BLOGS

સમાન નાગરિક સંહિતા - Uniform civil code

તાજેતરમાં રાજ્યસભામાં યુનિફોર્મ સિવિલ કોડ(સમાન નાગરિક સંહિતા)ને રજૂ કરતું બિલ રજૂ કરાયું જેનો વિરોધ પક્ષે વિરોધ કર્યો હતો.   તો આજે જાણીએ સમાન નાગરિક સંહિતા વિશે થોડું જાણીએ.   કાયદો એટલે શું? કાયદો એટલે નિયમો અને વિધિનો સમૂહ જે ચોક્કસ ભૌગોલિક ક્ષેત્રમાં રેહતા લોકોને ન્યાય આપવા માટે બનાવવામાં આવ્યો હોય.   બંધારણના અનુચ્છેદ ૪૪ માં રાજ્યને સૂચન કરવામાં આવ્યું છે કે રાજ્યની સુખાકારી માટે રાજ્ય સમાન નાગરિક સંહિતા દાખલ કરવા પ્રયત્ન કરશે.     કાયદાના મોટા સ્વરૂપે બે ભાગમાં સમજી શકાય છે Civil law Criminal law   ભારતમાં criminal law બધાજ નાગરિકો માટે સમાન છે.જેમાં ચોરી,હત્યા,હુમલો,બળાત્કાર જેવા ગુનાઓનો સમાવેશ થાય છે.જે indian pinal code(IPC) અને criminal procedure code(CrPC) અન્વયે કાર્યરત છે.   પરંતુ Civil law જેમાં લગ્ન,વારસાઈ,બાળકોની કસ્ટડી,છૂટાછેડા જેવા વિષયોનો સમાવેશ થાય છે. ભારત માં સામાજિક અને ધાર્મિક વિવિધતાને જોતા આ કાયદો એક સમાન નથી.    આના ઇતિહાસને જોતા બ્રિટિશ સરકારે ૧૮૩૫માં કાયદાનું કોડીફિકેશન કરવાની શરૂઆત કરી હતી પરંતુ ભારતની ધાર્મિક વિવિધતાને જોતા હિન્દુ - મુસ્લિમ પર્સનલ લૉ નો તેમાં સમાવેશ નોહતો કર્યો.    ત્યારબાદ ૧૯૪૧માં બી એન. રાઓ સમિતિની રચના થઈ જેને હિન્દુ,બૌધ્ધ,જૈન અને શીખ સમુદાય માટે એક સમાન પર્સનલ લો ની રચના કરી અને જેમાં સમયાંતરે સુધારા થતા આવ્યા છે પરંતુ મુસ્લિમ પર્સનલ લો જે શરિયત ના કાયદા અનુસાર ઘડાયેલ છે તેમાં હજુ સુધી કોઈ સુધારા કરવામાં આવ્યા નથી.   વર્તમાન સમયે ભારતમાં હિન્દુ,મુસ્લિમ,ખ્રિસ્તી સમુદાય માટે અલગ અલગ પર્સનલ લો છે.   સમાન નાગરિક સંહિતા શું છે ?   દેશના બધા જ નાગરિકો માટે એક સમાન સિવિલ લો જેમાં વ્યક્તિગત ધર્મ અને શ્રદ્ધાના આધારે કોઈ ભેદભાવ નહિ.કાયદાની સમક્ષ સૌ સમાન સિદ્ધાંતના આધારે તેને જોવામાં આવે છે.    માનનીય સર્વોચ્ય ન્યાયાલયે શાહ બનો કેસ, સરલા મુદગલ કેસ જેવા કેસોના ચુકાદામાં પણ સરકારને સમાન નાગરિક સંહિતા લાગુ કરવા આદેશ આપેલ છે.આ ઉપરાંત નિયમિત રીતે સરકાર દ્વારા રચિત કાયદા સમિતિ(law commission) ને પણ આ સંદર્ભે સૂચન કરેલ છે.   ભારત માટે કેમ મહત્વનું ?   સમાન નાગરિક સંહિતા સમાજના સંવેદનશીલ વર્ગ મહિલાઓ તથા અન્યોને ન્યાય આપવામાં સહાય રૂપ બની શકે છે. જેમકે ત્રિપલ તલાક કાયદાઓ મુસ્લિમ મહિલાઓની વ્યક્તિગત સ્વતંત્રતા અને સ્વમાન પર કલંક સમાન હતો.,બહુપત્નીત્વ નો રિવાજ મહિલાઓને આશ્રિત અને લાચાર બનાવે છે.   સમાન નાગરિક સહિતા  સમગ્ર દેશમાં એકતા અને રાષ્ટ્રિય એકત્વનો ભાવ જગાડવામાં પુરક બની શકે છે.દેશના બધા નાગરિકો કાયદા સમક્ષ સમાન જેમાં ધર્મ અને વ્યક્તિકત સંપ્રદાયને કારણે કોઈ ભેદભાવ નહિ.   