BLOGS

જાણો આપના આધાર કાર્ડનો ઉપયોગ ક્યાં ક્યાં થઈ રહ્યો છે-સાઇબર ક્રાઇમથી સાવધાન.

ભારત સરકારના Digital India મિશન અંતર્ગત વિવિધ લોક સેવાઓ ઓનલાઇન માધ્યમથી સરળતાથી ઉપલબ્ધ થાય છે. એ માટે આધાર કાર્ડ એક સરળ માધ્યમ છે જે બધીજ સરકારી અને પ્રાઈવેટ સંસ્થાઓમાં ઓળખ માટેનો પ્રમાણિત દસ્તાવેજ છે. આ સાથે જ સાઇબર ગુનાખોરી પણ વધતી જાય છે, જેમાં જાણકારીના અભાવે ગઠિયાઓ લોકોને છેતરતા હોય છે, તો આજે જાણીએ કે આપડા આધાર કાર્ડનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થઈ રહ્યો છે. ખૂબ જ સરળ પદ્ધતિ દ્વારા આપડે આપડા આધારકાર્ડના ઉપયોગની વિગત જાણી શકીએ છીએ. 1. લિક પર ક્લિક કરો https://uidai.gov.in/en/ 2. My Aadhar પર ક્લિક કરો 3. Aadhar Authication History પર ક્લિક કરો 4. પોતાનો 12 આંકડાનો આધાર નંબર નાખો 5. આપના રજિસ્ટર મોબાઈલ નંબર આવેલ OTP દાખલ કરો 6. જે સમય ગાળાની માહિતી જોઈતી હોય તે પસંદ કરો. આમાં કરતા સંપૂર્ણ દસ્તાવેજ પ્રાપ્ત થશે અને આપ તેના ઉપયોગ બાબતે ખરાઈ કરી શકશો.          

ATM કાર્ડની સાથે ફ્રી મળે છે 20 લાખ રૂપિયા સુધીનું વીમા કવર, જાણો કઈ રીતે કરશો ક્લેમ

ATM કાર્ડની સાથે મળે છે વીમો  જાણકારીના અભાવમાં લોકો એટીએમની સાથે મળનાર વીમાની રકમનો લાભ ઉઠાવી શકતા નથી. દેશની સૌથી મોટી સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ( SBI)પોતાના ડેબિડ કાર્ડ ધારકને ( Debit Card Holders)ને 20 લાખ સુધીનું વીમા કવર ઉપલબ્ધ કરાવે છે. આ વીમા કવર કાર્ડના નેચર પ્રમાણે અલગ-અલગ હોય છે.    એસબીઆઈની વેબસાઇટ પર હાજર જાણકારી પ્રમાણે ડેવિડ કાર્ડ ધારકોને કોમ્લીમેન્ટ્રી ઇન્શ્યોરન્સ કવર મળે છે. આ વીમા કવર 25 હજાર રૂપિયાથી 20 લાખ સુધીની હોઈ શકે છે. ATM કાર્ડની કેટેગરી પ્રમાણે વીમાની રકમ નકી થાય છે. બેન્કે પોતાની વેબસાઇટ પર આ વિશે જાણકારી આપી છે, આ વીમા કવર કાર્ડ ધારકને ત્યાં સુધી મળે છે, જ્યારે દુર્ઘટનાના 90 દિવસની અંદર એટીએમ કાર્ડનો ઉપયોગ એટીએમ મશીન કે પીઓએસ/ઈકોમ પર ઓછામાં ઓછા એક વખત કર્યો હોય.   ATM કાર્ડની કેટેગરી પ્રમાણે નક્કી થાય છે વીમા કવર ડેબિટ કાર્ડધારકને દુર્ઘટના અને હવાઈ દુર્ઘટના દરમિયાન મૃત્યુની સ્થિતિમાં એટીએમ કાર્ડ પર મળનાર વીમા સુરક્ષાનો લાભ મળે છે. આ વીમા કવર કેટલું હશે તે કાર્ડની કેટેગરી પર નિર્ભર કરે છે. હવાઈ દુર્ઘટનાની સ્થિતિમાં વીમાનો ક્લેમ ત્યારે કરી શકાય છે, જ્યારે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરી ટિકિટ ખરીદવામાં આવી હોય. કાર્ડના પ્રકારના આધારે  1. હવાઈ મુસાફરી સિવાયનો વ્યક્તિગત અકસ્માત વીમો (મૃત્યુ) 2. વ્યક્તિગત હવાઈ અકસ્માત વીમો (મૃત્યુ પર)   1. SBI ગોલ્ડ (માસ્ટરકાર્ડ/વીઝા) કાર્ડ     2 લાખ રૂપિયા     4 લાખ રૂપિયા 2. SBI પ્લેટિનિયમ (માસ્ટરકાર્ડ/વીઝા) કાર્ડ      5 લાખ રૂપિયા      10 લાખ રૂપિયા 3. SBI પ્રીમિયમ પ્રાઇડ (બિઝનેસ ડેબિટ) (માસ્ટરકાર્ડ/વીઝા)      2 લાખ રૂપિયા      4 લાખ રૂપિયા 4. SBI પ્રીમિયમ પ્રાઇડ (બિઝનેસ ડેબિટ) (માસ્ટરકાર્ડ/વીઝા)     5 લાખ રૂપિયા     10 લાખ રૂપિયા 5. SBI Visa સિગ્નેચર/માસ્ટર કાર્ડ ડેબિટ કાર્ડ     10 લાખ રૂપિયા     20 લાખ રૂપિયા. કઈ રીતે કરશો ક્લેમ ? એટીએમ વીમાનો ક્લેમ કરવા માટે તમારે બેન્કની શાખાનો સંપર્ક કરવો પડશે. જો કાર્ડ ધારકનું મોત થઈ જાય છે તો ડેબિટ કાર્ડ ધારકના નોમિનીએ બેન્ક શાખાનો સંપર્ક કરવો પડસે. ત્યાં જઈને એક એપ્લીકેશન આપવી પડશે, બેન્કમાં જરૂરી દસ્તાવેજ જમા કરાવવા પડશે. બેન્ક જઈને આ ક્લેમ કાર્ડ ધારકની સાથે થયેલી દુર્ઘટનાના 45 દિવસની અંદર કરવો પડશે.  

