*વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક્ઝામ વોરિયર (Exam Warriors) પુસ્તક વિશે જાણીએ 

 

 

*તાજેતરમાં આપની આસપાસ બનેલી ઘટનાઓથી આપડે વાકેફ છીએ...!!!*

 

૧. મેહસાણાનો એક વિદ્યાર્થી પરીક્ષાના પરિણામના ભયથી ઘર છોડી ભાગી ગયો.

 

૨. નવેમ્બર ૨૦૨૨,અમદાવાદ ધોરણ ૧૨માં ભણતી ૧૭ વર્ષીય વિધાર્થિનીએ આત્મહત્યા કરી.

 

૩. એપ્રિલ ૨૦૨૨,ગયા વર્ષે સૌરાષ્ટ્રમાં પ્રિયંકા,ધોરણ ૧૦ ની વિદ્યાર્થિની અને એના જેવા બીજા ૧૪ વિધાર્થીઓએ પરીક્ષાના તણાવને કારણે આત્મહત્યા કરી.

 

૨. JEE - NEET ના વિદ્યાર્થીઓ સૌથી વધુ તણાવ અનુભવતા હોય છે.

 

૩.. ગયા વર્ષના રાષ્ટ્રીય ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના ડેટા અનુસાર દર વર્ષે ૨૫૦૦ લોકો પરીક્ષાના ભયના કારણે આત્મહત્યા કરે છે.

 

૪. ૨૦૧૪-૨૦ ના છેલ્લા ૭ વર્ષમાં પરીક્ષાના તણાવના કારણે દેશમાં ૧૨,૫૮૨ આત્મહત્યાની ઘટનાઓ નોંધાઈ છે.

 

 

 *આવી ઘટનાઓ પાછળ કારણ શું છે?*

 *આ સમસ્યાનું સમાધાન શું છે ?*

 

 • શિક્ષણ જીવનને ઉજ્જવળ બનાવવા માટે છે પણ જ્યારે શિક્ષણ જ જીવન ટૂંકાવાનું કારણ બની જાય ત્યારે માતા - પિતા અને સમાજના બુધ્ધિજીવી લોકોએ આ બાબતે અવશ્ય વિચારવું જોઈએ.

 

 • કેટલાક કારણો જેવાકે...
 • સ્પર્ધા
 • પોતાની રુચિ ન હોય એવા વિષય કે ક્ષેત્રમાં કાર્ય
 • આંતરિક મનોબળની નિર્બળતા
 • સોશિયલ મીડિયાનું વળગણ જેના કારણે કાલ્પનિક દુનિયામાં રાચતા હોય છે.
 • ગેમિંગની આદત-એકાગ્રતા નો અભાવ 
 • તથા અન્ય ઘણા બધા કારણો જેના વિશે પછી વાત કરીશું...

 

 

*વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક્ઝામ વોરિયર (Exam Warriors) પુસ્તક દ્વાર એક નવો પ્રયોગ શરૂ કરાયો છે.* ✍️

 

 • ખાસ કરીને આ પુસ્તક ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ, જે વધુ પડતા તણાવ માં હોય છે તેમને વધુ ઉપયોગી બની રહે એમ છે.

 

 • આ પુસ્તક એ ફક્ત વાંચવાનું નથી કે એમાં કોઈ મોટીવેશનલ વાતો પણ નથી,પરંતુ એમાં કામ કરવાનું છે.

 

 • એમાં અલગ અલગ મોડ્યુલ/ મંત્ર આપેલા છે.જેમાં વિદ્યાર્થીએ એ ટાસ્ક પૂરો કરવાનો રહે છે. 

 

 •  મનોવિજ્ઞાન શાસ્ત્રીઓ એવું કહે છે કે જ્યારે વ્યક્તિ પોતાના અંતકરણ ના ભાવ અને વિચારોની અભિવ્યક્તિ નથી કરી શકતો ત્યારે એકલતા,તણાવ અને એંજાયટી,ડિપ્રેશન જેવી સમસ્યાઓનો ભોગ બને છે.?

 

 

Exam warriors માં અલગ અલગ ૨૫ મોડ્યુલ જેને મંત્ર નામ આપ્યું છે. જેવા કે 

 

૧. પરીક્ષા એ એક ઉત્સવ

૨. પરીક્ષા એ તમારી વર્તમાન તૈયારીને દર્શાવે ન કે તમારા વ્યક્તિત્વની તો આનંદ માં રહો

૩. Be warrior not a worrier

૪. પોતાની જાત સાથે સરખામણી કરો નહિ કે અન્ય સાથે.

૫. it is your time-make the most of it

૬. તમારા શ્રેષ્ઠ પ્રયત્નો કરો અને પૂરતો આરામ કરો

૭. પોતાની જાતને શોધો

૮. એક યાત્રા પૂરી થાય તો બીજી શરૂ થાય છે.

 

 

 • ઉપરોક્ત મોડ્યુલમાં દરેક વિદ્યાર્થીએ પોતાના વિચારો લખવાના છે અને પોતાના માતા પિતા સાથે વહેંચવાના રેહતાં હોય છે.

 

 • આમાં માતા પિતા માટે પણ મોડ્યુલ આપેલ છે જેમાં તેઓ પોતાના વિચારો અને સૂચન અન્ય વિદ્યાર્થીઓ અને તેમના માતા પિતા સાથે વેહચી શકે છે.

 

 • આપ મોબાઈલ એપ્લિકેશન દ્વારા પોતાના પૂરા કરેલ ટાસ્કને અપલોડ કરી શકો છો તથા અન્ય વિદ્યાર્થીઓના વિચારોને પણ જાણી શકો છો. 

 

 • અગાઉ જણાવ્યા અનુસાર જયારે વિદ્યાર્થી પોતાની મુંજવણ અને સમસ્યાઓને બાકી લોકો સાથે વહેંચશે ત્યારે તે ચિંતાથી મુક્ત બનશે

 

 • આ એપ્લિકેશન દ્વારા વિદ્યાર્થી જાણશે કે બીજા વિદ્યાર્થીઓ પણ પોતાના જેવીજ સમસ્યાઓ અને મુશ્કેલીનો સામનો કરે છે ત્યારે તેની એકલતા દૂર થશે અને વધુ મહેનત કરવા પ્રેરાશે

 

 • આમ,ચિંતા મુક્ત અને સ્વસ્થ મનોસ્થિતિ સાથે વિદ્યાર્થી પરીક્ષામાં સારું પ્રદર્શન કરી શકે છે.

 

 • અન્ય એક ભાગમાં મહાપુરુષોના વિદ્યાર્થી જીવનના કેટલાક રસપ્રદ પ્રસંગો ટાંકવામાં આવ્યા છે.

 

 

 

 *મોબાઈલ એપ્લિકેશન*

Narendra Modi - Exam warriors

 

૧. એપ્લિકેશન ડાઉનલોડ કરી પોતાના મોબાઈલ નંબરથી રજિસ્ટ્રેશન કરો 

 

૨. EXAM WORRIES મેનુ પર ક્લિક કરો 

 

૩. જેમાં વિદ્યાર્થીઓ અને માતા - પિતા માટે પણ કેટલાક ટાસ્ક તમને દેખાશે 

 

 

 

 

 

 

 

 

Comments

Leave a Comment