USEFUL YOJNA

વિધવા સહાય યોજના

  નિરાધાર વિધવા બહેનો સમાજમાં સમ્માનથી જીવી શકે તે માટે વિધવા બહેનોને આર્થિક મદદરૂપ થવાના ઉદેશ્ય સાથે ગંગા સ્વરૂપા યોજના અમલમાં મુકવામાં આવી છે. વિધવા સહાય યોજનાનું નામ બદલીને ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના કરવામાં આવ્યું છે. સહાયની રકમ? વિધવા વિદ્યાર્થીને દર મહીને લાભાર્થીના પોસ્ટ/બેંક ખાતામાં સીધા DBT  મારફતે 1250 રૂપિયા જમા કરવામાં આવે છે.  યોજનાની પાત્રતા? 18 વર્ષ કે તેથી વધારે ઉંમરની કોઈપણ નિરાધાર વિધવા મૃત્યુ પર્યંત લાભ મેળવી શકે છે.  BPL લાભાર્થી જેમની 40 વર્ષથી વધારે વય હોય તેવી વિધવા સ્ત્રીઓને આ યોજનાનો  લાભ મળી શકે છે.  વિધવા સહાય મેળવવા માટે ગ્રામ્ય સ્તરે કુટુંબની વાર્ષિક આવક 1,20,000 તથા શહેરી વિસ્તાર માટે 1,50,000ની જોગવાઈ સરકાર દ્વારા કરવામાં આવી છે.  ડોક્યુમેન્ટ? પતિના મરણનો દાખલો  આધારકાર્ડ  રાશનકાર્ડની નકલ  આવક અંગેનો દાખલો  વિધવા હોવા અંગેનો દાખલો  પુનઃ લગ્ન કરેલ નથી તે બાબતનું તલાટીનું પ્રમાણપત્ર  અરજદારની ઉંમર અંગેના પુરાવા  પાસપોર્ટ સાઈઝના બે ફોટા  બેંક અથવા પોસ્ટ પાસબુક  અરજી ફોર્મ ક્યા તથા કેવી રીતે ભરવું? ઓનલાઈન અરજીઓ બાબતની કામગીરી ગ્રામપંચાયત ખાતે "DIGITAL GUJARAT PORTAL" પરથી ઓનલાઈન અરજી કરવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે.  સૌ પ્રથમ Vidhva Sahay Yojana Form ની નકલ મેળવીને અરજી પર ગ્રામ પંચાયતના તલાટી પાસે સહી તથા સિક્કા કરાવીને VCE ને આપવું.  ગ્રામ પંચાયતના VCE દ્વારા Digital Gujarat Portal પર ઓનલાઈન એંટ્રી કરવામાં આવશે. હેલ્પલાઈન નંબર: 18002 335500  યોજના ચાલુ રાખવા માટેની શરતો? વિધવા લાભાર્થીઓને દર વર્ષે જુલાઈ માસમાં તેમણે પુનઃ લગ્ન કર્યા નથી તે અંગેનું તલાટીનું પ્રમાણપત્ર સંબંધિત મામલતદાર કચેરીમાં જમા કરાવવાનું રહેશે.  વિધવા સહાય યોજનાનો લાભ ચાલુ રાખવા હેતુથી લાભાર્થીઓએ કુટુંબની આવક અંગેનું પ્રમાણપત્ર દર ત્રણ વર્ષે જુલાઈ માસમાં જમા કરાવવાનું રહેશે.  અરજીનું સ્ટેટસ કેવી રીતે જાણવું? સૌ પ્રથમ લાભાર્થી અહીં ક્લિક કરો વેબસાઈટ ઓપન કરો.  NSAP વેબસાઈટ ખોલ્યા બાદ REPORT માં જવું  REPORTમાં beneficiary search, track and pay માં જવું.  ત્યારબાદ pension payment details માં જવું.  લાભાર્થી 3 રીતે પોતાની online application નું સ્ટેટસ જાણી શકશે.  sanction order no/application no  application name  mobile no.  રેશન કાર્ડ માટે અરજી કરવા અહીં ક્લિક કરો  