વૈશ્વિકરણના યુગમાં ભારતીય સમાજની રૂઢિગત અને સમયની સાપેક્ષ અનુકૂળ ન હોય તેવી પ્રથાઓ જે દેશના આર્થિક અને સમાજિક વિકાસમાં અવરોધ રૂપ છે તેના નિવારણ માટે આ કાયદો સહાય રૂપ   કાયદાનું સરળીકરણ થતા ન્યાયાયિક પ્રક્રિયા ઝડપી બની શકે છે.એક રિપોર્ટ અનુસાર civil કેસો ને લઈ રાજ્યોની ઉચ્ચ ન્યાયલયમાં ૪.૬૪ બિલિયન અને જિલ્લા ન્યાયલયમાં ૩૧ મિલિયન કેસ લંબિત છે.     સમાન નાગરિક સંહિતા વિશે કેટલાક ભ્રમ.   આ કાયદા દ્વારા બહુ સંખ્યક સમાજ દ્વારા અલ્પસંખ્યક સમુદાય પર પ્રભુત્વ સ્થાપિત કરવાનો પ્રયત્ન કરવામાં આવશે.   ભારત વિવિધતાનો દેશ છે,ત્યારે દેશના વિવિધ સમુદાયની સાંસ્કૃતિક અને ધાર્મિક વિવિધતા પર આ કાયદો સંકટ બનશે.   બંધારણ દ્વાર આપયેલ ધાર્મિક સ્વતંત્રતા ના અધિકારનું ઊલ્લઘન કર્યું ગણાશે.     તથ્ય અને કાયદાનો ઉદ્દેશ્ય :    કાયદાનો ઉદ્દેશ ધાર્મિક સમુદાયોમાં સંવેદનશીલ વર્ગોની જે ઉપેક્ષા થતી હતી તેનું નિવારણ કરવાનો છે.   સમયની સાથે રૂઢિગત થયેલી માન્યતાઓ અને પ્રથાઓને નવું અને સર્વ સ્વીકાર્ય વ્યવહારિક સ્વરૂપ આપવા માટે.   આમુખમાં ઉલ્લેખીત બિનસાંપ્રદાયિક રાષ્ટ્રના મૂલ્યને સ્થાપિત કરવા હેતુ, દેશના બધા નાગરિકોમાં માટે સમાન કાયદો હોય એ જરૂરી.   આ કાયદા દ્વારા મહિલાઓને ધાર્મિક રૂઢિગત માન્યતાઓને આધારે જે અન્યાય થતો હતો તેને દૂર કરવો,જેમ કે મુસ્લિમ મહિલાઓને મસ્જિદમાં પ્રવેશ પર પ્રતિબંધ,ખ્રિસ્તી ધર્મમાં મહિલાઓને કેટલીક પરિસ્થિતિઓમાં જે ભેદભાવ થતો હતો એને દૂર કરવા માટે,હિન્દુ ધર્મમાં લગ્ન અને મહિલાઓને વારસાઈ હક સંબંધિત જે જટિલતા હતી તેના સરળીકરણ માટે.          

મતદાન બાબતે તમારો મત શું છે ?

અમેરિકન રાષ્ટ્રપતિ John F. Kennedy એ પોતાના એક ઐતિહાસિક ભાષણમાં સમગ્ર દેશ વાસીઓને રાષ્ટ્ર હિતમાં પોતાનું યોગદાન આપવા હાકલ કરતા કહ્યું હતું કે " Ask not what your country can do for you -- Ask what you can do for your country" (એમ ન પૂછો કે દેશ તમારા માટે શું કરી શકે છે ,એમ પૂછો કે તમે દેશ માટે શું કરી શકો છો)   આ પ્રશ્ન આપણે માટે પણ અત્યારે એટલું જ મહત્વ ધરાવે છે. આજે મતદાન દ્વારા આપણને પણ દેશ અને સમાજ માટે કઈક કરવાની સુનેરી તક આપણને મળી છે તો ક્ષણનો પણ વિચાર કર્યા વિના યોગ્ય ઉમેદવારને પોતાનો મત આપવાનો મત બનાવીએ.   ઉમેદવારીની પસંદગીની વાત આવે ત્યારે આપડે સૌ સમક્ષ વિકટ પ્રશ્ન ઊભો થાય છે કે કોને પસંદ કરવો. વર્તમાન ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં BJP, કોંગ્રેસ,અને AAP આ ત્રણ રાજકીય પક્ષો આપણી સમક્ષ પોત પોતાના ચુંટણી લક્ષી વાયદા અને વચનો સાથે ઉપસ્થિત છે.  તો કોને મત આપવો જોઈએ ?   