મહેસાણા, પાટણ ના લોકો માટે સેવા યજ્ઞ - વિના મૂલ્યે કુત્રિમ પગની સારવાર

રોટરી ક્લબ દ્વારા વિના મુલ્યે કૃત્રિમ પગ બેસાડી આપવાનો કેમ્પ રોટરી ક્લબ દ્વારા જરૂરિયાત મંદો ને ઘોડી અને કેલીપર્સ પણ વિના મુલ્યે આપવાના છે. 20.12.2022 સુધીમાં નીચે આપેલ નંબર પર નામ નોંધાવવું ફરજીયાત  નોંધણી સમય : સવારે  ૧૦ થી સાંજે ૬ વિશાલ દેસાઈ : 9924956227 કેતન રાઠોડ : 8758714114 મહેશ રાઠોડ : 8780703922 કલ્પેશ ઠક્કર : 9879124415 કેમ્પનું સ્થળ : રોટરી ભવન. ગોપીનાળાની બાજુમાં, મેહસાણા લાભાર્થીઓએ સાથે લાવવાનાં પુરાવાઓ આધાર કાર્ડ અથવા રહેઠાણનો પુરાવો વિકલાંગતા દર્શાવતો આખ્ખો ફોટો લાભાર્થીને મોબાઈલ દ્વારા કેમ્પની વિગત જાણ કરવામાં આવશે. કેમ્પની તારીખ : ૨૫ થી ૨૯ ડિસેમ્બર આયોજક: જયપુર ફુટ સેન્ટર અમદાવાદ ના સહયોગ થી, રોટરી ક્લબ ઓફ રાધનપુર અને રોટરી ક્લબ ઓફ મેહસાણા ના સંયુક્ત ઉપક્રમે. 