નિરાધાર વૃદ્ધ સહાય યોજના

યોજનાનો હેતુ ગુજરાત સરકાર રાજ્યમાં રહેતા નિરાધાર વૃદ્ધો, નિરાધાર અપંગો, કે નિરાધાર વ્યકિતોને સમાજમાં સન્માનભેર જીવન જીવી શકે તેમજ તેમને આર્થિક રીતે મદદરૂપ થાય તે હેતુથી “નિરાધાર વૃધ્ધોને રાજ્ય સરકારની આર્થિક સહાય યોજના’ અમલમાં મૂકવામાં આવેલી છે. જેથી નિરાધાર વૃદ્ધો લાભ લઈને પોતાનું જીવન ગુજરાન ચાલવી શકે. જેનો અમલ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના નિયંત્રણ હેઠળના સમાજ સુરક્ષા વિભાગ દ્વારા કરવામાં આવે છે. યોગ્યતા અરજદાર લાભાર્થીની ઉંમર ૬૦ (60) વર્ષથી કે તેથી વધુ હોવી જોઈએ. અરજદારને 21 વર્ષ કે તેથી વધુ વયનો પુત્ર ન હોવો જોઈએ.  દિવ્યાંગ અરજદારની ઉંમર 45 વર્ષથી વધુ અને દિવ્યાંગતા 75 %થી વધુ હોવી જોઈએ. લાભાર્થીનો જો પુત્ર 21 વર્ષ (પુખ્તવય) નો હોય પણ માનસિક અસ્થિર હોય કે કેન્સર, ટી.બી જેવી ગંભીર માંદગીથી પીડાતો હોય તો નિરાધાર વૃદ્ધોને રાજ્ય સરકારની આર્થિક સહાય યોજનાનો લાભ મળવાપાત્ર થાય. લાભાર્થી ઓછામાં ઓછા 10 (દસ) વર્ષથી વધુ ગુજરાત રાજ્યમાં કાયમી વસવાટ કરતા હોવા જોઈએ. આવક મર્યાદા આ યોજનાનો લાભ માટે લાભાર્થીની વાર્ષિક આવક શહેરી વિસ્તાર માટે 150,000 (દોઢ લાખ રૂપિયા) ગ્રામ્ય વિસ્તાર માટે 120,000 (એક લાખ વીસ હજાર) થી વધુ ન હોવી જોઈએ. ડોક્યમેન્‍ટ લાભાર્થીનો ઉંમર અંગેનો પુરાવો (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર-LC, જન્મનો દાખલો, મેડિકલ સર્ટિફિકેટ પૈકી કોઈપણ એક) આવક અંગેનું પ્રમાણપત્ર (Income Certificate) ગુજરાતમાં વસવાટ અંગેનું પ્રમાણપત્ર રહેઠાણનો પુરાવો (રેશનકાર્ડ/વીજળી બિલ/આધારકાર્ડ/ચૂંટણીકાર્ડ પૈકી કોઈપણ એક) આધારકાર્ડ(Aadhar card) લાભાર્થી દિવ્યાંગ હોય તો દિવ્યાંગતાનું પ્રમાણપત્ર (સિવિલ સર્જનનું સર્ટિફિકેટ) 21 વર્ષથી વધુ ઉંમરનો પુત્ર હોય, પરંતુ જો શારીરિક રીતે અપંગ હોય તો અપંગતાની ટકાવારી દર્શાવતું અસ્થિત વિષયક નિષ્ણાંત તબીબનું/TB કેન્‍સરથી પીડાતા હોય તો સિવિલ સર્જનનું પ્રમાણપત્ર અરજી સાથે રજૂ કરવું. 21 વર્ષથી વધુ ઉંમરનો પુત્ર ન હોય તેનું પ્રમાણપત્ર બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ મળવાપાત્ર લાભ લાભાર્થીની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ ઉંમર હોય તો માસિક રૂપિયા 750 (સાતસો પચાસ) DBT (Direct Benefit Transfer) દ્વારા લાભાર્થીને સીધા બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે. Viklang pension yojana(ASD) એટલે નિરાધાર અપંગોના નિભાવ માટેની આ યોજના છે. આ યોજના હેઠળ દિવ્યાંગ લાભાર્થીની ઉંમર 45 થી વર્ષથી વધુ અને દિવ્યાંગતા 75% થી વધુ હોય તો દર મહિને 750/- પેંશન સહાય પેટે આપવામાં આવશે. અરજી ક્યાં કરવી? અરજી પ્રક્રિયા-ઓનલાઈન (Digital Gujarat Portal) ગ્રામસ્તરે “e-gram કેન્‍દ્રો” મારફતે નિમાયેલા Village Computer Entrepreneur (VCE) દ્વારા નિરાધાર વૃદ્ધોને રાજ્ય સરકારની આર્થિક સહાય યોજનાની ઓનલાઈન અરજીઓ “digital gujatat portal website” પર કરવાની રહેશે. જેની અરજી દીઠ રૂપિયા 20/- (વીસ રૂપિયા) લેખે અરજદારને ચૂકવવાના રહેશે.        