એક સમાજસેવી સંસ્થાના વડાએ ખૂબ સરસ વાત કરી હતી કે, મહાભારતના યુધ્ધ પૂર્વે યાદવોની સભા ભરાઈ હતી અને એમની સમક્ષ વિકટ પ્રશ્ન હતો કે યુધ્ધમાં કોનો પક્ષ લેવો કૌરવોનો કે પાંડવોનો,તો સભાએ બંને પક્ષ - કૌરવો - પાંડવોના વિવિધ પાસા વિશે ચર્ચા કરી. કોઈએ કહ્યું કે માન્યું કે કૌરવો સારા નથી કુકર્મી અને અનૈતિક છે તો પાંડવો પણ ક્યાં દૂધના ધોયેલા છે - પોતાની પત્નીને હોડમાં મૂકવી એ ક્યાંનો ન્યાય. યાદવોની સભા બે પક્ષે વહેચાઈ ગઈ કોનો પક્ષ લેવો એ નક્કી નોહતુ થઈ શકતું. શ્રી કૃષ્ણે જણાવ્યુકે આ ધર્મ યુધ્ધ છે જેમાં વ્યક્તિના સારા નરસા ગુણોને એક ક્ષણ માટે કિનારે મૂકતા એ વિચારવાનું કે ધર્મના પક્ષે કોણ છે અને અધર્મના કોણ. પછી પોતાનો નિર્ણય કરો.   શ્રી કૃષ્ણની આ વાત આજે આ પરિસ્થિતિમાં આપણા માટે પણ એટલીજ યથાર્થ સાબિત થાય એમ છે. આપણી સમક્ષ જ્યારે આ ૩ ત્રણ રાજકીય પક્ષોના વિકલ્પ છે ત્યારે વિચારવાનું કે   ધર્મના પક્ષે કોણ છે?   દેશ અને સમાજ હિતમાં કોણ?  રાષ્ટ્ર જીવનના વિવિધ અંગો - મહિલાઓ, અનુસૂચિત જાતિ અને જનજાતિ સમુદાય,દિવ્યાંગ, વૃદ્ધો તથા અન્ય સર્વે લોકોને સમાવીને સૌના સર્વાંગી વિકાસની નીતિ અને યોજના કયા પક્ષ પાસે છે ?.  કયા પક્ષ પાસે લાંબા ગાળાની સુદઢ આર્થિક વિકાસની નીતિ અને લક્ષ્યાંક છે. કયા પક્ષ પાસે મજબૂત અને દૂરંદેશી નેતૃત્વ છે. કયા પક્ષનું આંતરિક સંગઠન મજબૂત અને પારદર્શી છે.   ચૂંટણીમાં લોકપ્રતિનિધિઓ પાસે બધાને અપેક્ષાઓ હોય છે. પ્રજાને ચૂંટાયેલી સરકારના પ્રતિનિધિઓ પાસેથી સર્વાંગી વિકાસના કામ લેવાના, જવાબ માંગવાના હકો અને અપેક્ષાઓ હોય છે. લોકપ્રતિનિધિએ પોતાના ક્ષેત્રમાં નાગરિકોને સુવિધા અને સુરક્ષા પ્રદાન થાય, શિક્ષણ અને રોજગાર મળી રહે તેવી અનેક ફરજો બજાવવાની હોય છે.    એકવીસમાં સદીમાં સૌથી મહત્વનું એ કે જ્ઞાતિ આધારિત રાજકારણમાંથી ઉપર ઉઠીને વિકાસ આધારિત નેતૃત્વ પસંદ કરવાનો ભાવ કેળવીએ તો જ આપણે લાયકાતવાળા, પ્રતિબદ્ધ, પ્રતિભાશાળી અને સક્ષમ લોકપ્રતિનિધિ પસંદ કરી શકનારા સક્ષમ નાગરિકો ગણાઈ શકીએ.   રાજકારણમાં આપણી પાસે Available best નો વિકલ્પ હોય છે.અર્થાત જે ઉમેદવારો છે એમાંથી જ કોઈ એક સૌથી યોગ્ય છે એને પસંદ કરવાનો રહે છે. જો આપણે NOTA નો વિકલ્પ પસંદ કરીએ છીએ તો આપણે Available best ઉમેદવારને પણ અવગણી પરોક્ષ રીતે અયોગ્ય ઉમેદવારને પોતાનો મત આપીએ છીએ.   જયારે સમગ્ર વિશ્વ સંકટ પૂર્ણ સમયમાં થી પસાર થયું રહ્યું હોય ત્યારે આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સમસ્યાઓ વચ્ચે કોઈ પણ રાજકીય પક્ષના નૈતિક આચરણના માર્ગમાં અવરોધો આવે એ સહજ છે, પણ હાલ ભારત જ્યારે G 20 સમૂહનું નેતૃત્વ કરી રહ્યું છે જે આપડા સૌના માટે ગૌરવની વાત છે. જે આગામી વર્ષ 2030 સુધીની દેશના વિકાસની નીતિ ઘડશે. આ બધા પાસા વિચારી આપડે પણ રાષ્ટ્રવાદી બનીએ અને Available best ઉમેદવારને પસંદ કરીએ.   તો આવો આપણે ૧૦૦ ટકા મતદાન કરીએ અને કરાવીઍ.   મારો મત રાષ્ટ્રહિતમાં મારો મત ભારતીય સંસ્કૃતિને મારો મત દેશના વિકાસમાં મારો મત સમરસ સમાજને મારો મત ભારતને વિશ્વ ગુરુ બનાવવા. મારો મત ભારત માતાના ચરણોમાં.      

મારો મત તો રાષ્ટ્રહિતમાં અને તમારો ?

