પ્રધાનમઁત્રી જન આરોગ્ય યોજના(મુખ્યમંત્રી વાત્સ્લ્ય યોજના)

 

  • આ યોજના હેઠળ ઘણા ગરિબ પરિવારો ને ખુબ જ મદદ મળેલ છે

  • તેઓ તેમના સ્વજનો ને સરકારી કે ખાનગી દવાખાના મા તદન મફત સારવાર લઇ શકે છે.

ફાયદાઓ

  • સરકાર તરફ થી ગરીબ અને મધ્યમ વર્ગ ના પરિવારો ને 5 લાખ સુધી ની સહાય કેશલેશ

  • મા પરિવાર દિઠ 5 લાખ રૂપિયા ની સહાય થી તેઓ ગુજરાત ની સરકારી અથવા ખાનગી હોસ્પિટલ મા કેશલેસ સારવાર તદન મફત મા લઇ શકે છે.

યોગ્યતાઓ

  • આ મુખ્યમંત્રી અમૃતમ “મા” યોજના નો લાભ ગુજરાત મા વસવાટ કરતા ગરીબી રેખા(BPL) નીચે જીવન જીવતા પરિવારો ને મળે છે.

  • “મા વાત્સલ્ય” કાર્ડ યોજના નો લાભ મધ્યમ વર્ગ ના પરિવારો ને મળે છે કે જેઓ ની વાર્ષિક આવક 4 લાખ કરતા ઓછી છે તેઓ ને આ યોજના નો લાભ મળવાપાત્ર છે.

  • “મા વાત્સલ્ય” યોજના નો લાભ સાલ 2018 થી ગુજરાત સરકાર આરોગ્ય શાખા મા કાર્યરત આરોગ્ય કર્મચારીઓ વર્ગ‌‌-3 ને અને આશા વર્કર(ASHA) બેહનો ને મળવા પાત્ર છે.

  • આ યોજના નો લાભ જેઓ ની ઉમર 60 વરસ કરતા વધારે છે કે જેઓ સિનિયર સિટિજન મા આવે છે અને તેઓ ની વાર્ષિક આવક 6 લાખ કરતા વધારે છે.તેવા બધા લોકો ની આ યોજના નો લાભ મળવાપાત્ર છે.

  • રાજ્ય ની કોઇ પણ શાખા મા ફિક્સ 5 વરસ મા નોકરી કરતા રાજ્ય સરકાર ના તમામ કર્મચારીઓ ને Maa Vatsalya Yojana નો લાભ મળવાપાત્ર છે.

  • ગુજરાત મા જે તમામ માન્ય પત્રકારો છે તેઓ ને આ યોજના નો લાભ મળે છે

આધારપુરાવા

  • મા કાર્ડ માટે જે પરિવારો BPL મા આવતા હોઇ તેઓ ગામ ના તલાટીમંત્રી પાસે થી BPL નો દખલો રજુ કરવાનો રહેશ.

  • બારકોડ વાળુ રેશનિંગ કાર્ડ (રેશનિંગ કાર્ડ મા વધુ મા વધુ 5 વ્યક્તિ નો સમાવેશ)

  • આ યોજના નો લાભ કુટુંબ ના વધુ મા વધુ 5 વ્યક્તિઓ ને જ મળે છે.

  • પરિવાર ની વાર્ષિક આવક નો દાખલો.

  • પરિવાર મા જે 5 વ્યક્તિઓ ને લાભ આપવો હોઇ તેમના બધા ના આધાર કાર્ડ ની પ્રમાણીત નકલ.

  • આશા બેહનો માટે જો તેઓ ગામડા મા ફરજ બજાવતા હોઇ તો તેમના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર  ના મેડિકલ ઓફિસર નુ પ્રમાણપત્ર.
  • આશા બેહનો માટે જો તેઓ શહેરી વિસ્તાર મા ફરજ બજાવતા હોઇ તો તેઓ ના અર્બન હેલ્થ ઓફિસર નુ પ્રમાણપત્ર.

  • રાજ્ય સરકાર મા ફરજ બજાવતા તમામ ફિક્સ કર્મચારીઓ વર્ગ-3 અને વર્ગ-4 ને તેઓ નુ નિમણૂક પત્ર અને સંબંધિત કચેરી ના વડા પાસે થી પ્રમાણપત્ર.

  • પત્રકારો માટે તેઓ ને માહીતી વિભાગ દ્વારા માન્યતા પ્રાપ્ત કરેલ પત્રકાર તરિકે નુ પ્રમાણપત્ર

આવક કેટલી જોઇશે?

  • મુખ્યમંત્રી અમૃતમ “મા” યોજના માટે BPL વાળા પરિવારો ને લાભ મળે છે.જેમા આવક ની જરૂર હોતી નથી.

  • “મા વાત્સલ્ય” યોજના માટે 4 લાખ ની વાર્ષિક આવક મર્યાદા છે.દાખલો ફક્ત 3 વર્ષ જ માન્ય રહેશે.

માં કાર્ડ માટે અરજી કરો

  • આ યોજના નો લાભ લેવા માટે ગામડા વાળા ને તેમના તાલુકા મા તાલુકા આરોગ્ય કચેરી પર જવાનુ હોઇ છે. જ્યા તેઓ બધા ડોક્યુમેંટ રજુ કરવાથી તેઓ ને ત્યા મા કાર્ડ કાઢી આપે છે.

  • વધુ મા પ્રાથમિક આરોગ્ય કેંદ્રો/સામુહિક આરોગ્ય કેંદ્રો પર મા કાર્ડ માટે ના સેંટરો ઉભા કરવામા આવેલ છે.ત્યાથી પણ તમે મા કાર્ડ કાઢાવી શકો છો.

દાખલાઓ

  • ફોર્મ અને ફોટો

  •  ચુંટણી કાર્ડની નકલ 

  • રેશનકાર્ડની નકલ

  • આધારકાર્ડની નકલ

  • આવકનો દાખલો (વાત્સલ્ય કાર્ડ માટે રૂ.૩ લાખ કે તેથી ઓછી આવક)

  • મહાનગરપાલિકાનાં BPL કાર્ડની નકલ (માં અમૃતમકાર્ડ માટે જ)

કઈ બિમારી નો ઇલાજ થશે?

  • કેંસર ની બિમારી માટે.

  • હદય ને લગતી તમામ બિમારિઓ માટે(બાયપાસ સર્જરી, એંજિઓગ્રાફી,સ્ટેંટ-સ્પ્રિંગ બેસાડવા માટે)

  • કિડ્ની સંબંધિત તમામ રોગો.

  • મગજ ના અને કરોડરજ્જુ ના તમામ રોગો.

  • ગંભીર અકસ્માત એન તેની ઇજાઓ માટે.

  • નવજાત શિશુ ને કોઇ પણ રોગ માટે9(3 વર્ષ ની ઉમર સુધી જ)

  • બળવુ કે દાજી જવાના કિસ્સા મા સારવાર.

 

Comments

Leave a Comment