પ્રધાનમઁત્રી જન આરોગ્ય યોજના(મુખ્યમંત્રી વાત્સ્લ્ય યોજના)

  આ યોજના હેઠળ ઘણા ગરિબ પરિવારો ને ખુબ જ મદદ મળેલ છે તેઓ તેમના સ્વજનો ને સરકારી કે ખાનગી દવાખાના મા તદન મફત સારવાર લઇ શકે છે. ફાયદાઓ સરકાર તરફ થી ગરીબ અને મધ્યમ વર્ગ ના પરિવારો ને 5 લાખ સુધી ની સહાય કેશલેશ મા પરિવાર દિઠ 5 લાખ રૂપિયા ની સહાય થી તેઓ ગુજરાત ની સરકારી અથવા ખાનગી હોસ્પિટલ મા કેશલેસ સારવાર તદન મફત મા લઇ શકે છે. યોગ્યતાઓ આ મુખ્યમંત્રી અમૃતમ “મા” યોજના નો લાભ ગુજરાત મા વસવાટ કરતા ગરીબી રેખા(BPL) નીચે જીવન જીવતા પરિવારો ને મળે છે. “મા વાત્સલ્ય” કાર્ડ યોજના નો લાભ મધ્યમ વર્ગ ના પરિવારો ને મળે છે કે જેઓ ની વાર્ષિક આવક 4 લાખ કરતા ઓછી છે તેઓ ને આ યોજના નો લાભ મળવાપાત્ર છે. “મા વાત્સલ્ય” યોજના નો લાભ સાલ 2018 થી ગુજરાત સરકાર આરોગ્ય શાખા મા કાર્યરત આરોગ્ય કર્મચારીઓ વર્ગ‌‌-3 ને અને આશા વર્કર(ASHA) બેહનો ને મળવા પાત્ર છે. આ યોજના નો લાભ જેઓ ની ઉમર 60 વરસ કરતા વધારે છે કે જેઓ સિનિયર સિટિજન મા આવે છે અને તેઓ ની વાર્ષિક આવક 6 લાખ કરતા વધારે છે.તેવા બધા લોકો ની આ યોજના નો લાભ મળવાપાત્ર છે. રાજ્ય ની કોઇ પણ શાખા મા ફિક્સ 5 વરસ મા નોકરી કરતા રાજ્ય સરકાર ના તમામ કર્મચારીઓ ને Maa Vatsalya Yojana નો લાભ મળવાપાત્ર છે. ગુજરાત મા જે તમામ માન્ય પત્રકારો છે તેઓ ને આ યોજના નો લાભ મળે છે આધારપુરાવા મા કાર્ડ માટે જે પરિવારો BPL મા આવતા હોઇ તેઓ ગામ ના તલાટીમંત્રી પાસે થી BPL નો દખલો રજુ કરવાનો રહેશ. બારકોડ વાળુ રેશનિંગ કાર્ડ (રેશનિંગ કાર્ડ મા વધુ મા વધુ 5 વ્યક્તિ નો સમાવેશ) આ યોજના નો લાભ કુટુંબ ના વધુ મા વધુ 5 વ્યક્તિઓ ને જ મળે છે. પરિવાર ની વાર્ષિક આવક નો દાખલો. પરિવાર મા જે 5 વ્યક્તિઓ ને લાભ આપવો હોઇ તેમના બધા ના આધાર કાર્ડ ની પ્રમાણીત