ગુજરાત વિધાનસભા ચુંટણી ૨૦૨૨ ના પ્રથમ તબક્કાના મતદાન ના આંકડા જાહેર થયા    ગુજરાતમાં૨૦૦૭ની ચૂંટણીમાં ૬૦ ટકા, ૨૦૧૨માં ૭૨ ટકા અને ૨૦૧૭માં ૬૯ ટકા મતદાન થયું હતું.    સામાન્ય રીતે જોતાં આગાઉ ની ચુંટણી કરતા મતદાન ઘટયું છે.સુવિધાઓ અને જાગૃતતા વધી હોવા છતાં પણ મતદાનમાં આ ઘટાડો સમાજની શિક્ષિત,સભ્ય અને સજ્જન શક્તિની નિષ્ક્રિયતા દર્શાવે છે.   સમાજને અને રાષ્ટ્રને દુર્જનો કરતા સજ્જન શક્તિની નિષ્ક્રિયતા એ વધુ નુકસાન પોહચાડ્યું છે.   મહાભારતના પ્રસંગ સૌને જ્ઞાત છે. કૌરવોની સભામાં દ્રૌપદીના વસ્ત્રાહરણ સમયે ભીષ્મપિતામહ,ગુરુ દ્રોણ, ધૃતરાષ્ટ્ર, માતા ગાંધારી જેવા વિદ્વવાન અને વિવેકી વ્યક્તિઓ પોતાની વ્યક્તિગત મર્યાદા અને મોહને વશ થઈ એ અધર્મને ન રોકયું જેનું પરિણામ કુરુક્ષેત્રના મેદાનમાં આવ્યું.   આપણી સમક્ષ પણ મતદાન કરી પોતાના વિવેક,સમજદારી અને દૂરદર્શિતા દર્શાવાની તક છે.યોગ્ય લોપ્રતિનિધીને મત આપી આપણી ફરજ નિભાવીએ.   આપણા વ્યક્તિગત મતભેદ અને દ્વેષ ને કિનારે કરી સંપૂર્ણ ભારતવર્ષના ઉત્કર્ષ અને ભારત માતાના ચરણોમાં પોતાનું ઋણ ચૂકવવાના ભાવ સાથે રાષ્ટ્રહિતમાં મતદાન કરીએ.આવો ૧૦૦ ટકા મતદાન કરીએ અને કરાવીએ.   સ્વસ્થ લોકશાહી અને લોકપ્રિય સરકાર તથા પ્રજાના હક્કોનું જતન ૧૦૦ ટકા મતદાનથી જ પૂર્ણ થાય. શું આપણે આ ચૂંટણીમાં ગુજરાતના ઈતિહાસની બધી ચૂંટણીઓના મતદાનનો રેકોર્ડ તોડવાનો સંકલ્પ ના કરી શકીએ ?     નોંધ - મોંઘેરું મેહોણા ગ્રુપ કોઈ રાજકીય પક્ષને સમર્થન આપતું નથી.અમારો એક માત્ર ઉદ્દેશ જનજાગૃતિ થકી જનહિત જ છે. આભાર    ફોટો - સૌજન્ય TV9 

આવો મતદાન કરીએ ,મતનું મૂલ્ય સમજીએ.

તમારો એક મત ચમત્કાર સર્જી શકે છે ૧૯૯૮માં યોજાયેલ ૧૨મી લોકસભાની ચૂંટણીનો દિવસ હતો. દિલ્હીના એક ચૂંટણી બૂથ ઉપર લાગેલી કતારમાં એક મતદાતાને ઊભેલા જોઈ તમામ લોકો આશ્ચર્યમાં પડી ગયા. એ મતદાતા હતા દેશના પ્રથમ નંબરના નાગરિક તત્કાલીન મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી કે. આર. નારાયણન્. તેઓ સામાન્ય મતદારની માફક જ કતારમાં મત આપવા ઊભા હતા. વળી તેઓશ્રી એકલા ન હતા, તેમની સાથે તેમનાં પુત્રી ચિત્રા પણ હતાં. એક પત્રકારે અહોભાવપૂર્વક તેમને પ્રશ્ન પૂછ્યો, તો તેના જવાબમાં તેમણે કહ્યું કે, મત અતિ કીમતી છે. મતદાન દરેક નાગરિકનો ધર્મ છે. હું મારો નાગરિક ધર્મ નિભાવી રહ્યો છું.   પણ પ્રશ્ન એ થાય છે કે મત કીમતી શા માટે છે ? મતની કિંમત શું? આ સમજવા માટે એક બીજા પ્રશ્નને સમજવો જરૂરી છે કે જીત અને હાર વચ્ચેનું અંતર કેટલું ? તો જવાબ મળે છે કે જીત અને હાર વચ્ચેનું અંતર માત્ર એક જ મતનું છે અને તે કારણે જ ચૂંટણીમાં મત અતિમૂલ્યવાન છે. એક વોટની કિંમત આમને પૂછો. ઉમરેઠ તાલુકાના ભાલેજ ગામની પંચાયતની બેઠક ઉપર કૉંગ્રેસના વારીસમિયાં ઠાકોર અને ભાજપના જહીરમિયાં ઠાકોર વચ્ચે ખરાખરીનો જંગ હતો. બંને ઉમેદવારો એક જ જ્ઞાતિના હતા અને તેઓના આ વૉર્ડમાં તે જ જ્ઞાતિ સમુદાયના મત વધારે હતા, જેના કારણે બેઠક ઉપર કોણ હારશે ને કોણ જીતશે તેની ચર્ચાઓ પણ ખૂબ થતી હતી, પણ જ્યારે પરિણામ આવ્યું ત્યારે સૌને આશ્ચર્ય થયું. ભાજપના જહીરમિયાં ઠાકોરને ૧,૨૫૦ અને કૉંગ્રેસના વારીસમિયાં ઠાકોરને ૧,૨૪૯ મત મળ્યા હતા. ભાજપના જહીરમિયાંનો એક મતે વિજય થયો.   