બાળકોના મોબાઈલ અને ઈન્ટરનેટ વપરાશ પર રાખો નજર

 વ્યસ્ત રહેતા બાળકોના માતા પિતા માટે એક ખૂબ ઉપયોગી માહિતી અને તેમની સમસ્યાનું સમાધાન

ટેકનોલોજી આશીર્વાદ રૂપ છે પણ જો કાળજી ન રાખવામાં આવે તો અભિશાપ બની શકે છે.

 

તાજેતરમાં બનેલી ધટનાઓ

૧. સુરતમાં ગેમ રમતા લડાઈ થતા યુવાનની હત્યા

૨. ઉ.પ્ર. બરેલીમાં વિદ્યાર્થિની ઓનલાઇન ગેમ રમતા યુવકના પ્રેમમાં પડી તો ઘર છોડ્યું.

૩. ટીવી સ્ટાર ૨૦ વર્ષીય તુનીશા શર્માની આત્મહત્યા

૪. ઈન્સ્ટાગ્રામ પર રિલ્સ બનવાની હોડમાં અકસ્માતની ઘટનાઓ.

 

સુરતમાં એક તરફી પ્રેમી યુવકે જાહેરમાં યુવતીની હત્યા કરી,જેના ચુકાદો સંભળવતા કોર્ટે જણાવ્યું કે યુવાનોમાં આ પ્રકારની હિંસક વૃત્તિનું એક કારણ સોશિયલ મીડિયા,હિંસક વેબ સિરીઝ અને ગેમિંગ ની આદત છે. જેના કારણે યુવક - યુવતીઓ માનસિક રીતે પ્રતાડિત અને અશાંત જોવા મળે છે.

 

 

વયસ્ક લોકો માટે you tube,what's app, instagram, Facebook તથા અન્ય પ્લેટફોર્મ વ્યક્તિગત મનોરંજન માટે જરૂરી છે,પણ તરૂણ વયના બાળકો જેઓ વિદ્યાર્થી અવસ્થામાં છે તેમના માટે આ બધા પ્લેટફોર્મ નો ઉપયોગ નુકસાન કારક સાબિત થઈ શકે છે.

 

સોશિયલ મીડિયા એડિકશન ની અસરો:

 

૧. વ્યક્તિ પારિવારિક અને સામાજિક જીવનથી

દૂર થતો જાય છે.

 

૨. Real life નહિ પણ ઈન્સ્ટાગ્રામ ની Reels માં વ્યસ્ત રહે છે.

 

૩. સ્વભાવ ચીડિયો અને અસ્થિર મનોસ્થિતિ

 

૪. વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયા પર જોયેલ વીડિયોને ઘરે પ્રયોગ કરતા ગંભીર અકસ્માતની ઘટનાઓ.

 

૫. You tube, instagram પર જોવા મળતા બીભત્સ,અશ્લીલ વીડિયો અને ફોટા ના કારણે બાળકની મનોસ્થિતિ અને અભ્યાસ પર નકારત્મક અસર.

 

 

આના બધી સમસ્યાના સમાધાન માટે આજે એક ખૂબ ઉપયોગી Google Family link એપ વિશે વાત કરીશું અને તેના ફાયદા અને ઉપયોગ કઈ રીતે કરવો તે જાણીશું.

 

 

બાળકો માત્ર એક જ વસ્તુનો આગ્રહ રાખે છે અને જેની સામે માતા-પિતા હારી જાય છે અને તે છે સ્માર્ટફોન. બાળકોને સ્માર્ટફોનને વળગી રહેવાની આદત પડી જાય છે, જેના કારણે માતા-પિતા પરેશાન થઈ જાય છે. ફોન હાથમાં આવતાં જ બાળકો યુટ્યુબ, વોટ્સએપ અને બીજી ઘણી એપ્સ એક્સેસ કરે છે. 

 

જો બાળક સામે છે, તો તે સારું છે. પરંતુ જ્યારે બાળક ફોન સાથે એકલું હોય છે, ત્યારે તેઓ સમજી શકતા નથી કે બાળકો ફોન પર શું કરે છે. બાળકો એટલા સ્માર્ટ થઈ ગયા છે કે તેઓ સર્ચ હિસ્ટ્રી પણ ડિલીટ કરી નાંખે છે.જેથી માતાપિતાને ખબર ન પડે કે તેઓ શું જોઈ રહ્યા છે. આ કિસ્સામાં આ એપ તમારી મદદ કરી શકે છે. આની મદદથી તમે સરળતાથી જાણી શકો છો કે બાળક ફોન પર ક્યાં અને શું જોઈ રહ્યું છે. આવો જાણીએ તેના વિશે...

 

 

 

ગૂગલ ફેમિલી એપ મોનિટર કરી શકશે-

બાળકો ઈન્ટરનેટનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકે તે માટે ગૂગલે આ એપ તૈયાર કરી છે. જો તમારું બાળક નાનું હોય કે કિશોર હોય, તો તમે Family Link ઍપ પર ઈન્ટરનેટનો ઉપયોગ કરવા માટેના નિયમો બનાવી શકો છો. તમે આ એપને તમારા બાળકના ફોનમાં ઈન્સ્ટોલ કરી શકો છો અને તેને એક્સેસ રાખી શકો છો.

 

બાળકોની દરેક પ્રવૃત્તિ પર નજર રાખશે-

એપ જણાવશે કે બાળક સ્માર્ટફોન પર કેટલો સમય રહે છે. બાળક કઈ એપનો ઉપયોગ કરી રહ્યું છે તેની વિગતો પણ હશે. જો બાળકે કોઈપણ એપ ઈન્સ્ટોલ અને ડીલીટ કરી હશે તો તેની વિગતો પણ તમને દેખાશે.

 

એપ્સ પર પ્રતિબંધ લગાવી શકાય છે-

જો તમારા બાળકના સ્માર્ટફોનમાં કોઈ એપ બિનજરૂરી છે, તો તમે તેને તમારા ફોનમાંથી જ પ્રતિબંધિત કરી શકશો. ધારો કે, જો બાળકે પ્લે સ્ટોર પરથી કોઈ એપ ઈન્સ્ટોલ કરી હોય, તો તમે તેને તમારા ફોનમાંથી જ પ્રતિબંધિત કરી શકો છો.

 

સમય મર્યાદા સેટ કરો-

જો તમારું બાળક સ્માર્ટફોન સાથે ચોંટી રહેતા હોય , તો તમે સમય મર્યાદા સેટ કરી શકો છો. એપમાં સમય મર્યાદા સેટ કરવાનો વિકલ્પ છે. સમય મર્યાદા નક્કી થતાં જ બાળકનો સ્માર્ટફોન લોક થઈ જશે.

 

બાળકનો ફોન લોક કરી શકાય છે-

જો બાળક આખી રાત સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે, તો તમે આ એપની મદદથી બાળકના ફોનને લોક કરી શકો છો. લોક કર્યા પછી બાળક સ્માર્ટફોનનો ઉપયોગ કરી શકશે નહીં.

 

લોકેશન જાણી શકશો-

સૌથી વધુ ચિંતા એ છે કે બાળક ક્યાં છે. આ એપ થકી તમે જાણી શકશો કે બાળક કયા સમયે ક્યાં છે. તમારે ફક્ત એપ પર લોકેશન મોડ રાખવાનો છે. બાળક કયા સમયે ક્યાં છે? તમે સરળતાથી લોકેશન ટ્રૅક કરી શકશો.

 

Google Family link એપ 

Google Family link App

 

Comments

Leave a Comment