નકલ. આશા બેહનો માટે જો તેઓ ગામડા મા ફરજ બજાવતા હોઇ તો તેમના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર  ના મેડિકલ ઓફિસર નુ પ્રમાણપત્ર. આશા બેહનો માટે જો તેઓ શહેરી વિસ્તાર મા ફરજ બજાવતા હોઇ તો તેઓ ના અર્બન હેલ્થ ઓફિસર નુ પ્રમાણપત્ર. રાજ્ય સરકાર મા ફરજ બજાવતા તમામ ફિક્સ કર્મચારીઓ વર્ગ-3 અને વર્ગ-4 ને તેઓ નુ નિમણૂક પત્ર અને સંબંધિત કચેરી ના વડા પાસે થી પ્રમાણપત્ર. પત્રકારો માટે તેઓ ને માહીતી વિભાગ દ્વારા માન્યતા પ્રાપ્ત કરેલ પત્રકાર તરિકે નુ પ્રમાણપત્ર આવક કેટલી જોઇશે? મુખ્યમંત્રી અમૃતમ “મા” યોજના માટે BPL વાળા પરિવારો ને લાભ મળે છે.જેમા આવક ની જરૂર હોતી નથી. “મા વાત્સલ્ય” યોજના માટે 4 લાખ ની વાર્ષિક આવક મર્યાદા છે.દાખલો ફક્ત 3 વર્ષ જ માન્ય રહેશે. માં કાર્ડ માટે અરજી કરો આ યોજના નો લાભ લેવા માટે ગામડા વાળા ને તેમના તાલુકા મા તાલુકા આરોગ્ય કચેરી પર જવાનુ હોઇ છે. જ્યા તેઓ બધા ડોક્યુમેંટ રજુ કરવાથી તેઓ ને ત્યા મા કાર્ડ કાઢી આપે છે. વધુ મા પ્રાથમિક આરોગ્ય કેંદ્રો/સામુહિક આરોગ્ય કેંદ્રો પર મા કાર્ડ માટે ના સેંટરો ઉભા કરવામા આવેલ છે.ત્યાથી પણ તમે મા કાર્ડ કાઢાવી શકો છો. દાખલાઓ ફોર્મ અને ફોટો  ચુંટણી કાર્ડની નકલ  રેશનકાર્ડની નકલ આધારકાર્ડની નકલ આવકનો દાખલો (વાત્સલ્ય કાર્ડ માટે રૂ.૩ લાખ કે તેથી ઓછી આવક) મહાનગરપાલિકાનાં BPL કાર્ડની નકલ (માં અમૃતમકાર્ડ માટે જ) કઈ બિમારી નો ઇલાજ થશે? કેંસર ની બિમારી માટે. હદય ને લગતી તમામ બિમારિઓ માટે(બાયપાસ સર્જરી, એંજિઓગ્રાફી,સ્ટેંટ-સ્પ્રિંગ બેસાડવા માટે) કિડ્ની સંબંધિત તમામ રોગો. મગજ ના અને કરોડરજ્જુ ના તમામ રોગો. ગંભીર અકસ્માત એન તેની ઇજાઓ માટે. નવજાત શિશુ ને કોઇ પણ રોગ માટે9(3 વર્ષ ની ઉમર સુધી જ) બળવુ કે દાજી જવાના કિસ્સા મા સારવાર.  

