શ્રી પ્રમુખસ્વામીનો શતાબ્દી મહોત્સવ અંગે માર્ગદર્શિકા

 

ભારતીય સંસ્કૃતિ અને સનાતન હિન્દુ ધર્મનું વિશ્વમાં ગૌરવ વધારનાર સંત પૂજય શ્રી પ્રમુખસ્વામીનો શતાબ્દી મહોત્સવનો 14 ડિસેમ્બરથી અમદાવાદના ઓગણજ ખાતે પ્રારંભ થઈ રહ્યો છે.

 આ મહોત્સવ માટે સાયન્સસિટી-ઓગણજ વચ્ચે સરદાર પટેલ રિંગ રોડના કિનારે 600 એકર જમીન પર વિશાળ સ્વામિનારાયણનગર ઊભું કરવામાં આવ્યું છે.

 

 

પ્રમુખસ્વામી શતાબ્દિ મહોત્સવના મુખ્ય આકર્ષણો

  • દરરોજે સાંજે વિશાળ લાઈટ એન્ડ સાઉન્ડ શો 180 ફૂટ પહોળા મંચ પર 300 બાળકો-યુવકોની પ્રસ્તુતિ એક સાથે 20,000 પ્રેક્ષકો ખુલ્લા સભાગારમાં બેસીને માણો

 

  • 5 વિશાળ ડોમમાં વિવિધ થીમ દ્વારા પ્રેરણાદાયી કાર્યક્રમો

 

  • ડોમ- 1માં ટૂટે વય, તૂટે ઘર પર પારિવારિક સંવાદિતા ગૌરવની વાત
  • ડોમ-2માં વતો, તોઽ હૈ યે વંથન વ્યસનમુક્તિની પ્રેરણા 
  • ડોમ-3માં મેરા ભારત, હમારા ભારત પર ભારતના
  • ડોમ-4માં સંત પરમ હિતવારી પ્રમુખસ્વામીની વિરલ પ્રતિભાનું દર્શન

 

 

 

 

દરરોજે ‘નારાયણ સભાગૃહ'માં સાંજે 5.00થી 7.30 વિવિધ વિષયક સભા કાર્યક્રમો

 

  • 15 ડિસેમ્બરઃ અમિત શાહનું આગમન, ‘ઈન્ટરનેશનલ કન્વેન્શન ફોર બેટર લિવિંગનો આરંભ
  • 16 ડિસેમ્બર: સંસ્કૃતિ દિન
  • 17 ડિસેમ્બરઃ પરાભક્તિ દિન
  • 18-19 ડિસેમ્બરઃ મંદિર ગૌરવ દિને મંદિર શિલ્પ સ્થાપત્ય પર કોન્ફરન્સ, ગુરુભક્તિ વંદના
  • 20 ડિસેમ્બર: સંવાદિતા દિને તમામ ધર્મોના વડાઓનો મંચ પરથી એકતા સંદેશ
  • 21-22 ડિસેમ્બર: સમરસતા અને આદિવાસી ગૌરવ દિન, શ્રીમદ્ શંકરાચાર્યજી સ્વામીશ્રી સદાનંદજી મહારાજની ઉપસ્થિતિ
  • 23 ડિસેમ્બરઃ અધ્યાત્મ અને આરોગ્ય દિન 24 ડિસેમ્બર: વ્યસન મુક્તિ- જીવન પરિવર્તન દિન
  • 25 ડિસેમ્બર: રાષ્ટ્રીય સંત સંમેલન
  • 26 ડિસેમ્બર: સ્વામિનારાયણ સંત સાહિત્ય- લોક સાહિત્ય દિન
  • 27 ડિસેમ્બરઃ વિચરણ - સ્મૃતિ દિન
  • 28 ડિસેમ્બર: સેવા દિન 29 ડિસેમ્બર: પારિવારિક એકતા દિન
  • 30 ડિસેમ્બરઃ સંસ્કાર અને શિક્ષણ દિન
  • 31 ડિસેમ્બર: દર્શન - શાસ્ત્ર દિને સંસ્કૃત યુનિવર્સિટીઓના ઉપકુલપતિઓ અને વિદ્વાનોની ઉપસ્થિતિમાં વિશિષ્ટ તત્ત્વજ્ઞાન સમારોહ.
  • 1જાન્યુઆરી: બાળ- યુવા કિર્તન આરાધના
  • 2 જાન્યુઆરી: બાળ સંસ્કાર દિન
  • 3-4 જાન્યુઆરી: યુવા સંસ્કાર દિન-ગુજરાત ગૌરવ દિને દેશ-વિદેશના બાળકો-યુવાનોની રોમાંચક રજૂઆતો
  • 5 જાન્યુઆરીઃ મહિલા દિન નિમિત્તે આંતરરાષ્ટ્રીય મહિલા કાર્યક્રમો
  • 6 જાન્યુઆરી: અખાતી દેશના વડા-રાજાની ઉપસ્થિતિ
  • 7 જાન્યુઆરી: નોર્થ અમેરિકાના રાજદૂતો-નેતાઓની ઉપસ્થિતિ
  • 8 જાન્યુઆરી: યુ.કે. યુરોપના રાજદૂતો-નેતાઓની ઉપસ્થિતિ
  • 9 જાન્યુઆરી: આફ્રિકાના જુદા જુદા દેશોના રાજદૂતો અને પ્રખર નેતાઓની ઉપસ્થિતિ
  • 10 જાન્યુઆરી: મહિલા દિન - 2
  • 11 જાન્યુઆરી: બી.એ.પી.એસ. એશિયા પેસિફિક દિન
  • 12 જાન્યુઆરી: અક્ષરધામ દિન
  • 13 જાન્યુઆરી: સંત કિર્તન આરાધના
  • 15 જાન્યુઆરી: PM નરેન્દ્ર મોદી, અમિત શાહની ઉપસ્થિતિમાં પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ પૂર્ણાહૂતિ સમારોહ

