૨૬ નવેમ્બર ભારતીય બંધારણ દિવસ,- થોડું આપડા બંધારણ વિષે

૨૬ નવેમ્બર રાષ્ટ્રીય બંધારણ દિવસ.

 

  • આ દિવસે વર્ષ ૧૯૪૯માં આપણા બંધારણને સંવિધાન સભા દ્વાર ૨ વર્ષ ૧૧ મહિના અને ૧૮ દિવસની ખૂબ લાંબી,જટિલ,ગહન અને વિસ્તૃત ચર્ચા અને સંમતિ બાદ સ્વતંત્ર ભારતને એક નવી દિશા નિર્દેશ આપવા અને સ્વમાનના પ્રતીક સ્વરૂપે સ્વીકાર કરવામાં આવ્યું હતું.

 

  • કોઈ પણ દેશ માટે બંધારણ શા માટે જરૂરી?

 

  • રાજકીય વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર જેમ ક્રિકેટ,ફૂટબોલ જેવી રમતમાં વિવિધ નિયમ હોય છે જેના આધારે સમગ્ર રમતનું સુચારુ રૂપે સંચાલન થાય છે અને એના આધારે તેનો ઉદ્દેશ સચવાય છે . કલ્પના કરો કે ક્રિકેટની રમતમાં કોઈ નિયમજ ન હોય તો શું સ્થિતિ સર્જાય ?

 

  • આજ પ્રકારે સમગ્ર દેશના સુચારુ વહીવટ અને પ્રશાસનિક વ્યવસ્થા હેતુ એક નિયમાંવલીની આવશ્યકતા હોય છે. જે વહીવટ કર્તાઓ ને માર્ગદર્શન આપે છે.જેને વ્યવહારિક રૂપે દેશના બંધારણ સ્વરૂપે ઓળખવામાં આવે છે. અર્થાત બંધારણ એક રૂલ બુક છે.

 

  • ભારતીય બંધારણ એ ફક્ત નિયમોનો સંગ્રહ જ નથી પરંતુ એ સ્વતંત્ર ભારતના લોકોની અને સ્વતંત્રતાની ચળવળમાં પોતાના પ્રાણોની આહુતિ આપનાર સર્વે હુતત્માઓના સપના અને ઈચ્છાઓનું લેખિત સ્વરૂપ છે. ભારતીય બંધારણએ ભારતને સમયની સાથે નીતનૂતન લક્ષ્યાંકો પ્રાપ્ત કરતા કરતા દેશનાા નાગરિકોની  સ્વતંત્ર,સમાનતા અને બંધુતાની ભાવના જળવાઈ રહે તેનું માર્ગદર્શન કરે છે.

 

  • ભારતીય બંધારણનો ટુંકો ઇતિહાસ.
  • સ્વતંત્રતાની ચળવળ દેશ વ્યાપી બનતી જતી હતી અને શિક્ષણ અને પ્રચાર - પ્રસાર ના માધ્યમો થકી લોકો જાગૃત થયા હતા.આથી બ્રિટિશ સામ્રાજ્ય થી દેશને પૂર્ણ સ્વતંત્ર કરવાની ચરવળે વધુ જોર પકડ્યું હતું 

 

  •  ભારત સરકાર અધિનિયમ ૧૯૩૫ ના દસ્તાવેજ એ ભારતીય બંધારણનો સ્રોત રહ્યો હતો.ત્યાર બાદ સંવિધાન સભા દ્વારા તત્કાલીન સમયના વિશ્વના બધા જ લોકશાહી દેશોના બંધારણનો અભ્યાસ કર્યા બાદ આપડું બંધારણ તૈયાર કર્યું હતું.આપડા બંધારણમાં ઘણી બાબતો વિદેશી બંધારણમાંથી લેવામાં આવી છે જેમ કે - બ્રિટિશ માંથી સંસદીય પદ્ધતિ,કાયદાનું શાસન , અમેરિકા માંથી મૂળભૂત હકો,ન્યાય તંત્રની સ્વતંત્રતા.

 

  • વર્તમાન આમુખ એ ૧૩ ડિસેમ્બર ૧૯૪૬એ જવાહરલાલ નેહરુ દ્વારા રજૂ કરાયેલ ઉદ્દેશ્ય પ્રસ્તાવનું નવીન સ્વરૂપ છે.આમુખ એ ભારતના બંધારણનો મૂળભૂત ઉદ્દેશ્ય દર્શાવે છે. વિદ્વાન લોકો આમુખને બંધારણની ચાવી કહે છે.

