BLOGS

પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના

ધોરણ 11 અને 12, ડિપ્લોમા, ITI, ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, એમ.ફીલ અને પી.એચ.ડી ના વિધાર્થીઓ માટે ફોર્મ શરૂ થવાની તારીખ-15/09/2022 ફોર્મની છેલ્લી તારીખ-15/10/2022 શિષ્યવૃત્તિનો લાભ કોને મળશે?  OBC,EWS,DNT અને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ ના વિદ્યાર્થીઓ ને આવક રૂ.2,50000 થી વધુ ન હોવી જોઈએ અરજી પક્રિયા-ઓનલાઈન યોગ્યતા ( Scholarship Scheme Eligibility Criteria ) જાતિના દાખલો આવકનો દાખલો (જો પિતા હયાત ન હોય તો તેવા કિસ્સામાં પિતાનાં મૃત્યુનું પ્રમાણપત્ર અને જો માતા-પિતાએ છૂટાછેડા લીધા હોય છૂટાછેડાનો આદેશ/આધાર રજૂ કર્યેથી માતાનાં આવકનો દાખલો માન્ય રહેશે.) વિદ્યાર્થીએ ધોરણ ૧૦ તથા ત્યારબાદ કરેલ તમામ અભ્યાસક્રમની વર્ષવાઇઝ ફાઇનલ વર્ષની ક્રમાનુસાર માર્કશીટ બેંક પાસબુકનું પ્રથમ પાનું જેમાં ખાતા નંબર, આઇએફએસસી કોડ (IFSC), બેંકની શાખા દર્શાવેલ હોય તે/ જો પાસબુક ન હોય તો Cancel ચેક જેમાં ખાતા નંબર, આઇએફએસસી કોડ (IFSC), બેંકની શાખા દર્શાવેલ હોય તે (જે બેંકો મર્જ થયેલ હોય તેવા કિસ્સામાં નવી બેંકના IFSC તથા નવા બેંક એકાઉન્ટ નંબર વાળી પાસબુક/ચેક) ધોરણ ૧૦ બાદ અભ્યાસક્રમમાં તુટ(બ્રેક) પડેલ હોય તો તે સમય દરમ્યાન કોઇપણ પ્રકારનો અભ્યાસક્રમ કરેલ નથી કે કોઇપણ પ્રકારની શિષ્યવૃત્તિનો લાભ મેળવેલ નથી તેનું સોગંધનામુ જે વિદ્યાર્થી હોસ્ટેલમાં રહેતા હોય તેઓએ હોસ્ટેલર તરીકેનું સર્ટીફીકેટ (જેનો નમુનો પોર્ટલ ઉપર ઉપલબ્ધ છે જે ડાઉનલોડ કરી સક્ષમ સત્તાધિકારીશ્રીના સહી સિક્કા કરાવવાનાં રહેશે) જો વિદ્યાર્થી દિવ્યાંગ હોય તો તે અંગેનુ સક્ષમ સત્તાધિકારીશ્રી દ્રારા ઇસ્યુ કરવામાં આવેલ પ્રમાણપત્ર વિદ્યાર્થીએ ભરેલ ફીની પહોંચ (વાર્ષિક) પાસપોર્ટ સાઇઝનો ફોટો વિદ્યાર્થીનીના પરિણિત કિસ્સામાં લગ્ન પ્રમાણપત્ર આધારકાર્ડ ફોર્મ ભરવા - અહીં ક્લિક કરો

નૂતન જનરલ હોસ્પિટલ, વિસનગર દ્વારા બ્લડ ડોનેશન તથા બહેનો માટે મફત મેમોગ્રાફી (સ્તન કેન્સર ની તપાસ) અને મફત પેપ સ્મિયર ટેસ્ટ (ગર્ભાશય ના મુખ ના કેન્સર ની તપાસ) કેમ્પનું આયોજન

૭૨ ગરીબ દર્દીઓને વિના મૂલ્યે મોતીયાના ઓપરેશન - પી.એલ.પી. જનસેવા ફાઉન્ડેશન, મહેસાણા

પોલીસ હેડ ક્વાર્ટર ગ્રાઉન્ડ - મહેસાણા ખાતે આયોજીત ભવ્ય નવરાત્રિ પર્વની સંપૂર્ણ માહિતી 

શું તમે કપાયેલા હાથવાળા કોઇ વ્યક્તિને જાણો છો ? વિના મુલ્યે કૃત્રિમ હાથ ના કેમ્પ નું આયોજન - રોટરી ક્લબ ઓફ મહેસાણા ખાતે