રેશન કાર્ડ માટે નવી અરજી પ્રક્રિયા

ફાયદાઓ? યોગ્ય દરની દુકાનોમાંથી ઘઉં, ચોખા વગેરેને બજાર મૂલ્યથી ખૂબ જ ઓછી કિંમતે ખરીદી શકાય છે ઓળખ પત્ર (ID Proof) અથવા સરનામાના પ્રમાણ (Address Proof) તરીકે પણ થાય છે નાગરિકના આર્થિક સ્ટેટસને પણ દર્શાવે કોણ બનાવડાવી શકે છે? સામાન્ય રીતે 3 પ્રકારના રાશન કાર્ડ હોય છે- ગરીબી રેખાની ઉપર (APL), ગરીબી રેખાની નીચે (BPL) અને અંત્યોદય પરિવારો માટે. અંત્યોદય કેટેગરીમાં ખૂબ જ ગરીબ લોકો આવે છે રાશન કાર્ડ બનાવવા માટે વ્યક્તિ ભારતનો નાગરિક હોવો જોઇએ. વ્યક્તિ પાસે કોઇ અન્ય રાજ્યનું રાશન કાર્ડ ન હોવુ જોઇએ. જેના નામ પર રાશન કાર્ડ બની રહ્યું છે, તેની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઇએ. 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોનું નામ માતા-પિતાના રાશન કાર્ડમાં સામેલ કરવામાં આવે છે. એક પરિવારમાં પરિવારના મુખિયાનાં નામ પર રાશન કાર્ડ હોય છે. રાશન કાર્ડમાં જે સભ્યોને સામેલ કરવામાં આવી રહ્યા છે, તેના પરિવારના રેશન કાર્ડ માટે નવી અરજી પ્રક્રિયા.   પરિવારના કોઇપણ સભ્યનું તેની પહેલા કોઇપણ રાશન કાર્ડમાં નામ ન હોવુ જોઇએ નવી રેશનકાર્ડ માટે અરજી પ્રક્રિયા: ફોર્મ ઓનલાઇન ભરવા માટે તમારે "Apply Online" બટન અથવા ઓફલાઇન ફોર્મ ભરવા માટે "Download form" બટન પર ક્લિક કરવાની જરૂર રહેશે.આ સેવા ગુજરાતી માં ઉપલબ્ધ છે. ઑનલાઇન અથવા ઑફલાઇન વિગતો ભરવા માટે તમારી સામાન્ય વિગતો તથા સેવા માટે ની ખાસ માહિતી પણ સાથે તૈયાર હોવી જોઈએ જેમ કે વ્યવસાય વિગતો, કૌટુંબિક વિગત, વગેરે ઓનલાઇન ફોર્મ પર ચિહ્નિત ગયેલ બધા ક્ષેત્રો ફરજિયાત છે. જો ઇનપુટ ની ભાષા અંગ્રેજી પસંદ કરેલ હશે તો ઇનપુટ માટે અંગ્રેજી કી - બોર્ડ જરૂરી રેહશે, પરંતુ જો ઇનપુટ ની ભાષા ગુજરાતી પસંદ કરેલ હશે તો ઇનપુટ માટે કી - બોર્ડ ગુજરાતી જરૂરી રેહશે. ઓનલાઇન ફોર્મમાં તમારા દ્રરા કોઈ પણ ડેટા ખોટો અથવા ગેરમાર્ગે દોરનારો ભરવામાં આવ્યો હશે તો વભાગીય વડાને તમારું ફોર્મ રદ કરવાની ફરજ પડશે. જો તમારી અરજી બદલાવ માટે પરત કરવામાં આવી છે અથવા અપૂર્ણ વિગતો ભરવા માટે, કૃપા કરીને તેને 37 દેવસના વળતરની અંદર સબમિટ કરો. જો અરજદાર 37 દિવસની અરજીની અંદર સબમિટ ન કરી શકે તો તેનો નિકાલ કરવામાં આવશે.એપ્લિકેશન ફી પરત નહીં કરાશે. ઓનલાઈન અરજી ફોર્મ ભરવા અહીં ક્લિક કરો  

