જાણો આપના આધાર કાર્ડનો ઉપયોગ ક્યાં ક્યાં થઈ રહ્યો છે-સાઇબર ક્રાઇમથી સાવધાન.

ભારત સરકારના Digital India મિશન અંતર્ગત વિવિધ લોક સેવાઓ ઓનલાઇન માધ્યમથી સરળતાથી ઉપલબ્ધ થાય છે. એ માટે આધાર કાર્ડ એક સરળ માધ્યમ છે જે બધીજ સરકારી અને પ્રાઈવેટ સંસ્થાઓમાં ઓળખ માટેનો પ્રમાણિત દસ્તાવેજ છે.

આ સાથે જ સાઇબર ગુનાખોરી પણ વધતી જાય છે, જેમાં જાણકારીના અભાવે ગઠિયાઓ લોકોને છેતરતા હોય છે,

તો આજે જાણીએ કે આપડા આધાર કાર્ડનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થઈ રહ્યો છે.

ખૂબ જ સરળ પદ્ધતિ દ્વારા આપડે આપડા આધારકાર્ડના ઉપયોગની વિગત જાણી શકીએ છીએ.

1. લિક પર ક્લિક કરો

https://uidai.gov.in/en/

2. My Aadhar પર ક્લિક કરો

3. Aadhar Authication History પર ક્લિક કરો

4. પોતાનો 12 આંકડાનો આધાર નંબર નાખો

5. આપના રજિસ્ટર મોબાઈલ નંબર આવેલ OTP દાખલ કરો

6. જે સમય ગાળાની માહિતી જોઈતી હોય તે પસંદ કરો.

આમાં કરતા સંપૂર્ણ દસ્તાવેજ પ્રાપ્ત થશે અને આપ તેના ઉપયોગ બાબતે ખરાઈ કરી શકશો.

 

 

 

 

 

Comments

Leave a Comment