નિરાધાર વૃદ્ધ સહાય યોજના

યોજનાનો હેતુ

  • ગુજરાત સરકાર રાજ્યમાં રહેતા નિરાધાર વૃદ્ધો, નિરાધાર અપંગો, કે નિરાધાર વ્યકિતોને સમાજમાં સન્માનભેર જીવન જીવી શકે તેમજ તેમને આર્થિક રીતે મદદરૂપ થાય તે હેતુથી “નિરાધાર વૃધ્ધોને રાજ્ય સરકારની આર્થિક સહાય યોજના’ અમલમાં મૂકવામાં આવેલી છે.

  • જેથી નિરાધાર વૃદ્ધો લાભ લઈને પોતાનું જીવન ગુજરાન ચાલવી શકે. જેનો અમલ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના નિયંત્રણ હેઠળના સમાજ સુરક્ષા વિભાગ દ્વારા કરવામાં આવે છે.

યોગ્યતા

  • અરજદાર લાભાર્થીની ઉંમર ૬૦ (60) વર્ષથી કે તેથી વધુ હોવી જોઈએ.

  • અરજદારને 21 વર્ષ કે તેથી વધુ વયનો પુત્ર ન હોવો જોઈએ

  • દિવ્યાંગ અરજદારની ઉંમર 45 વર્ષથી વધુ અને દિવ્યાંગતા 75 %થી વધુ હોવી જોઈએ.

  • લાભાર્થીનો જો પુત્ર 21 વર્ષ (પુખ્તવય) નો હોય પણ માનસિક અસ્થિર હોય કે કેન્સર, ટી.બી જેવી ગંભીર માંદગીથી પીડાતો હોય તો નિરાધાર વૃદ્ધોને રાજ્ય સરકારની આર્થિક સહાય યોજનાનો લાભ મળવાપાત્ર થાય.

  • લાભાર્થી ઓછામાં ઓછા 10 (દસ) વર્ષથી વધુ ગુજરાત રાજ્યમાં કાયમી વસવાટ કરતા હોવા જોઈએ.

આવક મર્યાદા

  • આ યોજનાનો લાભ માટે લાભાર્થીની વાર્ષિક આવક શહેરી વિસ્તાર માટે 150,000 (દોઢ લાખ રૂપિયા)

  • ગ્રામ્ય વિસ્તાર માટે 120,000 (એક લાખ વીસ હજાર) થી વધુ ન હોવી જોઈએ.

ડોક્યમેન્‍ટ

  • લાભાર્થીનો ઉંમર અંગેનો પુરાવો (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર-LC, જન્મનો દાખલો, મેડિકલ સર્ટિફિકેટ પૈકી કોઈપણ એક)

  • આવક અંગેનું પ્રમાણપત્ર (Income Certificate)

  • ગુજરાતમાં વસવાટ અંગેનું પ્રમાણપત્ર

  • રહેઠાણનો પુરાવો (રેશનકાર્ડ/વીજળી બિલ/આધારકાર્ડ/ચૂંટણીકાર્ડ પૈકી કોઈપણ એક)

  • આધારકાર્ડ(Aadhar card)

  • લાભાર્થી દિવ્યાંગ હોય તો દિવ્યાંગતાનું પ્રમાણપત્ર (સિવિલ સર્જનનું સર્ટિફિકેટ)

  • 21 વર્ષથી વધુ ઉંમરનો પુત્ર હોય, પરંતુ જો શારીરિક રીતે અપંગ હોય તો અપંગતાની ટકાવારી દર્શાવતું અસ્થિત વિષયક નિષ્ણાંત તબીબનું/TB કેન્‍સરથી પીડાતા હોય તો સિવિલ સર્જનનું પ્રમાણપત્ર અરજી સાથે રજૂ કરવું.

  • 21 વર્ષથી વધુ ઉંમરનો પુત્ર ન હોય તેનું પ્રમાણપત્ર

  • બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ

મળવાપાત્ર લાભ

  • લાભાર્થીની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ ઉંમર હોય તો માસિક રૂપિયા 750 (સાતસો પચાસ) DBT (Direct Benefit Transfer) દ્વારા લાભાર્થીને સીધા બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે.

  • Viklang pension yojana(ASD) એટલે નિરાધાર અપંગોના નિભાવ માટેની આ યોજના છે. આ યોજના હેઠળ દિવ્યાંગ લાભાર્થીની ઉંમર 45 થી વર્ષથી વધુ અને દિવ્યાંગતા 75% થી વધુ હોય તો દર મહિને 750/- પેંશન સહાય પેટે આપવામાં આવશે.

અરજી ક્યાં કરવી?

  • અરજી પ્રક્રિયા-ઓનલાઈન (Digital Gujarat Portal)

  • ગ્રામસ્તરે “e-gram કેન્‍દ્રો” મારફતે નિમાયેલા Village Computer Entrepreneur (VCE) દ્વારા નિરાધાર વૃદ્ધોને રાજ્ય સરકારની આર્થિક સહાય યોજનાની ઓનલાઈન અરજીઓ “digital gujatat portal website” પર કરવાની રહેશે. જેની અરજી દીઠ રૂપિયા 20/- (વીસ રૂપિયા) લેખે અરજદારને ચૂકવવાના રહેશે.

 


 

 

 

Comments

Leave a Comment