લગ્ન નોધણીના પ્રમાણપત્રની ખરી નકલ હવે ઘરે બેઠા ઓનલાઈન

  ગુજરાતમાં નિયત કાયદા હેઠળ નોંધાયેલા લગ્ન નોંધણીના પ્રમાણપત્રની ખરી નકલ હવે ઘરે બેઠા ઓનલાઈન ઉપલબ્ધ કરાવવાનો મહત્વનો પ્રજાહિત લક્ષી નિર્ણય રાજય સરકાર દ્વારા કરવામાં આવ્યો  ડિજિટલ ગુજરાત અંતર્ગત આ પ્રજાલક્ષી મહત્વના નિર્ણયથી નાગરિકોને સંબંધિત કચેરીમાં રૂબરૂ ગયા વગર ઘેર બેઠા ઓનલાઇન ઇ-પેમેન્ટ કરીને ઓનલાઈન સર્વિસમાં જરૂરી ડેટા એન્ટ્રી કરી કચેરી ખાતે જમા લગ્ન સર્ટીફિકેટની ઉપલબ્ધ રેકર્ડ આધારીત ખરી નકલ ઓનલાઈન મેળવી શકશે. આ સાથે ઓફલાઈન પ્રક્રિયા ફરજીયાત પણે બંધ કરવામાં આવી છે.  આ નિર્ણયથી નાગરિકોના સમય-નાણાની બચત થશે અને  ઘરે બેઠા સરળતાથી પ્રમાણપત્રની ખરી નકલ ઉપલબ્ધ થશે કેવી રીતે લગ્ન સર્ટીફિકેટ ડાઉનલોડ કરવુ? ઓનલાઇન અરજી માટે  અહી માર્ગદર્શિકા ઉપલબ્ધ છે.  વેબસાઈટ રાજય સરકારની મહેસૂલ વિભાગની વેબસાઈટ  અહીં ક્લિક કરો  અથવા ગરવીબીટા   E-FIR એટલે શુ? મોબાઈલ કે વાહન ચોરાય તો શુ કરવુ? અહીં ક્લિક કરો

