મહિલાઓની જાતીય સતામણી વિરૂદ્ધ કાયદો.

 

  • તાજેતરમાં જ બનેલી એક ઘટના અનુસાર આયર્લેન્ડમાં એક યુવતીએ જાતીય સતામણીના કેસમાં કંપનીના માલિક પાસેથી ૯૦ હજાર પાઉન્ડ એટલેકે ૯૦ લાખનું વળતર મેળવ્યું.પ્રાપ્ત માહિતી અનુસાર એક મિટિંગ દરમિયાન કંપનીના વરિષ્ઠ અધિકારીએ જાહેરમાં યુવતીને નીચેના ભાગે થપ્પડ લગાવી હતી.

 

  • આપણી આસ પાસ કદાચ આવી ઘણી ઘટનાઓ બનતી હશે પરંતુ કાયદાની યોગ્ય માહિતીનો અભાવ અને સામાજિક પ્રતિષ્ઠા ગુમાવવાના ડરના કારણે આવા ગુના સામે આવતા નથી.

 

 

  • આવી ઘટનાની નકારાત્મક અસરો સમાજ અને રાષ્ટ્ર જીવન પર પડતી હોય.છે. સરકાર જ્યારે વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે પ્રયત્નશીલ હોય ત્યારે આવી ઘટનાઓ તેમાં વિઘ્ન રૂપ બને છે.

 

  • ભારતીય સમાજમાં મહિલાઓ સંખ્યાત્મક રીતે ૫૦ ટકા જેટલું પ્રતિનિધિત્વ ધરાવે છે ત્યારે તેમની સુરક્ષા એ ખૂબ મહત્વની બાબત બની રહે છે

 

  • કાયદો અને તેની મહત્વની જોગવાઈઓ.

 

  • The sexual harrasment of women at workplace (Prevention, Prohibition and Redressal) act 2013 કામના સ્થળે મહિલાઓની જાતીય સતામણી રોકવા અને સમાધાન હેતુ ૨૦૧૩માં આ કાયદો લાવવામાં આવ્યો હતો.

 

  • સુપ્રીમ કોર્ટ દ્વારા ૧૯૯૭માં વિશાખા કેસના ચુકાદામાં નિર્દેશિત સૂચનો અનુસાર આ કાયદાની જોગવાઇ કરેલી છે.

 

  • ૨૦૧૩ના કાયદાની જોગવાઈઓ

 

  • દરેક કંપનીના માલિક જ્યાં ૧૦ કે વધુ કર્મચારી કામ કરે છે તેવી પ્રત્યેક શાખા અને વિભાગમાં એક આંતરિક ફરિયાદ સમિતિ (Internal complaint committee) ની રચના કરશે.,તેમાં જાતીય સતામણીના કેસના સમાધાન હેતુ જોગવાઈઓ દર્શાવેલ હશે.

 

  •  કંપનીમાં કામ કરતી મહિલા કર્મચારીઓ અને કાર્ય સ્થળની મુલાકાત લેનાર મહિલાઓને પણ આ કાયદા હેઠળ રક્ષણ પૂરું પાડવામાં આવે છે.

 

  • જાતીય સતામણી ને કઈ રીતે વ્યાખ્યાયિત કરાઈ છે ?

 

  • જાતીય સતામણી ની વ્યાખ્યામાં નીચેના માંથી ''એક કે વધુ વાર" થયેલ કોઈ પણ અસ્વીકાર્ય ક્રિયા કે વ્યવહાર..

  1.  શારીરિક સ્પર્શ 
  2.  શારીરિક સંબંધ માટે માગણી કે ઈચ્છા દર્શાવવી
  3.  જાતીય ટિપ્પણી કરવી
  4.  અશ્લીલ ફોટા કે વિડિયો બતવાવ
  5. કોઈ પણ પ્રકારનું અસ્વીકાર્ય શારીરિક,મૌખિક કે બિન મૌખિક આચરણ કે જે જાતીય સતામણી પ્રકારનું હોય.

 

  • આ ઉપરાંત મહિલા અને બાળ કલ્યાણ વિભાગે એક માર્ગદર્શક પુસ્તિકા બહાર પાડી છે જેમાં જાતીય સતામણીના આચરણ વિશે વધુ સ્પષ્ટ રૂપે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે.