તબેલા લોન યોજના

યોજનાનું નામ - તબેલા લોન યોજના  તબેલા લોન યોજના ગુજરાતના એસ.ટી  જ્ઞાતિના નાગરિકોને લાભ આપવામાં આવે છે. ગુજરાતનાં જે પશુપાલક અને ખેડુતોને પોતાના ગાય-ભેંસનો વ્યવસાય કરે છે. તેમને આ લોન મળશે.  યોજનામાં મળવાપાત્ર સહાય લાભાર્થીને રૂપિયા 4 લાખ નું ધિરાણ મળશે. લાભાર્થીઓએ આ ધિરાણ મેળવવા કુલ ધિરાણના 10% પ્રમાણે ફાળો ભરવાનો  ધિરાણ વાર્ષિક 4 ટકાના દરે ભરવાનું હોય છે. પરત કરવાનો સમય તબેલા માટેની લોન હેઠળ જો લોન પરત ચૂકવવામાં વિલંબિત થશે તો 2% દંડનીય  આ લોનની પરત ચુકવણી 20 ત્રિમાસિક હપ્તામાં કરવાની રહેશે. નિયત સમય કરતા પહેલાં પણ લોનની ભરપાઈ કરી શકે છે. લોન માટેની પાત્રતા અરજદાર પાસે જાતિનું પ્રમાણપત્ર હોવું આવશ્યક છે. અરજદારની ઉંમર 18 વર્ષથી ઓછી અને 55 વર્ષથી વધુ ન હોવી જોઈએ. જેમની વાર્ષિક આવક રૂ. 1,20,000/- ગ્રામીણ વિસ્તાર માટે  રૂ. 1,50,000/- શહેરી વિસ્તાર માટે આ યોજનાનો લાભ મળશે. જરૂરી દસ્તાવેજો અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર (સક્ષમ અધિકારીનું ) અરજદારના રેશનકાર્ડની નકલબેંક ખાતાની પાસબુકઆધાર કાર્ડની નકલ અરજદાર દ્વારા સબમિટ કરેલ મિલકતનો પુરાવો (બિલ્ડીંગ દસ્તાવેજો અને પ્રોપર્ટી કાર્ડ જે તાજેતરના છે અને જમીનનો 7/12 અને 8-A અથવા બોજ વગરનો છે) ગેરેન્ટર-1ના 7-12 અને 8-A અથવા મકાનના દસ્તાવેજો અને પ્રોપર્ટી કાર્ડ જમીનદાર-1 દ્વારા રજૂ કરાયેલ મિલકત અંગે સરકાર દ્વારા મંજૂર કરાયેલ મૂલ્યાંકન મૂલ્યાંકન અહેવાલ જમીનદાર-2 દ્વારા રજુ કરેલ મિલકત અંગે સરકારે માન્ય કરેલ મૂલ્યાંકન મૂલ્યાંકન અહેવાલ બેલીફે રૂ.20/-ના સ્ટેમ્પ પેપર પર એફિડેવિટ એફિડેવિટ સબમિટ કરવાનું રહેશે. ફોર્મ સબમિશન લાભાર્થીએ પોતાની અરજીની માહિતી ઓનલાઈન ભરતી વખતે અરજીની વિગતો, અરજદારની મિલકતની વિગતો, લોનની વિગતો, બાંયધરી આપનારની વિગતો વગેરે દાખલ કરવાની રહેશે. જેમાં સ્કીમની પસંદગીમાં “ લોન સ્કીમ ફોર સ્ટેબલ ” પસંદ કરીને આગળની કોલમમાં લોનની રકમ ચૂકવવાની રહેશે . તમારે નક્કી કર્યા મુજબ મિલકતની વિગતો, બેંક ખાતાની વિગતો, અન્ય જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. તમામ વિગતો ઓનલાઈન ભર્યા બાદ, અરજીને ફરીથી ચેક કરીને સેવ કરવાની રહેશે. સેવ કરેલી એપ્લિકેશનનો નંબર જનરેટ થશે. જેની પ્રિન્ટ લેવી અને સાચવવી પડશે અદિજાતિ નિગમ ગુજરાતની સત્તાવાર વેબસાઇટ - અહીં ક્લિક કરો ઓનલાઈન અરજી કરો - અહીં ક્લિક કરો E-FIR એટલે શુ? મોબાઈલ કે વાહન ચોરાય તો શુ કરવુ? અહીં ક્લિક કરો          

ફૂડ પ્રોસેસિંગ પ્રોત્સાહત યોજના - ખાનગી માઈક્રો ફૂડ પ્રોસેસિંગ ઉધોગો માટે, એફ.પી.ઓ., સહકારી મંડળી, સ્વ સહાય જૂથો - મહત્તમ રૂા. ૩ કરોડ સુધીની સહાય, આજે જ અરજી કરો.

