સમાન નાગરિક સંહિતા - Uniform civil code

તાજેતરમાં રાજ્યસભામાં યુનિફોર્મ સિવિલ કોડ(સમાન નાગરિક સંહિતા)ને રજૂ કરતું બિલ રજૂ કરાયું જેનો વિરોધ પક્ષે વિરોધ કર્યો હતો.

 

તો આજે જાણીએ સમાન નાગરિક સંહિતા વિશે થોડું જાણીએ.

 

કાયદો એટલે શું?

  • કાયદો એટલે નિયમો અને વિધિનો સમૂહ જે ચોક્કસ ભૌગોલિક ક્ષેત્રમાં રેહતા લોકોને ન્યાય આપવા માટે બનાવવામાં આવ્યો હોય.

 

  • બંધારણના અનુચ્છેદ ૪૪ માં રાજ્યને સૂચન કરવામાં આવ્યું છે કે રાજ્યની સુખાકારી માટે રાજ્ય સમાન નાગરિક સંહિતા દાખલ કરવા પ્રયત્ન કરશે.

 

 

કાયદાના મોટા સ્વરૂપે બે ભાગમાં સમજી શકાય છે

  1. Civil law
  2. Criminal law

 

  • ભારતમાં criminal law બધાજ નાગરિકો માટે સમાન છે.જેમાં ચોરી,હત્યા,હુમલો,બળાત્કાર જેવા ગુનાઓનો સમાવેશ થાય છે.જે indian pinal code(IPC) અને criminal procedure code(CrPC) અન્વયે કાર્યરત છે.

 

  • પરંતુ Civil law જેમાં લગ્ન,વારસાઈ,બાળકોની કસ્ટડી,છૂટાછેડા જેવા વિષયોનો સમાવેશ થાય છે. ભારત માં સામાજિક અને ધાર્મિક વિવિધતાને જોતા આ કાયદો એક સમાન નથી. 

 

  • આના ઇતિહાસને જોતા બ્રિટિશ સરકારે ૧૮૩૫માં કાયદાનું કોડીફિકેશન કરવાની શરૂઆત કરી હતી પરંતુ ભારતની ધાર્મિક વિવિધતાને જોતા હિન્દુ - મુસ્લિમ પર્સનલ લૉ નો તેમાં સમાવેશ નોહતો કર્યો. 

 

  • ત્યારબાદ ૧૯૪૧માં બી એન. રાઓ સમિતિની રચના થઈ જેને હિન્દુ,બૌધ્ધ,જૈન અને શીખ સમુદાય માટે એક સમાન પર્સનલ લો ની રચના કરી અને જેમાં સમયાંતરે સુધારા થતા આવ્યા છે પરંતુ મુસ્લિમ પર્સનલ લો જે શરિયત ના કાયદા અનુસાર ઘડાયેલ છે તેમાં હજુ સુધી કોઈ સુધારા કરવામાં આવ્યા નથી.

 

  • વર્તમાન સમયે ભારતમાં હિન્દુ,મુસ્લિમ,ખ્રિસ્તી સમુદાય માટે અલગ અલગ પર્સનલ લો છે.

 

સમાન નાગરિક સંહિતા શું છે ?

 

  • દેશના બધા જ નાગરિકો માટે એક સમાન સિવિલ લો જેમાં વ્યક્તિગત ધર્મ અને શ્રદ્ધાના આધારે કોઈ ભેદભાવ નહિ.કાયદાની સમક્ષ સૌ સમાન સિદ્ધાંતના આધારે તેને જોવામાં આવે છે.

 

  •  માનનીય સર્વોચ્ય ન્યાયાલયે શાહ બનો કેસ, સરલા મુદગલ કેસ જેવા કેસોના ચુકાદામાં પણ સરકારને સમાન નાગરિક સંહિતા લાગુ કરવા આદેશ આપેલ છે.આ ઉપરાંત નિયમિત રીતે સરકાર દ્વારા રચિત કાયદા સમિતિ(law commission) ને પણ આ સંદર્ભે સૂચન કરેલ છે.

 

ભારત માટે કેમ મહત્વનું ?