 

  • વધુમાં આ કાયદામાં 5 (પાંચ) પરિસ્થિતિનો ઉલ્લેખ કરાયો છે જે જાતીય સતામણી ની વ્યાખ્યા હેઠળ આવે છે

  1. નોકરી દરમિયાન વિશેષ સેવા આપવાનું સૂચિત કે સ્પષ્ટ વાયદો
  2.  અયોગ્ય વ્યવહાર કરવાની સ્પષ્ટ કે ગર્ભિત ધમકી
  3. . વર્તમાન કે ભવિષ્યની રોજગારીની સ્થિતિ બાબતે ધમકી આપવી.
  4.  મહિલા કર્મચારીના કામમાં હસ્તક્ષેપ કરવો અથવા પ્રતિકૂળ વાતાવરણ ઉભુ કરવું
  5. સ્વાસ્થ્ય અને સુરક્ષાને અસર કરે તેવો અપમાનજનક વ્યવહાર કરવો

 

 

  • આંતરિક ફરિયાદ સમિતિ (ICC) ની કામગીરી 

 

  • પીડિત મહિલા દ્વારા લેખિતમાં ફરિયાદ આપવી, જો એવું શક્ય ન બને તો સમિતિનું કોઈ પણ સભ્ય પીડિતને ફરિયાદ કરવા સલાહ અને માર્ગદર્શન આપી શકે છે.

 

  • જો પીડીત મહિલા તેની શારીરિક/માનસિક અસક્ષમતા/મૃત્યુ કે કોઈ અન્ય કારણોસર ફરિયાદ કરવા સક્ષમ ન હોય તો તેના વારસદાર ફરિયાદ કરી શકે છે.

 

  • શું કેસ સમાધાનની કોઈ સમય મર્યાદા છે ?

 

  • કાયદાની જોગવાઇ અનુસાર આંતરિક ફરિયાદ સમિતિએ કેસનો નિકાલ ત્રણ મહિનામાં કરી દેવો જોઈએ.

 

  • કાર્યવાહીના સંદર્ભમાં આંતરિક ફરિયાદ સમિતિ કેસને પોલીસને મોકલી શકે છે અથવા પોતે જ તપાસ શરૂ કરી શકે છે. આ સંદર્ભમાં સમિતિ પાસે સિવિલ કોર્ટ જેટલી સત્તાઓ ઉપલબ્ધ હોય છે.

 

  • કાયદાની જોગવાઈ અનુસાર સમગ્ર કાર્યવાહી દરમિયાન મહિલા, પ્રતિવાદી, સાક્ષી તથા અન્ય માહિતી પૂરી પાડનાર સર્વેની ઓળખ જાહેર ન કરી શકાય.

 

  • જો કેસ સાબિત થાય છે તો સમિતિ કંપનીને સેવા નિયમોના અધિન કાર્યવાહી કરવા આદેશ આપે છે. 

 

  • જેમાં મહિલાને તેના શારીરિક માનસિક શોષણ, કારકિર્દીની તકો ગુમાવી,સ્વાસ્થ્યનો ખર્ચ જેવા ધોરણોને આધારે વળતર ચૂકવવામાં આવે છે.

 

  • જો ગુનો સાબિત નથી થતો તો પ્રતિવાદી આરોપ મુકનાર મહિલા વિરૂદ્ધ અપીલ કરી ફરિયાદ નોધાવી શકે છે.
  • પીડિત કે પ્રતિવાદી 90 દિવસ બાદ કોર્ટમાં અપીલ કરી શકે છે

 

 

  • આ સંદર્ભે ભારત સરકારની પહેલ.

 

  •  રાજ્ય સરકાર દરેક જિલ્લામાં એક અધિકારી નીમશે જે સ્થાનીક ફરિયાદ સમિતિની રચના કરશે જેથી અસંગઠિત અને નાના એકમમાં કામ કરતી મહિલાઓને સુરક્ષા પ્રાપ્ત થાય 

 

  • મહિલા અને બાળ ક્યાણ મંત્રાલય દ્વારા SHe-Box (Sexual harrasment electronic Box) શરૂ કરાયું છે.

 

  • જેમાં ખાનગી કે સરકારી, સંગઠિત કે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતી મહિલાઓની બધી જ સમસ્યાઓનું એક જ કેન્દ્ર પર સમાધાન પર પ્રાપ્ત થશે.

 

Comments

Leave a Comment