ફૂડ પ્રોસેસિંગ પ્રોત્સાહત યોજના - ખાનગી માઈક્રો ફૂડ પ્રોસેસિંગ ઉધોગો માટે, એફ.પી.ઓ., સહકારી મંડળી, સ્વ સહાય જૂથો - મહત્તમ રૂા. ૩ કરોડ સુધીની સહાય, આજે જ અરજી કરો. ખાનગી માઈક્રો ફૂડ પ્રોસેસિંગ ઉધોગો માટે ઉધોગદીઠ પાત્રતા ધરાવતા પ્રોજેક્ટ ખર્ચના ૩૫% (મહત્તમ રૂા.૧૦ લાખ સુધીની) સહાય, એફ.પી.ઓ., સહકારી મંડળી, સ્વ સહાય જૂથોને પ્રોજેક્ટ ખર્ચના ૩૫% (મહત્તમ રૂા. ૩ કરોડ સુધીની) સહાય,   યોજના અંતર્ગત આવરી લેવાયેલ પ્રોડક્ટસ ખેતરની ફરતે સોલાર ફેન્સીંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ/કીટ ખરીદીમાં નાણાંકીય સહાય આપવાની નવી યોજના - આજે જ અરજી કરો. ખુબ જ માર્યાદિત લોકોને આપવાની છે. ધાન્ય દાળ મિલ, ચોખા મિલ પાપડ, ખાખરા, રેડી ટુ કુક બેકરી (કૂકીસ, બિસ્કીટ), રેડો ટુ ઈટ, નમકીન   ફળ જામ, જેલી, જ્યુસ, અન્નાણાં, કેનિંગ પલ્ડિંગ, પ્યુરી, પેસ્ટ, પાવડર રેડી ટુ સર્વ રેડી ટુ ડ્રીન   શાકભાજી પાવડર, રેડી ટુ કુક ફ્રોઝન શાકભાજી   ડેરી પનીર, ચીઝ, માવો, આઈસ્ક્રીમ, પાવડર   મરી મસાલા મસાલા પ્રોસેસિંગ યુનિટ જેમ કે હળદર, મરચાં   તેલીબિયાં  તલની ચીકી, સીંગની ચીકી, કચરિયું, ખાધ તેલ, પીનટ બટર   મરીન પ્રોડક્ટ્સ માછલીના અથાણાં, ઝીંગાનો ચાણાં, પાવડર ફોઝના વગેરે શું આપના ગામમાં સરકારી માપણી માટે ડ્રોન ફ્લાઇટ કરવામાં આવેલ? તો વધુ માહિતી માટે વાંચો... સ્વામિત્વ યોજના- ગ્રામ્ય વિસ્તારોના મિલકત કાર્ડ તૈયાર કરવા - આ યોજનાના અનેક ફાયદા છે .. વાંચો મૂલ્યવર્ધન થતી બધી ખાધ પ્રોડક્ટ્સ આ યોજનામાં આવરી લેવામાં આવશે.   વધુ માહિતી માટે સંપર્ક કરો : ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિ., ગુજરાત રાજ્ય અન્ન, પુરવઠા નિગમનું વહીવટી સંકુલ, ચ-રોડ, સેકટર-૧૦/એ, ગાંધીનગર-૩૮૨૦૧૦ (ગુજરાત)  મુંજવતા પ્રશ્નો હોય તો ફોન કરીને માહિત લો. :  ફોન નં. ૬૩૫૯૦૧૧૨૯૪/૫, ૦૭૯-૨૩૨૪૦૨૦૮ ઓનલાઈન અરજી કરવા માટે www.pmfme.mofpi.gov.in આ વેબસાઈટ વિઝિટ કરો E-mail : [email protected] Website : www.gaic.gujarat.gov.in સગા - સંબંધી અને મિત્રો સાથે સેર કરો જેથી આ યોજનાનો એ લાભ લઇ શકે.

ખેતરની ફરતે સોલાર ફેન્સીંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ/કીટ ખરીદીમાં નાણાંકીય સહાય આપવાની નવી યોજના

ખેડૂતોના ખેતરના ખેતપાકોના રક્ષણ માટે રાજ્ય સરકાર તરફથી સોલાર કેન્સીંગ યોજના તારીખ ૧૭-૦૯-૨૦૪થી ૯-૧૦-ર૦રર સુધી આ યોજનાનો લાભ લેવા અરજી કરી શકાશે નોંધ - કાંટાળી તારની વાડ બનાવવા માટે લાભ ન લીધો હોય એ ખેડૂતને મળવાપાત્ર રહેશે. કાટાંળી તારની વાડ બનાવવા માટે જે ખેડુતો લાભ લીધેલ હોય તે ખેડુતોને આ સોલાર પાવર યુનિટ/કીટ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે નહિ.  1) સોલાર પાવર યુનિટ/કીટ ખરીદી માટે ખાતેદાર ખેડૂતને કુલ ખર્ચના ૫૦ % અથવા રુ. ૧૫,૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે.  2) ખેડૂતોએ પોતાની રીતે ખુલ્લા બજારમાથી નિયત થયેલ ગુણવત્તા વાળી કિટની ખરીદી કરી શકશે.  3) લક્ષ્યાંકની મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે.  4) સદર કીટ માટે ૧૦ (દશ) વર્ષે એક વખત સહાય મળવાપાત્ર રહેશે. યોજનાનો લાભ લેવા માટે આઈ - ખેડૂત પોર્ટલ પર જવું  વિઝિટ : Click here to visit ikhedut portal