 

  • જેમાં ભારતનું સ્વરૂપ કેવું રહેશે તો - સર્વભોમ,સામાજિક,બિન સાંપ્રદાયિક,લોકશાહી,ગણ રાજ્ય બની રહેશે તેનો ઉલ્લેખ કર્યો છે. 
  • એ સાથે દેશના નાગરિકો માટે સમાજિક આર્થિક રાજકીય - ન્યાય , વિચારની અભિવ્યક્તિની -સ્વતંત્રતા તથા તક અને પદ ની -સમાનતા નો ઉલ્લેખ કર્યો છે, આ સાથે દેશના લોકોમાં બંધુતાની ભાવના પ્રગટ થાય અને દેશની એકતા અને અખંડિતતા એ સર્વોચ્ય લક્ષ્ય છે એવું દર્શાવાયું છે.

 

 

  • થોડુક આપડા બંધારણ વિશે...    

 

  • ૨૬ નવેમ્બર ૧૯૪૯માં સ્વીકારેલ બંધારણ ૨૨ ભાગ, ૩૯૫ અનુચ્છેદ અને ૮ અનુસૂચિમાં સંકલિત હતું 

 

  • વર્તમાન ભારતીય બંધારણ ૪૪૮ અનુચ્છેદ સાથે ૨૫ ભાગ અને ૧૨ અનુસૂચિમાં સંકલિત છે.

 

  • પ્રેમ બિહારી નારાયણ રાયજાદા બંધારણના મુખ્ય સુલેખક(calligrapher) હતા.

 

  • બંધારણની સજાવટનું કામ શાંતિનિકેતન ના કલાકારો દ્વારા કરાયું હતું

 

  • મૂળ સંવિધાન અંગ્રેજીમાં હતું.

 

  • બંધારણમાં સુધારો કરવાની શક્તિ ફક્ત સંસદ પાસેજ છે.

 

  • દેશનું બંધારણ એકીકૃત છે જેમાં સમગ્ર ભારત માટે એક બંધારણ અને એક નાગરિકતા આપવામાં આવી છે.જ્યારે અમેરિકા,કેનેડા જેવા દેશોમાં રાજ્યોને અલગ બંધારણ અને નાગરિકતા આપવામાં આવી છે.
  • દેશનું સ્વરૂપ સંઘીય છે જેમાં વિવિધ રાજ્યોને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો છે અને વહીવટ હેતુ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે વિષયોની વહેચણી કરવામાં આવી છે.

 

  • દેશની સંસદીય પ્રણાલી કાર્યપાલિકા અને વિધાઇકા વચ્ચે સાંમજસ્ય પૂરું પાડે છે.

 

  • આપના દેશની અંખડિતતાના વિચાર અનુસાર રાજ્યોને સંઘથી અલગ થવાનો હક નથી સમગ્ર ભારત એ રાજ્યનો સંઘ સ્વરૂપે બંધારણીય મર્યાદામાં બની રહશે.બંધારણમાં લેખિત છે કે ફક્ત દેશની સંસદને જ નવા રાજ્યોની રચના અથવા સ્થિત રાજ્યોના સીમાંકનમાં ફેરફાર કરવાની સત્તા છે.

 

  • બંધરણનો સૌથી મહત્વનો ભાગ ૩ છે. જેમાં મૂળભૂત હકોનું વર્ણન કરેલ છે.જે લોકોના સંપૂર્ણ અને સર્વાંગી વિકાસમાં સહાયક છે અને સરકાર પર કેટલાક અંશે પ્રતિબંધ મૂકે છે.
  • મૂળભૂત હકો માં.....
  1. સમતા નો અધિકાર
  2. સ્વતંત્રતા નો અધિકાર
  3. શોષણ વિરૂદ્ધ અધિકાર
  4. ધાર્મિક સ્વતંત્રતા નો અધિકાર
  5. સંસ્કૃતિ અને શિક્ષા સંબંધિત અધિકાર
  6. સવિધનિક યોચરોનો અધિકાર                 નો ઉલ્લેખ કરાયો છે.
  • એની સાથોસાથ અનુચ્છેદ ૩૨ અનુસાર જો કોઈના મૂળભૂત હકોનુ ઉલ્લઘન થતું હોય તો તે સીધો સર્વોચ્ય ન્યાયાલય પાસે જઈ શકે છે.
  •  ભાગ ૪ (અ) માં બંધારણીય ફરજોનો ઉલ્લેખ કરાયો છે. જેમાં નાગરિકોની દેશ અને સમાજ પ્રત્યેની  નૈતિક અને વ્યવહારિક ફરજો અંગેનું વર્ણન કરાયું છે.
  • આવો આજથી સંકલ્પ લઈએ કે દેશના બંધારણ પ્રત્યે આદર વ્યક્ત કરતા તેના રચિયતાઓ ના પરિશ્રમ અને સેવાનું મૂલ્ય સમજી દેશ અને સમાજને બંધારણીય સૂચિત માર્ગે લઈ જતા ભારતને વિશ્વગુરુ બનાવીએ.
  • ભારત માતાકી જય.....!!!

 

 

Comments

Leave a Comment