 

મુલાકાત :

 મહોત્સવમાં 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી 

 

  • દરરોજ બપોરે 2 વાગ્યાથી રાત્રે 10.00 વાગ્યા સુધી અને રવિવારે સમગ્ર દિવસ દરમિયાન સૌકોઈ માટે નિઃશુલ્ક પ્રવેશ છે. ,એના માટે કોઈ પ્રકારના રજિસ્ટ્રેશનની જરૂર નથી. બે વાગ્યા પહેલાંનો સમય હરિભક્તો માટે આરક્ષિત છે.

 

 પ્રવેશદ્વાર ની વિગત

  • પ્રમુખસ્વામી નગરમાં પ્રવેશવા માટેનાં સાત પ્રવેશદ્વાર ઊભાં કરવામાં આવ્યાં છે.જેમાં મુખ્ય પ્રવેશદ્વાર VVIP માટે છે, જ્યારે બાકીનાં છ પ્રવેશદ્વારમાંથી ભક્તો પ્રવેશ કરી શકશે.

 

  • Gate no 2,3,4 ભાડજ સર્કલ તરફથી આવતા લોકો પ્રવેશ મેળવી શકશે.

 

  • Gate no 5,6,7, આંગણજ સર્કલથી આવતા લોકો પ્રવેશ મેળવી શકશે.

 

સ્વામિનારાયણનગરે પહોંચ્યા બાદ આ એપ આપશે તમામ જવાબ

 

સ્વામિનારાયણ નગરે પહોંચ્યા બાદ ઉપયોગી થશે આ એપ Psm100. 

 

  • પહેલા તો તમારા ફોનમાં Psm100 એપ ઇન્સ્ટોલ કરી લો. આ એપ એક ગાઈડની ભૂમિકા તરીકે કામ કરશે, જેમાં મુલાકાતીએ એક QR કોડ સ્કેન કરતાં પાર્કિંગ માટેની જગ્યાની ખબર પડી જશે અને મહોત્સવનાં તમામ આકર્ષણો પણ ક્યાં અને કેવી જવું એવી માહિતી આ એપ દ્વારા મળશે.

 

  •  કોઈપણ માહિતી અને લોકેશન કેટલું દૂર છે જેવી માહિતી એપ દ્વારા મળી જશે. એની સાથે સાથે સાંજે ચાલતા તમામ સાંસ્કૃતિક પ્રોગ્રામની માહિતી અને સમય પણ આ એપ્લિકેશન દ્વારા મળી જશે. આ એપ્લિકેશન ગુજરાતી, ઇંગ્લિશ અને હિન્દી ભાષામાં છે.

 

ખાણી - પીણી

  • જુદા જુદા સ્થળે ૩૦ પ્રેમવતીની વ્યસ્વથા કરી છે જેમાં પાઉંભાજી થી લઈ ખીચડી જેવી વાનગીઓ અને ચા,કોફી,છાશ,આઈસ્ક્રીમ બધું જ મળી રહશે.

 

  • નગરની મુલાકાત લેનારા લોકોની મદદ માટે મહિલા અને પુરુષની ટીમો ખડેપગે રહેશે, જેમાં ખોવાયેલી ચીજવસ્તુ માટે 250 પુરુષ-મહિલા મદદરૂપ બનશે. 

 

  • નગરમાં પ્રવેશ કરતા કોઈપણ પણ પ્રકારની માહિતી ના હોય અને ટેકનોલોજીની જાણકારી ના હોય તો મુલાકાત લેનારે ચિંતા કરવાની જરાપણ જરૂર નથી ઇન્કવારી ઓફિસ અને સ્વયંસેવક પડેપગે મદદ કરવા માટે તૈયાર છે.

 

 

 

 

 

 

 

 

Comments

Leave a Comment