વર્ષ ૨૦૧૦. ભટોલી જદીદ પંચાયતના સરપંચની ચૂંટણી યોજાઈ. બે મહિલા નીતુ શર્મા અને પૂનમ શર્મા વચ્ચે અહીં બરાબરીનો જંગ થયો. ચૂંટણી યોજાઈ અને પરિણામ પણ આશ્ચર્યજનક રહ્યું. મતગણતરીમાં પૂનમ શર્મા માત્ર એક વોટથી જીતી રહ્યાં હતાં. સ્થિતિને જોઈને ચૂંટણી અધિકારીએ એકવાર નહિ, દસવાર મતોની ગણતરી કરી, પણ પૂનમ શર્મા માત્ર એક મતથી જ જીતી રહ્યાં હતાં. અંતે પૂનમ શર્માને વિજેતા ઘોષિત કરાયાં. માત્ર એક વોટથી નીતુની હાર થઈ. ૧૯૯૮માં બીજેપીના સોમ મરાન્ડી બિહારની રાજમહલ સંસદીય બેઠક પર માત્ર ૯ મતે જીત્યા હતા. તેવી રીતે ૧૯૮૯માં કૉંગ્રેસના રામકૃષ્ણ આંધ્રની અનાકપલ્લી સંસદીય બેઠક ૯ મતે જીત્યા હતા. ૧૯૯૬માં વડોદરાની બેઠક ભાજપના જીતુભાઈ સુખડિયા માત્ર ૧૭ મતે હાર્યા હતા.  તમને યાદ છે ? ૧૯૯૯માં પાર્લામેન્ટમાં અટલજીની સરકાર માત્ર એક મતથી પડી ગઈ હતી. આ સમયે ભાજપની સરકાર સામેના અવિશ્વાસના પ્રસ્તાવમાં ૨૭૦ મત પડ્યા, જ્યારે એ પ્રસ્તાવની સામે ૨૬૯ મત પડ્યા હતા. જયલલિતાએ અટલજીને એક વોટ ન આપ્યો અને આમ એક મતથી આખેઆખી સરકાર પડી ગઈ હતી. જોકે ચંદ્રશેખરે પાછળથી પશ્ચાત્તાપ કરતાં નિવેદન કરેલું કે મને ખબર હોત કે ૧ મતથી સરકારનો પરાજય થવાનો છે તો હું મત વિરોધમાં ન આપત. ઉપર જે લખી એ જ ચૂંટણીની એક બીજી વાત પણ છે, જે એક મતનું મૂલ્ય સમજાવે છે. ૧૯૯૯માં માત્ર ૧ મત ઓછો મળવાને કારણે અટલજીની સરકાર પરાજિત થઈ. અટલજીને રાજીનામું આપવું પડ્યું. ઑક્ટોબર, ૯૯માં ફરીથી ચૂંટણી થઈ, પણ આ બિનજરૂરી ચૂંટણીનો દેશને માથે કેવડો મોટો બોજો પડ્યો તેની આપને ખબર છે? રૂ. ૨,૦૦૦ કરોડ. આમ ૧ મતની કિંમત રૂ. ૨,૦૦૦ કરોડ છે.   અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ આજે દુનિયાભરમાં છે. આ પ્રભુત્વ પણ એક વોટના કારણે જ તેને મળ્યું છે. અમેરિકામાં જર્મન ભાષા બોલાશે કે પછી અંગ્રેજી ભાષા બોલાશે ? આ પ્રશ્નનો જવાબ શોધવા ૧૭૭૬માં અમેરિકાની કેબિનેટમાં એક ચૂંટણી યોજાઈ હતી, જેમાં માત્ર ૧ વોટથી અંગ્રેજી ભાષાની જીત થઈ હતી. આ ચૂંટણી બાદ અમેરિકાએ અંગ્રેજી ભાષા અપનાવી અને આજે અમેરિકાએ સમૂહ લગ્નોત્સવમાં મતદાન અંગ્રેજીનો પ્રચાર દુનિયામાં કર્યો છે અને તેનું પરિણામ પણ આપણે જોઈ રહ્યા છીએ.   આટલું વાંચીને, આ ઉદાહરણોને બરાબર સામે રાખીએ તો જરૂર આપણને આપણા એક વોટની શક્તિનો ખ્યાલ આવશે. મારા એક વોટથી શું ફરક પડવાનો છે? આવું ઘણા બધા વિચારતા હોય છે પણ ઘણીવાર નેતાની કે સરકારની પસંદગી પણ એક વોટથી જ થાય છે. એક વોટ હાર-જીત નક્કી કરવાની તાકાત ધરાવે છે. આ તો માત્ર થોડાં ઉદાહરણો જ છે.વોટ થી પણ ઉમેદવારોની હાર-જીત નક્કી થયેલી છે. માત્ર ૧૫ વોટથી આપણા પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ ચૂંટણી જીતી ગયા હતા   આજનો અણગમતો મત, આવતીકાલે મનગમતો મત :  ૧૮ ઑક્ટોબર, ૧૮૬૭ની આ ઘટના છે. આ દિવસે સોવિયેત રશિયાએ અલાસ્કા નામનો પ્રાંત ૭૨ લાખ ડૉલરમાં છપાયો હતો. અમેરિકાને વેચી દીધો. જો કે અમેરિકાની પ્રજા આ ઉજ્જડ જમીન આટલી મોટી કિંમતે લેવાની વિરુદ્ધમાં હતી, તેથી રાષ્ટ્રપ્રમુખની વિરુદ્ધમાં ત્યાંની સંસદમાં ખટલો ચાલ્યો. ચર્ચાના અંતે મતદાન કરાવી નિર્ણય લેવાનું નક્કી કરાયું. મતદાનમાં ૧ મત વધુ મળવાથી રાષ્ટ્રપ્રમુખ બચી ગયા અને તેમની સામેનો ખટલો બંધ થયો, પણ મજાની વાત હવે આવે છે.