મતદાન બાબતે તમારો મત શું છે ?

  • અમેરિકન રાષ્ટ્રપતિ John F. Kennedy એ પોતાના એક ઐતિહાસિક ભાષણમાં સમગ્ર દેશ વાસીઓને રાષ્ટ્ર હિતમાં પોતાનું યોગદાન આપવા હાકલ કરતા કહ્યું હતું કે " Ask not what your country can do for you -- Ask what you can do for your country" (એમ ન પૂછો કે દેશ તમારા માટે શું કરી શકે છે ,એમ પૂછો કે તમે દેશ માટે શું કરી શકો છો)

 

  • આ પ્રશ્ન આપણે માટે પણ અત્યારે એટલું જ મહત્વ ધરાવે છે. આજે મતદાન દ્વારા આપણને પણ દેશ અને સમાજ માટે કઈક કરવાની સુનેરી તક આપણને મળી છે તો ક્ષણનો પણ વિચાર કર્યા વિના યોગ્ય ઉમેદવારને પોતાનો મત આપવાનો મત બનાવીએ.

 

  • ઉમેદવારીની પસંદગીની વાત આવે ત્યારે આપડે સૌ સમક્ષ વિકટ પ્રશ્ન ઊભો થાય છે કે કોને પસંદ કરવો. વર્તમાન ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં BJP, કોંગ્રેસ,અને AAP આ ત્રણ રાજકીય પક્ષો આપણી સમક્ષ પોત પોતાના ચુંટણી લક્ષી વાયદા અને વચનો સાથે ઉપસ્થિત છે. 
  • તો કોને મત આપવો જોઈએ ?

 

  • એક સમાજસેવી સંસ્થાના વડાએ ખૂબ સરસ વાત કરી હતી કે, મહાભારતના યુધ્ધ પૂર્વે યાદવોની સભા ભરાઈ હતી અને એમની સમક્ષ વિકટ પ્રશ્ન હતો કે યુધ્ધમાં કોનો પક્ષ લેવો કૌરવોનો કે પાંડવોનો,તો સભાએ બંને પક્ષ - કૌરવો - પાંડવોના વિવિધ પાસા વિશે ચર્ચા કરી. કોઈએ કહ્યું કે માન્યું કે કૌરવો સારા નથી કુકર્મી અને અનૈતિક છે તો પાંડવો પણ ક્યાં દૂધના ધોયેલા છે - પોતાની પત્નીને હોડમાં મૂકવી એ ક્યાંનો ન્યાય. યાદવોની સભા બે પક્ષે વહેચાઈ ગઈ કોનો પક્ષ લેવો એ નક્કી નોહતુ થઈ શકતું. શ્રી કૃષ્ણે જણાવ્યુકે આ ધર્મ યુધ્ધ છે જેમાં વ્યક્તિના સારા નરસા ગુણોને એક ક્ષણ માટે કિનારે મૂકતા એ વિચારવાનું કે ધર્મના પક્ષે કોણ છે અને અધર્મના કોણ. પછી પોતાનો નિર્ણય કરો.

 

  • શ્રી કૃષ્ણની આ વાત આજે આ પરિસ્થિતિમાં આપણા માટે પણ એટલીજ યથાર્થ સાબિત થાય એમ છે. આપણી સમક્ષ જ્યારે આ ૩ ત્રણ રાજકીય પક્ષોના વિકલ્પ છે ત્યારે વિચારવાનું કે 
  •  ધર્મના પક્ષે કોણ છે? 
  •  દેશ અને સમાજ હિતમાં કોણ? 
  • રાષ્ટ્ર જીવનના વિવિધ અંગો - મહિલાઓ, અનુસૂચિત જાતિ અને જનજાતિ સમુદાય,દિવ્યાંગ, વૃદ્ધો તથા અન્ય સર્વે લોકોને સમાવીને સૌના સર્વાંગી વિકાસની નીતિ અને યોજના કયા પક્ષ પાસે છે ?.
  •  કયા પક્ષ પાસે લાંબા ગાળાની સુદઢ આર્થિક વિકાસની નીતિ અને લક્ષ્યાંક છે.
  • કયા પક્ષ પાસે મજબૂત અને દૂરંદેશી નેતૃત્વ છે.
  • કયા પક્ષનું આંતરિક સંગઠન મજબૂત અને પારદર્શી છે.

 

  • ચૂંટણીમાં લોકપ્રતિનિધિઓ પાસે બધાને અપેક્ષાઓ હોય છે. પ્રજાને ચૂંટાયેલી સરકારના પ્રતિનિધિઓ પાસેથી સર્વાંગી વિકાસના કામ લેવાના, જવાબ માંગવાના હકો અને અપેક્ષાઓ હોય છે. લોકપ્રતિનિધિએ પોતાના ક્ષેત્રમાં નાગરિકોને સુવિધા અને સુરક્ષા પ્રદાન થાય, શિક્ષણ અને રોજગાર મળી રહે તેવી અનેક ફરજો બજાવવાની હોય છે. 

 

  • એકવીસમાં સદીમાં સૌથી મહત્વનું એ કે જ્ઞાતિ આધારિત રાજકારણમાંથી ઉપર ઉઠીને વિકાસ આધારિત નેતૃત્વ પસંદ કરવાનો ભાવ કેળવીએ તો જ આપણે લાયકાતવાળા, પ્રતિબદ્ધ, પ્રતિભાશાળી અને સક્ષમ લોકપ્રતિનિધિ પસંદ કરી શકનારા સક્ષમ નાગરિકો ગણાઈ શકીએ.

 

  • રાજકારણમાં આપણી પાસે Available best નો વિકલ્પ હોય છે.અર્થાત જે ઉમેદવારો છે એમાંથી જ કોઈ એક સૌથી યોગ્ય છે એને પસંદ કરવાનો રહે છે. જો આપણે NOTA નો વિકલ્પ પસંદ કરીએ છીએ તો આપણે Available best ઉમેદવારને પણ અવગણી પરોક્ષ રીતે અયોગ્ય ઉમેદવારને પોતાનો મત આપીએ છીએ.

 

  • યારે સમગ્ર વિશ્વ સંકટ પૂર્ણ સમયમાં થી પસાર થયું રહ્યું હોય ત્યારે આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સમસ્યાઓ વચ્ચે કોઈ પણ રાજકીય પક્ષના નૈતિક આચરણના માર્ગમાં અવરોધો આવે એ સહજ છે, પણ હાલ ભારત જ્યારે G 20 સમૂહનું નેતૃત્વ કરી રહ્યું છે જે આપડા સૌના માટે ગૌરવની વાત છે. જે આગામી વર્ષ 2030 સુધીની દેશના વિકાસની નીતિ ઘડશે. આ બધા પાસા વિચારી આપડે પણ રાષ્ટ્રવાદી બનીએ અને Available best ઉમેદવારને પસંદ કરીએ.

 

  • તો આવો આપણે ૧૦૦ ટકા મતદાન કરીએ અને કરાવીઍ.

 

  • મારો મત રાષ્ટ્રહિતમાં
  • મારો મત ભારતીય સંસ્કૃતિને
  • મારો મત દેશના વિકાસમાં
  • મારો મત સમરસ સમાજને
  • મારો મત ભારતને વિશ્વ ગુરુ બનાવવા.
  • મારો મત ભારત માતાના ચરણોમાં.

 

 

 

1 Comments

Leave a Comment