પ્રેરાશે   આમ,ચિંતા મુક્ત અને સ્વસ્થ મનોસ્થિતિ સાથે વિદ્યાર્થી પરીક્ષામાં સારું પ્રદર્શન કરી શકે છે.   અન્ય એક ભાગમાં મહાપુરુષોના વિદ્યાર્થી જીવનના કેટલાક રસપ્રદ પ્રસંગો ટાંકવામાં આવ્યા છે.        *મોબાઈલ એપ્લિકેશન* Narendra Modi - Exam warriors   ૧. એપ્લિકેશન ડાઉનલોડ કરી પોતાના મોબાઈલ નંબરથી રજિસ્ટ્રેશન કરો    ૨. EXAM WORRIES મેનુ પર ક્લિક કરો    ૩. જેમાં વિદ્યાર્થીઓ અને માતા - પિતા માટે પણ કેટલાક ટાસ્ક તમને દેખાશે                 

વતન પ્રેમ યોજના - ગુજરાત સરકાર

વતન પ્રેમ યોજના વિશે વતન કરે છે યાદ...તમને વતન પાડે છે સાદ, સરકાર તમારી સાથે છે ને, જોઈએ છે તમારો સાથ..   ગુજરાતીઓ સમગ્ર દેશ અને દુનિયામાં વસે છે, ત્યારે વતનના સંભારણા અને વતન પ્રત્યેનો પ્રેમ તેમના હૃદયમાં સદાય જીવંત હોય છે. આવા વતન પ્રેમી ગુજરાતીઓ પોતાના વતનમાં મોટા પ્રમાણમાં દાન આપે છે.   વતન પ્રેમીઓને જન્મભુમિ માતૃભુમિનું ઋણ ચુકવવાની ઉત્તમ તક આપવા જનહિત વિકાસ કાર્યોમાં જન ભાગીદારીનું સૌથી મોટુ અભિયાન એટલે “વતન પ્રેમ યોજના.   યોજનાના ઉદ્દેશ ગુજરાતનાં ગામડાઓના સર્વાંગી વિકાસના કાર્યો અને ઉત્તમ જનસુવિધા પૂરી પડવી. વતનપ્રેમીને વતનસેવા સુધી લઈ જવો. વતનપ્રેમીઓના જન્મભૂમિના, માતૃભૂમિનું ઋણ ચૂકવવાની ઉત્તમ તક આપવી. આત્મનિર્ભર બનવું. સરકાર-દાતાઓ-ગામનાં લોકો વચ્ચે જનકલ્યાણ-વિકાસનો ત્રિવેણી સંગમ.     કોણ આ યોજનામાં ભાગીદાર બની શકે છે?   જિલ્લા,રાજ્ય કે દેશ બહાર વસતા કોઇ પણ દાતા અથવા ગામના વ્યક્તિના દાન દ્વારા યોજના નું અમલીકરણ    યોજના હેઠળ લઇ શકાય તેવા કામોની સૂચિ:-- શાળાના ઓરડા અથવા સ્માર્ટ ક્લારા કોમ્યુનિટી હોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,આરોગ્ય કેન્દ્રનું મકાન  આંગણવાડી- મધ્યાહન ભોજનનું રસોડુ- સ્ટોરરૂમ,  પુસ્તકાલય રમત ગમત માટે વ્યાયામ શાળાનું મકાન અને રાાધનો. સી.સી.ટી.વી. કેમેરા સર્વેલન્સ સિસ્ટમ સ્મશાનગૃહ વોટર રીસાયકલીંગની વ્યવસ્થા તથા ગટર/STP ઈત્યાદી તળાવ બ્યુટીફીકેશન  એસ.ટી.સ્ટેન્ડ સોલર એનર્જી સ્ટ્રીટલાઇટ અને પાણીના ટ્યુબવેલ-કુવાની-પાણીની ટાંકીની મોટર     કેવી રીતે અને કેટલું મળે છે સરકારી અનુદાન ?   ઉપરોકત કામો ના નિયત ખર્ચ પૈકી દાતા/દાતાઓ પોતાના ગામમાં ૬૦ ટકા કે તેથી વધુ રકમનું દાન આપીને કામ કરાવી શકશે દાતાના રકમની સામે ખૂટતી ૪૦ ટકા રકમનું રાજ્ય સરકાર અનુદાન કરશે.   યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા આપવાની થતી અનુદાનની રકમ એટલે કે બાકીની ખૂટતી ૪૦% કે તેથી ઓછી રકમ જે તે કામને સંલગ્ન વિભાગની બજેટ જોગવાઈમાંથી કરાશે.   VATAN PREM YOJANA REGISTRATION

૩૧ માર્ચ પહેલા PAN કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક નહિ હોય તો થશે મોટું નુકસાન.