અમે રિકાનોની અનિચ્છાએ ખરીદેલા આ ઉજ્જડ અલાસ્કામાં ૧૮૯૬માં સોનાની ખાણો નીકળતાં અમેરિકી પ્રજા રાજીના રેડ થઈ ગઈ. આમ અણગમતો ૧ મત ૩૦ વર્ષ પછી મનગમતો બની ગયો.    એક મત ફાંસી પણ અપાવી શકે છે  ઇંગ્લેન્ડમાં રાજા ચાર્લ્સનું શાસન હતું. ચાર્લ્સ સ્વભાવે અત્યંત ક્રૂર અને આપખુદ હતો. તે સમયે ઇંગ્લેન્ડમાં અમીર-ઉમરાવોનું ભારે વર્ચસ્વ હતું. રાજા ચાર્લ્સની આપખુદશાહીમાંથી મુક્ત થવા અમીર-ઉમરાવોએ ઇંગ્લેન્ડની ઉમરાવસભામાં બંડ પોકાર્યું. આખરે મતદાનનો નિર્ણય લેવાયો અને ૧ મત વધુ મળતાં ત્યાંની ઉમરાવસભાએ રાજા ચાર્લ્સને ફાંસી આપી દીધી.   સરદાર વલ્લભભાઈ પટેલની પ્રથમ ચૂંટણીનું રસપ્રદ પરિણામ. વર્ષ ૧૯૧૭. અમદાવાદના બે વકીલો પ્રતિસ્પર્ધી. સરદાર સામે મોઈનુદ્દીન મહંમદભાઈ નરમાવાળા. કટોકટ હરીફાઈ. સરદારે મેળવ્યા ૩૧૪. નરમાવાળા ૩૧૩. સરદારનો ૧ મતે વિજય.   અને છેલ્લે એક વાર્તા એક મત.                                         તમને અકબર બિરબલની એક વાર્તા જરૂર સાંભળી હશે, જેમાં અકબર પોતાના શહેરીજનોને એક તરણકુંડમાં રાત્રે એક લોટો દૂધ નાખવાનું ફરમાન કરે છે. રાત્રે બધા શહેરીજનો વિચારે છે કે રાત્રે દૂધની જગ્યાએ એક લોટો પાણી નાંખી દઈએ તો કોને ખબર પડવાની છે? દૂધમાં પાણી ભળી જશે. મારા એક લોટા પાણીથી શું ફરક પડવાનો છે? સવારે જ્યારે અકબર તરણકુંડને જોવા આવે છે તો તો તરણકુંડ માત્ર પાણીથી જ ભરેલો હોય છે. બધાએ આવું વિચારીને દૂધની જગ્યાએ પાણી જ નાખ્યું. મતદાન કરવામાં પણ કંઈક આવું છે.   ગુજરાતના ૪૦ ટકા મતદારો તો મતદાન કરતા જ નથી. લગભગ આ લોકો વિચારે છે કે મારા એક વોટથી શું થવાનું છે? પણ વાસ્તવિકતાને સમજો. આવું માનનારા તમે એકલા નથી. જો આવું માનનારા ભેગા થઈ જાય તો ટીપે ટીપે સરોવર ભરાઈ જાય ને! આપણે એક વાતને સમજી લેવી જોઈએ કે દરેક મતની ગણના થાય છે. એકડે એકથી જ એક કરોડ, બે કરોડ સુધી પહોંચાય છે. એવું કહેવાય છે કે બંદૂકની ગોળી (બુલેટ) કરતાં મત (બેલેટ) વધારે શક્તિશાળી છે અને માટે જો રાજનેતાઓને સબક શીખવવો હોય, રાજનીતિની ગંદકી દૂર કરવી હોય તો ચાલો, આ વોટ નામની શક્તિશાળી બંદૂકની ગોળીનો ઉપયોગ કરીએ... ચાલો, મતદાન કરીએ... અને કરાવીએ.   આવો સંકલ્પ લઈએ કે  આપડે સૌ ૧૦૦ ટકા મતદાન કરીશું અને પરિવાર અને સ્વજનોને પણ મતદાન કરવા પ્રેરીશું.રાષ્ટ્રહિત માં મતદાન, સમાજના ઉત્કર્ષ માટે મતદાન કરીએ.

આવો ૧૦૦ ટકા મતદાન કરીએ

આપણે સૌ ૧૦૦ ટકા મતદાન કરીએ.   આ ગુજરાતની ચૂંટણી છે. મહાત્મા ગાંધીના ગુજરાતની ચૂંટણી છે. અહીં હરીફાઈ થાય તો સેવાની. અહીં સ્પર્ધા થાય તો પ્રજાના પ્રશ્નો ઉકેલવાની.   મિત્રો, આ સરદારનું ગુજરાત છે, જેમણે જાહેરજીવનનાં સીમાચિહ્નો સ્થાપ્યાં છે. સરદારસિંહ રાણા અને શ્યામજી કૃષ્ણવર્માએ સ્થાપિત કરેલી સ્વસ્થ પરંપરાને ગુજરાતની પ્રજાએ પચાવી છે પરંતુ ક્યારેક જાહેરમાં એકમેક પક્ષો અણછાજતાં ઉચ્ચારણો કરતાં હોય એ ય અયોગ્ય જ બને છે.   