વિધવા સહાય યોજના

 

  • નિરાધાર વિધવા બહેનો સમાજમાં સમ્માનથી જીવી શકે તે માટે વિધવા બહેનોને આર્થિક મદદરૂપ થવાના ઉદેશ્ય સાથે ગંગા સ્વરૂપા યોજના અમલમાં મુકવામાં આવી છે. વિધવા સહાય યોજનાનું નામ બદલીને ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના કરવામાં આવ્યું છે.

સહાયની રકમ?

  • વિધવા વિદ્યાર્થીને દર મહીને લાભાર્થીના પોસ્ટ/બેંક ખાતામાં સીધા DBT  મારફતે 1250 રૂપિયા જમા કરવામાં આવે છે. 

યોજનાની પાત્રતા?

  • 18 વર્ષ કે તેથી વધારે ઉંમરની કોઈપણ નિરાધાર વિધવા મૃત્યુ પર્યંત લાભ મેળવી શકે છે. 

  • BPL લાભાર્થી જેમની 40 વર્ષથી વધારે વય હોય તેવી વિધવા સ્ત્રીઓને આ યોજનાનો  લાભ મળી શકે છે. 

  • વિધવા સહાય મેળવવા માટે ગ્રામ્ય સ્તરે કુટુંબની વાર્ષિક આવક 1,20,000 તથા શહેરી વિસ્તાર માટે 1,50,000ની જોગવાઈ સરકાર દ્વારા કરવામાં આવી છે. 

ડોક્યુમેન્ટ?

  • પતિના મરણનો દાખલો 

  • આધારકાર્ડ 

  • રાશનકાર્ડની નકલ 

  • આવક અંગેનો દાખલો 

  • વિધવા હોવા અંગેનો દાખલો 

  • પુનઃ લગ્ન કરેલ નથી તે બાબતનું તલાટીનું પ્રમાણપત્ર 

  • અરજદારની ઉંમર અંગેના પુરાવા 

  • પાસપોર્ટ સાઈઝના બે ફોટા 

  • બેંક અથવા પોસ્ટ પાસબુક 

અરજી ફોર્મ ક્યા તથા કેવી રીતે ભરવું?

  1. ઓનલાઈન અરજીઓ બાબતની કામગીરી ગ્રામપંચાયત ખાતે "DIGITAL GUJARAT PORTAL" પરથી ઓનલાઈન અરજી કરવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. 

  • સૌ પ્રથમ Vidhva Sahay Yojana Form ની નકલ મેળવીને અરજી પર ગ્રામ પંચાયતના તલાટી પાસે સહી તથા સિક્કા કરાવીને VCE ને આપવું. 

  • ગ્રામ પંચાયતના VCE દ્વારા Digital Gujarat Portal પર ઓનલાઈન એંટ્રી કરવામાં આવશે.

હેલ્પલાઈન નંબર: 18002 335500 

યોજના ચાલુ રાખવા માટેની શરતો?

  • વિધવા લાભાર્થીઓને દર વર્ષે જુલાઈ માસમાં તેમણે પુનઃ લગ્ન કર્યા નથી તે અંગેનું તલાટીનું પ્રમાણપત્ર સંબંધિત મામલતદાર કચેરીમાં જમા કરાવવાનું રહેશે. 

  • વિધવા સહાય યોજનાનો લાભ ચાલુ રાખવા હેતુથી લાભાર્થીઓએ કુટુંબની આવક અંગેનું પ્રમાણપત્ર દર ત્રણ વર્ષે જુલાઈ માસમાં જમા કરાવવાનું રહેશે. 

અરજીનું સ્ટેટસ કેવી રીતે જાણવું?

  • સૌ પ્રથમ લાભાર્થી અહીં ક્લિક કરો વેબસાઈટ ઓપન કરો. 

  • NSAP વેબસાઈટ ખોલ્યા બાદ REPORT માં જવું 

  • REPORTમાં beneficiary search, track and pay માં જવું. 

  • ત્યારબાદ pension payment details માં જવું. 

  • લાભાર્થી 3 રીતે પોતાની online application નું સ્ટેટસ જાણી શકશે. 

  • sanction order no/application no 

  • application name 

  • mobile no. 

રેશન કાર્ડ માટે અરજી કરવા અહીં ક્લિક કરો

 

Comments

Leave a Comment