પાન કાર્ડ અપડેટ: જો 31 માર્ચ, 2023 પહેલા પાન કાર્ડ આધાર સાથે લિંક ન થાય તો શું થશે?   આવકવેરા વિભાગની સૂચના મુજબ, કાયમી ખાતા નંબર ધારકોએ 31 માર્ચ, 2023 સુધીમાં તેમનો નંબર આધાર કાર્ડ સાથે લિંક કરવો આવશ્યક છે. જાહેર સલાહ મુજબ, જો PAN 31 માર્ચ, 2023 પહેલાં આધાર સાથે લિંક કરવામાં આવ્યું નથી, તો PAN નિષ્ક્રિય થઈ જશે.     સૂચિત તારીખ બાદ PAN ધારકો તેમના દસ-અંકના અનન્ય આલ્ફાન્યૂમેરિક નંબરનો ઉપયોગ કરી શકશે નહીં અને PAN સાથે જોડાયેલા નાણાકીય વ્યવહારો બંધ થઈ જશે. તદુપરાંત, તમામ આવકવેરાના બાકી રિટર્નની પ્રક્રિયા અટકાવવામાં આવશે.   આ પ્રક્રિયામાંથી કોને મુક્તિ પ્રાપ્ત છે ?   જો કે, એવા કેટલાક રહેવાસીઓ છે જેમને તેમના PAN ને આધાર સાથે લિંક કરવાથી મુક્તિ આપવામાં આવી છે. આસામ, જમ્મુ અને કાશ્મીર અને મેઘાલયમાં રહેતા કરદાતાઓ; આવકવેરા અધિનિયમ, 1961 મુજબ બિન-નિવાસી; પાછલા વર્ષ દરમિયાન કોઈપણ સમયે એંસી વર્ષ કે તેથી વધુ ઉંમરના; ભારતના નાગરિક નથી, તેઓને PAN ને આધાર સાથે લિંક કરવાની પ્રક્રિયામાંથી મુક્તિ આપવામાં આવી છે.   PAN ને આધાર સાથે લિંક કરવા માટેની અંતિમ તારીખ   સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) દ્વારા આધાર સાથે PAN લિંક કરવાની સમયમર્યાદા 31 માર્ચ 2022 થી 31 માર્ચ 2023 સુધી લંબાવવામાં આવી હતી.લિંકિંગ પ્રક્રિયા શરૂ કરવા માટે કરદાતાઓએ રૂ 1000 ની ફી ચૂકવવી જરૂરી છે.   શા માટે PAN ને આધાર સાથે લિંક કરવું જોઈએ?   કેન્દ્રએ વર્તમાન નિયમો હેઠળ PAN અને આધાર નંબરને લિંક કરવાનું ફરજિયાત બનાવ્યું છે. લિંકિંગ એ કાનૂની જરૂરિયાતો માટેની પ્રક્રિયા છે, ત્યારે આ પ્રક્રિયાથી સરકાર અને કરદાતાઓને પણ ફાયદો થાય છે.   વધુમાં, પાનને આધાર સાથે લિંક કરવાથી બહુવિધ પાન કાર્ડ ધરાવતા લોકોને શોધવામાં મદદ મળે છે.   જો PAN ને આધાર સાથે લિંક કરવામાં આવે તો તે આવકવેરા રિટર્ન પ્રક્રિયા અને વેરિફિકેશનને સરળ બનાવશે.   PAN ને આધાર સાથે કેવી રીતે લિંક કરવું: સૌપ્રથમ, ઈન્કમટેક્સ ઈ-ફાઈલિંગ પોર્ટલ ખોલો -LINK     eportal.incometax.gov.in/iec/foservices/#/pre-login/bl-link-aadhaar  ,યુઝર આઈડી, પાસવર્ડ અને જન્મ તારીખ દાખલ કરીને લોગ ઇન કરો. મેનુ બાર પર 'પ્રોફાઈલ સેટિંગ્સ' પર જાઓ અને 'લિંક આધાર' પર ક્લિક કરો. PAN વિગતો મુજબ નામની જન્મ તારીખ અને લિંગ જેવી વિગતો પહેલેથી જ ઉલ્લેખિત કરવામાં આવશે. તમારા આધાર પર ઉલ્લેખિત વિગતો સાથે સ્ક્રીન પર PAN વિગતો ચકાસો.  જો વિગતો મેળ ખાતી હોય, તો તમારો આધાર નંબર દાખલ કરો અને "હવે લિંક કરો" બટન પર ક્લિક કરો. એક પોપ-અપ મેસેજ તમને જાણ કરશે કે તમારું આધાર તમારા PAN સાથે સફળતાપૂર્વક લિંક થઈ ગયું છે.                    