આ ચૂંટણીજંગ એ બે વિચારધારાઓ વચ્ચેનો જંગ છે. ન્યાય અને અન્યાય વચ્ચેનો જંગ છે. નીતિ અને અનીતિ વચ્ચેનો જંગ છે. પ્રામાણિકતા, ઉદારતા, સચ્ચાઈ અને શાંતિની પ્રસ્થાપના માટેનો જંગ છે. કોઈ જ્ઞાતિનું જૂથ, વયજૂથ કે વ્યાપારી જૂથને સામૂહિક રીતે પોતાના તરફ ખેંચી જીતવાનો જંગ નથી. પણ પક્ષના સિદ્ધાંત, નીતિ અને ઉદ્દેશો દ્વારા પ્રજામતને જાગૃત કરી મત મેળવવાનો જંગ છે.   અહીં હરીફાઈ હોય તો પ્રજાકીય કામો કરવાની હોય, સમાજજીવનનો ઉત્કર્ષ કરવાની હોય, ભૂખ્યાને અન્ન, નિર્વસ્ત્રને વસ્ત્ર અને બેઘરને ઘર મળે તેની હોય, ચૂંટણી ઢંઢેરામાં અપાયેલાં વચનોના પ્રામાણિક પાલનની હોય. આ ગાંધીજીનું ગુજરાત છે. અહીંની પ્રજા અયોગ્ય ઉમેદવારની શેહમાં આવી પાંચ વર્ષ સુધી પસ્તાવું પડે એવું મતદાન ન કરે. મતદાન એ ગુપ્ત વાત છે. એને સમૂહમાં લાવી કશી બાંયધરી આપવાની ન હોય.   કોઈની શેહશરમમાં આવી, કોઈના દબાણને વશ થઈ, માત્ર થોડી આર્થિક સહાયમાં લલચાઈને, કે સારા-નરસા ફાયદાની વાતોમાં આવી જઈને પાંચ વર્ષ પસ્તાવો કરવાનો વારો આવી પડે એવું મતદાન ન કરીએ.   આપણે ગુજરાતમાં રહીએ છીએ અને ગુજરાતનું ગૌરવ આપણા હાથમાં છે. મતદાન કરવું આપણી નૈતિક ફરજ છે. ૧૦૦ ટકા મતદાન કરીને સક્ષમ અને આપણે સંનિષ્ઠ સરકાર પસંદ કરીએ. તો આવો આપણે સૌ ૧૦૦ ટકા મતદાન કરીને ગુજરાતની અસ્મિતાને અજવાળીએ.

૨૬ નવેમ્બર ભારતીય બંધારણ દિવસ,- થોડું આપડા બંધારણ વિષે

૨૬ નવેમ્બર રાષ્ટ્રીય બંધારણ દિવસ.   આ દિવસે વર્ષ ૧૯૪૯માં આપણા બંધારણને સંવિધાન સભા દ્વાર ૨ વર્ષ ૧૧ મહિના અને ૧૮ દિવસની ખૂબ લાંબી,જટિલ,ગહન અને વિસ્તૃત ચર્ચા અને સંમતિ બાદ સ્વતંત્ર ભારતને એક નવી દિશા નિર્દેશ આપવા અને સ્વમાનના પ્રતીક સ્વરૂપે સ્વીકાર કરવામાં આવ્યું હતું.   કોઈ પણ દેશ માટે બંધારણ શા માટે જરૂરી?   રાજકીય વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર જેમ ક્રિકેટ,ફૂટબોલ જેવી રમતમાં વિવિધ નિયમ હોય છે જેના આધારે સમગ્ર રમતનું સુચારુ રૂપે સંચાલન થાય છે અને એના આધારે તેનો ઉદ્દેશ સચવાય છે . કલ્પના કરો કે ક્રિકેટની રમતમાં કોઈ નિયમજ ન હોય તો શું સ્થિતિ સર્જાય ?   આજ પ્રકારે સમગ્ર દેશના સુચારુ વહીવટ અને પ્રશાસનિક વ્યવસ્થા હેતુ એક નિયમાંવલીની આવશ્યકતા હોય છે. જે વહીવટ કર્તાઓ ને માર્ગદર્શન આપે છે.જેને વ્યવહારિક રૂપે દેશના બંધારણ સ્વરૂપે ઓળખવામાં આવે છે. અર્થાત બંધારણ એક રૂલ બુક છે.   ભારતીય બંધારણ એ ફક્ત નિયમોનો સંગ્રહ જ નથી પરંતુ એ સ્વતંત્ર ભારતના લોકોની અને સ્વતંત્રતાની ચળવળમાં પોતાના પ્રાણોની આહુતિ આપનાર સર્વે હુતત્માઓના સપના અને ઈચ્છાઓનું લેખિત સ્વરૂપ છે. ભારતીય બંધારણએ ભારતને સમયની સાથે નીતનૂતન લક્ષ્યાંકો પ્રાપ્ત કરતા કરતા દેશનાા નાગરિકોની  સ્વતંત્ર,સમાનતા અને બંધુતાની ભાવના જળવાઈ રહે તેનું માર્ગદર્શન કરે છે.   ભારતીય બંધારણનો ટુંકો ઇતિહાસ. સ્વતંત્રતાની ચળવળ દેશ વ્યાપી બનતી જતી હતી અને શિક્ષણ અને પ્રચાર - પ્રસાર ના માધ્યમો થકી લોકો જાગૃત થયા હતા.આથી બ્રિટિશ સામ્રાજ્ય થી દેશને પૂર્ણ સ્વતંત્ર કરવાની ચરવળે વધુ જોર પકડ્યું હતું     ભારત સરકાર અધિનિયમ ૧૯૩૫ ના દસ્તાવેજ એ ભારતીય બંધારણનો સ્રોત રહ્યો હતો.ત્યાર બાદ સંવિધાન સભા દ્વારા તત્કાલીન સમયના વિશ્વના બધા જ લોકશાહી દેશોના બંધારણનો અભ્યાસ કર્યા બાદ આપડું બંધારણ તૈયાર કર્યું હતું.