તમારો મોબાઈલ કે વાહન ચોરાય તો ઘરે બેઠા કરી દો E-FIR

મોબાઈલ ચોરીમાં હવે સામાન્ય નાગરિકોએ પોલીસ સ્ટેશન (Police station)ના ધક્કા ખાવા પડશે નહીં. કારણ કે ગુજરાત સરકારે ઓનલાઈન સેવાઓમાં વધુ એક સેવાનો ઉમેરો કરીને E-FIR સેવાનો પ્રારંભ કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.  હવે રાજ્યના નાગરિકોને વાહન ચોરી (Vehicle theft complaint) અથવા મોબાઈલ ફોન ચોરીની ફરિયાદ (Mobile theft complaint) નોંધાવા માટે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી.  ઓનલાઈન સેવા થકી રાજ્યના નાગરિકો ઘરે બેઠા ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકશે. E-FIR ના ફાયદાઓ  FIR નોંધાયાના 48 કલાકમાં પોલીસ ફરિયાદીનો સામેથી સંપર્ક કરશે અને વાહન ચોરી/મોબાઇલ ફોન ચોરીના બનાવની જગ્યાની મુલાકાત લેશે. 21 દિવસની અંદર જ તપાસ પૂર્ણ કરી કોર્ટમાં રિપોર્ટ મોકલશે.  આ ઓનલાઈન ફરિયાદ નોંધાયા અંગેની તથા તપાસમાં થયેલ પ્રગતિની જાણ પણ ફરીયાદીને Email/SMS થી કરવામાં આવશે. પોલીસ દ્વારા વીમા કંપનીને પણ Email/SMS દ્વારા જાણ કરાશે ,જેથી ફરિયાદીને તેનો વીમા ક્લેઈમ સરળતાથી મેળવવામાં મદદરૂપ થશે.  આ રીતે E-FIR ઓનલાઈન સેવા થકી રાજ્યના નાગરિકોને પોલીસ સ્ટેશન જઈ ફરિયાદ નોંધાવવાની જરૂર નહીં. E-FIR અરજી કરવા - અહીં ક્લિક કરો E-FIR કેવી રીતે કામ કરશે? e-FIRની આ સુવિધા ફક્ત તેવા સંજોગોમાં જ મેળવી શકાશે કે જેમાં આરોપી અજ્ઞાત હોય તથા ઘટના દરમિયાન બળનો ઉપયોગ ન થયો હોય કે ઈજા ન પહોંચી હોય. ચોક્કસ સમય મર્યાદામાં e-FIRની પ્રાથમિક તપાસ પૂર્ણ કર્યા બાદ તેમાં તથ્ય જણાય તો તેવી ફરિયાદ FIRમાં રૂપાંતરિત કરવામાં આવશે. ફરિયાદીએ સિટિઝન પોર્ટલ પર રજીસ્ટર કરાવી વાહન કે ફોન ચોરી અંગે ફરિયાદ સંદર્ભેની વિગતો ભરી ઓનલાઈન અપલોડ કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરતી વખતે આપવામાં આવેલ અરજીની પ્રિન્ટઆઉટ પર ફરિયાદીની સહી કર્યા બાદ એ અરજીને સ્કેન કરીને અપલોડ કરવાની રહેશે. ફરિયાદીને E-Mail-SMSથી ફરિયાદ અરજી મળ્યાની જાણ થશે. બનાવ સ્થળની વિગતમાં ફરિયાદી દ્વારા જે પોલીસ સ્ટેશનનું નામ લખવામાં આવ્યું હોય તે પોલીસ સ્ટેશનમાં e-FIR ફોરવર્ડ થશે. જો પોલીસ સ્ટેશનનું નામ ન જણાવ્યું હોય તો જે-તે પોલીસ કમિશ્નર/પોલીસ અધિક્ષકની કચેરીએ e-FIR ફોરવર્ડ થશે અને પોલીસ કમિશ્નર/પોલીસ અધિક્ષકની કચેરી સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે તાત્કાલિક e-FIR મોકલી આપશે.​​​​​​ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં અધિકારી ઈ-ગુજકોપના યુઝર આઈ.ડી.થી લોગ-ઈન કરીને પોર્ટલ વર્કલીસ્ટમાં તે e-FIR જોઇ શકશે અને કોઇ પણ સંજોગોમાં 24 કલાકની સમયમર્યાદામાં પ્રાથમિક તપાસ અર્થે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં અધિકારી-કર્મચારીને મોકલવાની રહેશે. જે તે પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા તપાસ અધિકારીને પ્રાથમિક તપાસ સોંપાશે ત્યારે તપાસ અધિકારી અને સાથો-સાથ ફરિયાદીને તપાસ અધિકારી Assign થવા અંગે E-Mail અથવા SMSથી જાણ કરવામાં આવશે. તપાસ અધિકારીને આ પ્રકારની e-FIR મળતાં સૌપ્રથમ આ e-FIR નો જરૂરી અભ્યાસ કરશે અને અપલોડ થયાના 48 કલાકની સમયમર્યાદામાં ફરિયાદીનો સંપર્ક કરી સંબંધિત દસ્તાવેજોની ખરાઇ કરશે તેમજ વાહન કે મોબાઇલ ફોન ચોરીના બનાવ સ્થળની મુલાકાત લેશે. આ સમગ્ર પ્રક્રિયા e-FIR અપલોડ થયાના 48 કલાકમાં પૂર્ણ કરીને આ અંગેનો પ્રાથમિક તપાસ અહેવાલ થાણા ઇન્ચાર્જને મોકલી આપશે. ત્યારબાદ થાણા અધિકારી આ અહેવાલ મળ્યાના 24 કલાકની સમયમર્યાદામાં e-FIRનો યોગ્ય નિકાલ કરશે. e-FIR ની વિગત સાચી હોય તો ઇ-ગુજકોપમાં FIR દાખલ કરશે. જો બનાવની જગ્યા પોતાના પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્રમાં ન આવતી હોય તો તે FIR સંબંધિત પોલીસ સ્ટેશનને મોકલી આપવામાં આવશે. e-FIR માં ખોટા દસ્તાવેજ હોય અને ખોટી વિગત હોય તો અરજી દફતરે કરવામાં આવશે. સિટીઝન પોર્ટલ-સિટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ પરથી e-FIR અપલોડ થયાના 72 કલાકમાં થાણા અધિકારીએ તેનો નિકાલ કરવાનો રહેશે. જો 72 કલાકમાં તેનો નિકાલ ન થાય તો પેન્ડિંગ e-FIR હોવા અંગેનો E-Mail અને SMS તુરંત જ ઉપરી પોલીસ અધિકારીઓને કરવામાં આવશે.​​​​​​​ આમ e-FIR સંદર્ભે પાંચ દિવસમાં આખરી નિર્ણય અંગેની કાર્યવાહી કરવામાં નહી આવે તો e-FIRને ઈ-ગુજકોપ દ્વારા FIRનો ધોરણસરનો રનિંગ નંબર આપોઆપ ફાળવવામાં આવશે અને થાણા અધિકારીએ તેની પર અન્ય સામાન્ય FIRની જેમ જ આગળની કાર્યવાહી હાથ ધરવાની રહેશે.​​​​​​​ આ ઉપરાંત e-FIR અંગે 120 કલાકની સમયમર્યાદામાં ધોરણસરની કાર્યવાહી ન કરવા બદલ પોલીસ કમિશ્નર-નાયબ પોલીસ કમિશ્નર-પોલીસ અધિક્ષક કે પોલીસ સ્ટેશનના સબંધિત અધિકારીની જવાબદારી નક્કી કરીને તેઓ વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના વિશે જાણવા અહીં ક્લિક કરો