મહિલાઓની જાતીય સતામણી વિરૂદ્ધ કાયદો.

  તાજેતરમાં જ બનેલી એક ઘટના અનુસાર આયર્લેન્ડમાં એક યુવતીએ જાતીય સતામણીના કેસમાં કંપનીના માલિક પાસેથી ૯૦ હજાર પાઉન્ડ એટલેકે ૯૦ લાખનું વળતર મેળવ્યું.પ્રાપ્ત માહિતી અનુસાર એક મિટિંગ દરમિયાન કંપનીના વરિષ્ઠ અધિકારીએ જાહેરમાં યુવતીને નીચેના ભાગે થપ્પડ લગાવી હતી.   આપણી આસ પાસ કદાચ આવી ઘણી ઘટનાઓ બનતી હશે પરંતુ કાયદાની યોગ્ય માહિતીનો અભાવ અને સામાજિક પ્રતિષ્ઠા ગુમાવવાના ડરના કારણે આવા ગુના સામે આવતા નથી.     આવી ઘટનાની નકારાત્મક અસરો સમાજ અને રાષ્ટ્ર જીવન પર પડતી હોય.છે. સરકાર જ્યારે વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે પ્રયત્નશીલ હોય ત્યારે આવી ઘટનાઓ તેમાં વિઘ્ન રૂપ બને છે.   ભારતીય સમાજમાં મહિલાઓ સંખ્યાત્મક રીતે ૫૦ ટકા જેટલું પ્રતિનિધિત્વ ધરાવે છે ત્યારે તેમની સુરક્ષા એ ખૂબ મહત્વની બાબત બની રહે છે   કાયદો અને તેની મહત્વની જોગવાઈઓ.   The sexual harrasment of women at workplace (Prevention, Prohibition and Redressal) act 2013 કામના સ્થળે મહિલાઓની જાતીય સતામણી રોકવા અને સમાધાન હેતુ ૨૦૧૩માં આ કાયદો લાવવામાં આવ્યો હતો.   સુપ્રીમ કોર્ટ દ્વારા ૧૯૯૭માં વિશાખા કેસના ચુકાદામાં નિર્દેશિત સૂચનો અનુસાર આ કાયદાની જોગવાઇ કરેલી છે.   ૨૦૧૩ના કાયદાની જોગવાઈઓ   દરેક કંપનીના માલિક જ્યાં ૧૦ કે વધુ કર્મચારી કામ કરે છે તેવી પ્રત્યેક શાખા અને વિભાગમાં એક આંતરિક ફરિયાદ સમિતિ (Internal complaint committee) ની રચના કરશે.,તેમાં જાતીય સતામણીના કેસના સમાધાન હેતુ જોગવાઈઓ દર્શાવેલ હશે.    કંપનીમાં કામ કરતી મહિલા કર્મચારીઓ અને કાર્ય સ્થળની મુલાકાત લેનાર મહિલાઓને પણ આ કાયદા હેઠળ રક્ષણ પૂરું પાડવામાં આવે છે.   જાતીય સતામણી ને કઈ રીતે વ્યાખ્યાયિત કરાઈ છે ?   જાતીય સતામણી ની વ્યાખ્યામાં નીચેના માંથી ''એક કે વધુ વાર" થયેલ કોઈ પણ અસ્વીકાર્ય ક્રિયા કે વ્યવહાર..  શારીરિક સ્પર્શ   શારીરિક સંબંધ માટે માગણી કે ઈચ્છા દર્શાવવી  જાતીય ટિપ્પણી કરવી  અશ્લીલ ફોટા કે વિડિયો બતવાવ કોઈ પણ પ્રકારનું અસ્વીકાર્ય શારીરિક,મૌખિક કે બિન મૌખિક આચરણ કે જે જાતીય સતામણી પ્રકારનું હોય.   આ ઉપરાંત મહિલા અને બાળ કલ્યાણ વિભાગે એક માર્ગદર્શક પુસ્તિકા બહાર પાડી છે જેમાં જાતીય સતામણીના આચરણ વિશે વધુ સ્પષ્ટ રૂપે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે.   