આપડા બંધારણમાં ઘણી બાબતો વિદેશી બંધારણમાંથી લેવામાં આવી છે જેમ કે - બ્રિટિશ માંથી સંસદીય પદ્ધતિ,કાયદાનું શાસન , અમેરિકા માંથી મૂળભૂત હકો,ન્યાય તંત્રની સ્વતંત્રતા.   વર્તમાન આમુખ એ ૧૩ ડિસેમ્બર ૧૯૪૬એ જવાહરલાલ નેહરુ દ્વારા રજૂ કરાયેલ ઉદ્દેશ્ય પ્રસ્તાવનું નવીન સ્વરૂપ છે.આમુખ એ ભારતના બંધારણનો મૂળભૂત ઉદ્દેશ્ય દર્શાવે છે. વિદ્વાન લોકો આમુખને બંધારણની ચાવી કહે છે.   જેમાં ભારતનું સ્વરૂપ કેવું રહેશે તો - સર્વભોમ,સામાજિક,બિન સાંપ્રદાયિક,લોકશાહી,ગણ રાજ્ય બની રહેશે તેનો ઉલ્લેખ કર્યો છે.  એ સાથે દેશના નાગરિકો માટે સમાજિક આર્થિક રાજકીય - ન્યાય , વિચારની અભિવ્યક્તિની -સ્વતંત્રતા તથા તક અને પદ ની -સમાનતા નો ઉલ્લેખ કર્યો છે, આ સાથે દેશના લોકોમાં બંધુતાની ભાવના પ્રગટ થાય અને દેશની એકતા અને અખંડિતતા એ સર્વોચ્ય લક્ષ્ય છે એવું દર્શાવાયું છે.     થોડુક આપડા બંધારણ વિશે...       ૨૬ નવેમ્બર ૧૯૪૯માં સ્વીકારેલ બંધારણ ૨૨ ભાગ, ૩૯૫ અનુચ્છેદ અને ૮ અનુસૂચિમાં સંકલિત હતું    વર્તમાન ભારતીય બંધારણ ૪૪૮ અનુચ્છેદ સાથે ૨૫ ભાગ અને ૧૨ અનુસૂચિમાં સંકલિત છે.   પ્રેમ બિહારી નારાયણ રાયજાદા બંધારણના મુખ્ય સુલેખક(calligrapher) હતા.   બંધારણની સજાવટનું કામ શાંતિનિકેતન ના કલાકારો દ્વારા કરાયું હતું   મૂળ સંવિધાન અંગ્રેજીમાં હતું.   બંધારણમાં સુધારો કરવાની શક્તિ ફક્ત સંસદ પાસેજ છે.   દેશનું બંધારણ એકીકૃત છે જેમાં સમગ્ર ભારત માટે એક બંધારણ અને એક નાગરિકતા આપવામાં આવી છે.જ્યારે અમેરિકા,કેનેડા જેવા દેશોમાં રાજ્યોને અલગ બંધારણ અને નાગરિકતા આપવામાં આવી છે. દેશનું સ્વરૂપ સંઘીય છે જેમાં વિવિધ રાજ્યોને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો છે અને વહીવટ હેતુ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે વિષયોની વહેચણી કરવામાં આવી છે.   દેશની સંસદીય પ્રણાલી કાર્યપાલિકા અને વિધાઇકા વચ્ચે સાંમજસ્ય પૂરું પાડે છે.   આપના દેશની અંખડિતતાના વિચાર અનુસાર રાજ્યોને સંઘથી અલગ થવાનો હક નથી સમગ્ર ભારત એ રાજ્યનો સંઘ સ્વરૂપે બંધારણીય મર્યાદામાં બની રહશે.બંધારણમાં લેખિત છે કે ફક્ત દેશની સંસદને જ નવા રાજ્યોની રચના અથવા સ્થિત રાજ્યોના સીમાંકનમાં ફેરફાર કરવાની સત્તા છે.   બંધરણનો સૌથી મહત્વનો ભાગ ૩ છે. જેમાં મૂળભૂત હકોનું વર્ણન કરેલ છે.જે લોકોના સંપૂર્ણ અને સર્વાંગી વિકાસમાં સહાયક છે અને સરકાર પર કેટલાક અંશે પ્રતિબંધ મૂકે છે. મૂળભૂત હકો માં..... સમતા નો અધિકાર સ્વતંત્રતા નો અધિકાર શોષણ વિરૂદ્ધ અધિકાર ધાર્મિક સ્વતંત્રતા નો અધિકાર સંસ્કૃતિ અને શિક્ષા સંબંધિત અધિકાર સવિધનિક યોચરોનો અધિકાર                 નો ઉલ્લેખ કરાયો છે. એની સાથોસાથ અનુચ્છેદ ૩૨ અનુસાર જો કોઈના મૂળભૂત હકોનુ ઉલ્લઘન થતું હોય તો તે સીધો સર્વોચ્ય ન્યાયાલય પાસે જઈ શકે છે.  ભાગ ૪ (અ) માં બંધારણીય ફરજોનો ઉલ્લેખ કરાયો છે. જેમાં નાગરિકોની દેશ અને સમાજ પ્રત્યેની  નૈતિક અને વ્યવહારિક ફરજો અંગેનું વર્ણન કરાયું છે. આવો આજથી સંકલ્પ લઈએ કે દેશના બંધારણ પ્રત્યે આદર વ્યક્ત કરતા તેના રચિયતાઓ ના પરિશ્રમ અને સેવાનું મૂલ્ય સમજી દેશ અને સમાજને બંધારણીય સૂચિત માર્ગે લઈ જતા ભારતને વિશ્વગુરુ બનાવીએ. ભારત માતાકી જય.....!!!