 

  • સમાન નાગરિક સંહિતા સમાજના સંવેદનશીલ વર્ગ મહિલાઓ તથા અન્યોને ન્યાય આપવામાં સહાય રૂપ બની શકે છે. જેમકે ત્રિપલ તલાક કાયદાઓ મુસ્લિમ મહિલાઓની વ્યક્તિગત સ્વતંત્રતા અને સ્વમાન પર કલંક સમાન હતો.,બહુપત્નીત્વ નો રિવાજ મહિલાઓને આશ્રિત અને લાચાર બનાવે છે.

 

  • સમાન નાગરિક સહિતા  સમગ્ર દેશમાં એકતા અને રાષ્ટ્રિય એકત્વનો ભાવ જગાડવામાં પુરક બની શકે છે.દેશના બધા નાગરિકો કાયદા સમક્ષ સમાન જેમાં ધર્મ અને વ્યક્તિકત સંપ્રદાયને કારણે કોઈ ભેદભાવ નહિ.

 

  • વૈશ્વિકરણના યુગમાં ભારતીય સમાજની રૂઢિગત અને સમયની સાપેક્ષ અનુકૂળ ન હોય તેવી પ્રથાઓ જે દેશના આર્થિક અને સમાજિક વિકાસમાં અવરોધ રૂપ છે તેના નિવારણ માટે આ કાયદો સહાય રૂપ

 

  • કાયદાનું સરળીકરણ થતા ન્યાયાયિક પ્રક્રિયા ઝડપી બની શકે છે.એક રિપોર્ટ અનુસાર civil કેસો ને લઈ રાજ્યોની ઉચ્ચ ન્યાયલયમાં ૪.૬૪ બિલિયન અને જિલ્લા ન્યાયલયમાં ૩૧ મિલિયન કેસ લંબિત છે.

 

 

સમાન નાગરિક સંહિતા વિશે કેટલાક ભ્રમ.

 

  • આ કાયદા દ્વારા બહુ સંખ્યક સમાજ દ્વારા અલ્પસંખ્યક સમુદાય પર પ્રભુત્વ સ્થાપિત કરવાનો પ્રયત્ન કરવામાં આવશે.

 

  • ભારત વિવિધતાનો દેશ છે,ત્યારે દેશના વિવિધ સમુદાયની સાંસ્કૃતિક અને ધાર્મિક વિવિધતા પર આ કાયદો સંકટ બનશે.

 

  • બંધારણ દ્વાર આપયેલ ધાર્મિક સ્વતંત્રતા ના અધિકારનું ઊલ્લઘન કર્યું ગણાશે.

 

 

તથ્ય અને કાયદાનો ઉદ્દેશ્ય :

 

  •  કાયદાનો ઉદ્દેશ ધાર્મિક સમુદાયોમાં સંવેદનશીલ વર્ગોની જે ઉપેક્ષા થતી હતી તેનું નિવારણ કરવાનો છે.

 

  • સમયની સાથે રૂઢિગત થયેલી માન્યતાઓ અને પ્રથાઓને નવું અને સર્વ સ્વીકાર્ય વ્યવહારિક સ્વરૂપ આપવા માટે.

 

  • આમુખમાં ઉલ્લેખીત બિનસાંપ્રદાયિક રાષ્ટ્રના મૂલ્યને સ્થાપિત કરવા હેતુ, દેશના બધા નાગરિકોમાં માટે સમાન કાયદો હોય એ જરૂરી.

 

  • આ કાયદા દ્વારા મહિલાઓને ધાર્મિક રૂઢિગત માન્યતાઓને આધારે જે અન્યાય થતો હતો તેને દૂર કરવો,જેમ કે મુસ્લિમ મહિલાઓને મસ્જિદમાં પ્રવેશ પર પ્રતિબંધ,ખ્રિસ્તી ધર્મમાં મહિલાઓને કેટલીક પરિસ્થિતિઓમાં જે ભેદભાવ થતો હતો એને દૂર કરવા માટે,હિન્દુ ધર્મમાં લગ્ન અને મહિલાઓને વારસાઈ હક સંબંધિત જે જટિલતા હતી તેના સરળીકરણ માટે.

 

 

 

 

 

Comments

Leave a Comment