વધુમાં આ કાયદામાં 5 (પાંચ) પરિસ્થિતિનો ઉલ્લેખ કરાયો છે જે જાતીય સતામણી ની વ્યાખ્યા હેઠળ આવે છે નોકરી દરમિયાન વિશેષ સેવા આપવાનું સૂચિત કે સ્પષ્ટ વાયદો  અયોગ્ય વ્યવહાર કરવાની સ્પષ્ટ કે ગર્ભિત ધમકી . વર્તમાન કે ભવિષ્યની રોજગારીની સ્થિતિ બાબતે ધમકી આપવી.  મહિલા કર્મચારીના કામમાં હસ્તક્ષેપ કરવો અથવા પ્રતિકૂળ વાતાવરણ ઉભુ કરવું સ્વાસ્થ્ય અને સુરક્ષાને અસર કરે તેવો અપમાનજનક વ્યવહાર કરવો     આંતરિક ફરિયાદ સમિતિ (ICC) ની કામગીરી    પીડિત મહિલા દ્વારા લેખિતમાં ફરિયાદ આપવી, જો એવું શક્ય ન બને તો સમિતિનું કોઈ પણ સભ્ય પીડિતને ફરિયાદ કરવા સલાહ અને માર્ગદર્શન આપી શકે છે.   જો પીડીત મહિલા તેની શારીરિક/માનસિક અસક્ષમતા/મૃત્યુ કે કોઈ અન્ય કારણોસર ફરિયાદ કરવા સક્ષમ ન હોય તો તેના વારસદાર ફરિયાદ કરી શકે છે.   શું કેસ સમાધાનની કોઈ સમય મર્યાદા છે ?   કાયદાની જોગવાઇ અનુસાર આંતરિક ફરિયાદ સમિતિએ કેસનો નિકાલ ત્રણ મહિનામાં કરી દેવો જોઈએ.   કાર્યવાહીના સંદર્ભમાં આંતરિક ફરિયાદ સમિતિ કેસને પોલીસને મોકલી શકે છે અથવા પોતે જ તપાસ શરૂ કરી શકે છે. આ સંદર્ભમાં સમિતિ પાસે સિવિલ કોર્ટ જેટલી સત્તાઓ ઉપલબ્ધ હોય છે.   કાયદાની જોગવાઈ અનુસાર સમગ્ર કાર્યવાહી દરમિયાન મહિલા, પ્રતિવાદી, સાક્ષી તથા અન્ય માહિતી પૂરી પાડનાર સર્વેની ઓળખ જાહેર ન કરી શકાય.   જો કેસ સાબિત થાય છે તો સમિતિ કંપનીને સેવા નિયમોના અધિન કાર્યવાહી કરવા આદેશ આપે છે.    જેમાં મહિલાને તેના શારીરિક માનસિક શોષણ, કારકિર્દીની તકો ગુમાવી,સ્વાસ્થ્યનો ખર્ચ જેવા ધોરણોને આધારે વળતર ચૂકવવામાં આવે છે.   જો ગુનો સાબિત નથી થતો તો પ્રતિવાદી આરોપ મુકનાર મહિલા વિરૂદ્ધ અપીલ કરી ફરિયાદ નોધાવી શકે છે. પીડિત કે પ્રતિવાદી 90 દિવસ બાદ કોર્ટમાં અપીલ કરી શકે છે     આ સંદર્ભે ભારત સરકારની પહેલ.    રાજ્ય સરકાર દરેક જિલ્લામાં એક અધિકારી નીમશે જે સ્થાનીક ફરિયાદ સમિતિની રચના કરશે જેથી અસંગઠિત અને નાના એકમમાં કામ કરતી મહિલાઓને સુરક્ષા પ્રાપ્ત થાય    મહિલા અને બાળ ક્યાણ મંત્રાલય દ્વારા SHe-Box (Sexual harrasment electronic Box) શરૂ કરાયું છે.   જેમાં ખાનગી કે સરકારી, સંગઠિત કે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતી મહિલાઓની બધી જ સમસ્યાઓનું એક જ કેન્દ્ર પર સમાધાન પર પ્રાપ્ત થશે.   She-box portal link.   She box portal

શ્રી પ્રમુખસ્વામીનો શતાબ્દી મહોત્સવ અંગે માર્ગદર્શિકા