વિના મુલ્યે કૃત્રિમ હાથ ના કેમ્પ નું આયોજન - રોટરી ક્લબ ઓફ મહેસાણા ખાતે  શું તમે કપાયેલા હાથવાળા કોઇ વ્યક્તિને જાણો છો ? જેને કોણીથી નીચેનો હાથ ગુમાવેલ હોય એવા વ્યક્તિના નામ અને નંબર અમોને જણાવો. વિના મુલ્યે કૃત્રિમ હાથ ના કેમ્પ નું આયોજન મહેસાણા રાખેલ. છે. કોણીથી નીચે 4 ઇંચ અથવા 10 સે. મી. હાથ હોવો જરૂરી છે. તમારી ચીંધેલ એક આંગળી કોઇના જીવનમાં રંગ પુરી શકે છે. આવો મળીને સમાજની સેવા કરીએ….મેસેજ ને વધુમાં વધુ સંબંધીઓ સાથે સેર કરીને  હાથ ગુમાવેલ વ્યક્તિ સુધી પહુંચાડવામાં મદદ કરીયે.  વિના મુલ્યે કૃત્રિમ હાથ ના કેમ્પ નું આયોજન હોવાથી વધુમાં વધુ લોકોએ તુરંત રજીસ્ટ્રેશન કરવું. જેથી વ્યવસ્થા સારી રીતે કરવામાં  મદદ મળે. રજીસ્ટ્રેશન માટે સંપર્ક વિશાલ દેસાઇ - 9924956227 કેતન રાઠોડ - 8758714114 રોટે. મહેશ રાઠોડ - 8780703922 રોટે.કલ્પેશ ઠક્કર - 9879124415   ઉપરના સંપર્ક નંબર પર ફોન કરીને તમે વધુ માહિતી મેળવી શકશો અને તમારા મનમાં ઉદભવતા બધા જ પ્રશ્નો પણ પૂછી શકશો. તમને ફોન દ્વારા જે પણ માહિતી મળે એ તમારી નોટમાં લખીને સાચવીને રાખવું. એ માહિતી બીજા લોકો પણ મહત્વની હોય તો મોંઘેરું મેહોણા ટીમ સાથે સેર કરજો જેથી એ માહિતી બીજા લોકો સુધી પહુંચી શકે. રોટરી ક્લબ ઓફ મહેસાણા અને રોટરી ક્લબ ઓફ રાધનપુર ના સંયુક્ત ઉપક્રમે દિવાળી ના તહેવાર પછી વિના મુલ્યે કૃત્રિમ હાથ ના કેમ્પ નું આયોજન મહેસાણા રાખેલ. છે. લાભાર્થી એ કપાયેલ હાથ નો ફોટો, આધાર કાર્ડની ઝેરોક્ષ અને મોબાઈલ નંબર વોટ્સઅપ દ્વારા મોકલી આપવાનો રહેશે. કેમ્પની તારીખ અને સ્થળ અંગે અમો લાભાર્થી ને મોબાઈલ દ્વારા જાણ કરીશું.  નીચેના ફોટા ની જેમ ફોટો પાડીને વોટ્સએપ કરવું. "કૃત્રિમ હાથ” ની ખાસ વિશેષતા : - આસાનીથી કાર્ય કરી શકાય આધુનિક, અમેરિકન ટેક્નોલોજીથી બનેલ વજનમાં હલકો અને ટકાઉ, જેનાથી તમે  - કાંટા ચમચીથી જમી શકાય - મગ પકડીને કોઈપણ પીણું પી શકાય - કાર અને સાયકલ ચલાવી શકાય. - ડ્રોઈંગ કરી શકાય - લખી શકાય   રોટરી ક્લબ ઓફ મહેસાણા રોટે. ડૉ. દર્શન મોદી - પ્રેસિડેન્ટ રોટે. ડૉ. અનિલ કપુર - પ્રોજેક્ટ ચેરમેન રોટે. ચંદ્રકાન્ત પટેલ - સેક્રેટરી   રોટરી ક્લબ ઓફ રાધનપુર રોટે. ડૉ. દેવજી પટેલ - પ્રેસિડેન્ટ રોટે. ડૉ. પ્રવીણ ઓઝા - પ્રોજેક્ટ ચેરમેન  રોટે. ડૉ. ખેતસી પટેલ - સેક્રેટરી