  ભારતીય સંસ્કૃતિ અને સનાતન હિન્દુ ધર્મનું વિશ્વમાં ગૌરવ વધારનાર સંત પૂજય શ્રી પ્રમુખસ્વામીનો શતાબ્દી મહોત્સવનો 14 ડિસેમ્બરથી અમદાવાદના ઓગણજ ખાતે પ્રારંભ થઈ રહ્યો છે.  આ મહોત્સવ માટે સાયન્સસિટી-ઓગણજ વચ્ચે સરદાર પટેલ રિંગ રોડના કિનારે 600 એકર જમીન પર વિશાળ સ્વામિનારાયણનગર ઊભું કરવામાં આવ્યું છે.     પ્રમુખસ્વામી શતાબ્દિ મહોત્સવના મુખ્ય આકર્ષણો દરરોજે સાંજે વિશાળ લાઈટ એન્ડ સાઉન્ડ શો 180 ફૂટ પહોળા મંચ પર 300 બાળકો-યુવકોની પ્રસ્તુતિ એક સાથે 20,000 પ્રેક્ષકો ખુલ્લા સભાગારમાં બેસીને માણો   5 વિશાળ ડોમમાં વિવિધ થીમ દ્વારા પ્રેરણાદાયી કાર્યક્રમો   ડોમ- 1માં ટૂટે વય, તૂટે ઘર પર પારિવારિક સંવાદિતા ગૌરવની વાત ડોમ-2માં વતો, તોઽ હૈ યે વંથન વ્યસનમુક્તિની પ્રેરણા  ડોમ-3માં મેરા ભારત, હમારા ભારત પર ભારતના ડોમ-4માં સંત પરમ હિતવારી પ્રમુખસ્વામીની વિરલ પ્રતિભાનું દર્શન         દરરોજે ‘નારાયણ સભાગૃહ'માં સાંજે 5.00થી 7.30 વિવિધ વિષયક સભા કાર્યક્રમો   15 ડિસેમ્બરઃ અમિત શાહનું આગમન, ‘ઈન્ટરનેશનલ કન્વેન્શન ફોર બેટર લિવિંગનો આરંભ 16 ડિસેમ્બર: સંસ્કૃતિ દિન 17 ડિસેમ્બરઃ પરાભક્તિ દિન 18-19 ડિસેમ્બરઃ મંદિર ગૌરવ દિને મંદિર શિલ્પ સ્થાપત્ય પર કોન્ફરન્સ, ગુરુભક્તિ વંદના 20 ડિસેમ્બર: સંવાદિતા દિને તમામ ધર્મોના વડાઓનો મંચ પરથી એકતા સંદેશ 21-22 ડિસેમ્બર: સમરસતા અને આદિવાસી ગૌરવ દિન, શ્રીમદ્ શંકરાચાર્યજી સ્વામીશ્રી સદાનંદજી મહારાજની ઉપસ્થિતિ 23 ડિસેમ્બરઃ અધ્યાત્મ અને આરોગ્ય દિન 24 ડિસેમ્બર: વ્યસન મુક્તિ- જીવન પરિવર્તન દિન 25 ડિસેમ્બર: રાષ્ટ્રીય સંત સંમેલન 26 ડિસેમ્બર: સ્વામિનારાયણ સંત સાહિત્ય- લોક સાહિત્ય દિન 27 ડિસેમ્બરઃ વિચરણ - સ્મૃતિ દિન 28 ડિસેમ્બર: સેવા દિન 29 ડિસેમ્બર: પારિવારિક એકતા દિન 30 ડિસેમ્બરઃ સંસ્કાર અને શિક્ષણ દિન 31 ડિસેમ્બર: દર્શન - શાસ્ત્ર દિને સંસ્કૃત યુનિવર્સિટીઓના ઉપકુલપતિઓ અને વિદ્વાનોની ઉપસ્થિતિમાં વિશિષ્ટ તત્ત્વજ્ઞાન સમારોહ. 1જાન્યુઆરી: બાળ- યુવા કિર્તન આરાધના 2 જાન્યુઆરી: બાળ સંસ્કાર દિન 3-4 જાન્યુઆરી: યુવા સંસ્કાર દિન-ગુજરાત ગૌરવ દિને દેશ-વિદેશના બાળકો-યુવાનોની રોમાંચક રજૂઆતો 5 જાન્યુઆરીઃ મહિલા દિન નિમિત્તે આંતરરાષ્ટ્રીય મહિલા કાર્યક્રમો 6 જાન્યુઆરી: અખાતી દેશના વડા-રાજાની ઉપસ્થિતિ 7 જાન્યુઆરી: નોર્થ અમેરિકાના રાજદૂતો-નેતાઓની ઉપસ્થિતિ 8 જાન્યુઆરી: યુ.કે. યુરોપના રાજદૂતો-નેતાઓની ઉપસ્થિતિ 9 જાન્યુઆરી: આફ્રિકાના જુદા જુદા દેશોના રાજદૂતો અને પ્રખર નેતાઓની ઉપસ્થિતિ 10 જાન્યુઆરી: મહિલા દિન - 2 11 જાન્યુઆરી: બી.એ.પી.એસ. એશિયા પેસિફિક દિન 12 જાન્યુઆરી: અક્ષરધામ દિન 13 જાન્યુઆરી: સંત કિર્તન આરાધના 15 જાન્યુઆરી: PM નરેન્દ્ર મોદી, અમિત શાહની ઉપસ્થિતિમાં પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ પૂર્ણાહૂતિ સમારોહ   મુલાકાત :  મહોત્સવમાં 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી    દરરોજ બપોરે 2 વાગ્યાથી રાત્રે 10.00 વાગ્યા સુધી અને રવિવારે સમગ્ર દિવસ દરમિયાન સૌકોઈ માટે નિઃશુલ્ક પ્રવેશ છે. ,એના માટે કોઈ પ્રકારના રજિસ્ટ્રેશનની જરૂર નથી. બે વાગ્યા પહેલાંનો સમય હરિભક્તો માટે આરક્ષિત છે.    પ્રવેશદ્વાર ની વિગત પ્રમુખસ્વામી નગરમાં પ્રવેશવા માટેનાં સાત પ્રવેશદ્વાર ઊભાં કરવામાં આવ્યાં છે.જેમાં મુખ્ય પ્રવેશદ્વાર VVIP માટે છે, જ્યારે બાકીનાં છ પ્રવેશદ્વારમાંથી ભક્તો પ્રવેશ કરી શકશે.   Gate no 2,3,4 ભાડજ સર્કલ તરફથી આવતા લોકો પ્રવેશ મેળવી શકશે.   Gate no 5,6,7, આંગણજ સર્કલથી આવતા લોકો પ્રવેશ મેળવી શકશે.   સ્વામિનારાયણનગરે પહોંચ્યા બાદ આ એપ આપશે તમામ જવાબ   સ્વામિનારાયણ નગરે પહોંચ્યા બાદ ઉપયોગી થશે આ એપ Psm100.    પહેલા તો તમારા ફોનમાં Psm100 એપ ઇન્સ્ટોલ કરી લો. આ એપ એક ગાઈડની ભૂમિકા તરીકે કામ કરશે, જેમાં મુલાકાતીએ એક QR કોડ સ્કેન કરતાં પાર્કિંગ માટેની જગ્યાની ખબર પડી જશે અને મહોત્સવનાં તમામ આકર્ષણો પણ ક્યાં અને કેવી જવું એવી માહિતી આ એપ દ્વારા મળશે.    કોઈપણ માહિતી અને લોકેશન કેટલું દૂર છે જેવી માહિતી એપ દ્વારા મળી જશે. એની સાથે સાથે સાંજે ચાલતા તમામ સાંસ્કૃતિક પ્રોગ્રામની માહિતી અને સમય પણ આ એપ્લિકેશન દ્વારા મળી જશે. આ એપ્લિકેશન ગુજરાતી, ઇંગ્લિશ અને હિન્દી ભાષામાં છે.   ખાણી - પીણી જુદા જુદા સ્થળે ૩૦ પ્રેમવતીની વ્યસ્વથા કરી છે જેમાં પાઉંભાજી થી લઈ ખીચડી જેવી વાનગીઓ અને ચા,કોફી,છાશ,આઈસ્ક્રીમ બધું જ મળી રહશે.   નગરની મુલાકાત લેનારા લોકોની મદદ માટે મહિલા અને પુરુષની ટીમો ખડેપગે રહેશે, જેમાં ખોવાયેલી ચીજવસ્તુ માટે 250 પુરુષ-મહિલા મદદરૂપ બનશે.    નગરમાં પ્રવેશ કરતા કોઈપણ પણ પ્રકારની માહિતી ના હોય અને ટેકનોલોજીની જાણકારી ના હોય તો મુલાકાત લેનારે ચિંતા કરવાની જરાપણ જરૂર નથી ઇન્કવારી ઓફિસ અને સ્વયંસેવક પડેપગે મદદ કરવા માટે તૈયાર છે.