શું આપના ગામમાં સરકારી માપણી માટે ડ્રોન ફ્લાઇટ કરવામાં આવેલ? તો વધુ માહિતી માટે વાંચો... સ્વામિત્વ યોજના- ગ્રામ્ય વિસ્તારોના મિલકત કાર્ડ તૈયાર કરવા

સ્વામિત્વ યોજના- ગ્રામ્ય વિસ્તારોના મિલકત કાર્ડ તૈયાર કરવા
(SVAMITVA( Survey of Villages  And Mapping with Improvised Technology in Village Areas)

  • ભારત સરકારનાં પંચાયતરાજ વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં મિલકત ધારકોને પ્રોપર્ટીકાર્ડ આપવાના આશયથી ડ્રોન ટેકનોલોજી દ્વારા મિલકતોનો માપણી કરાશે.

  • ભારત સરકારનાં પંચાયતરાજ વિભાગ (MoPR) દ્વારા તમામ રાજ્યોમાં સમગ્ર યોજનાનુ અમલીકરણ તથા સંકલન કરવામાં આવશે.

  • સ્વામિત્વ(SVAMITVA) યોજના અંતર્ગત મુખ્ય ૩ એજન્સી કાર્ય કરશે. 

    1. રાજય / ભારત સરકાર માટે સરવે ઓફ ઇન્ડિયા  (ટેકનોલોજીકલ પાર્ટનર)  

    2. પંચાયત વિભાગ (ગ્રામ સભા યોજવી, યોજનાનું પ્રચાર પ્રસાર કરવું જેવી IEC Activity,  ચુના માર્કિંગ કરવા, નોટીસ વિતરણ કરવું)

    3. મહેસુલ વિભાગ  (નોડલ વિભાગ તરીકે, હક્કચોક્સીની કામગીરી કરવી) 

 

યોજનાના મુખ્ય હેતુઓ

  1. ગ્રામ્ય વિસ્તારમાં મિલકત ધારકોને કબજેદાર તરીકેનો પ્રાથમિક પુરાવો પ્રાપ્ત થશે.

  2. ગ્રામીણ નાગરિક દ્વારા નાણાકીય સંપત્તિ તરીકે ઉપયોગ (લોન મેળવવા)

  3. ગ્રામ વિકાસના આયોજન માટે સચોટ જમીન રેકર્ડ

  4. કરની ચોક્કસ વસૂલાત

  5. ડ્રોન સરવે બાદ GIS આધારિત નકશા તૈયાર થવાથી જે તમામ વિભાગના વિકાસના કામો માટે લાભદાયી.

  6. મિલકત સંબંધી વિવાદ અને કાયદાકીય કેસો ઘટાડવા 

 

ગુજરાત રાજ્યમાં સ્વામિત્વ યોજનાની હેઠળ પ્રગતિ

  • સ્વામિત્વ યોજનાના પ્રથમ તબક્કામાં હરીયાણા, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર. ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, પંજાબ, રાજસ્થાન, આંધ્રપ્રદેશ નવ રાજ્યનો સમાવેશ કરવામાં આવેલ હતો.

  • ગુજરાત રાજ્યનો બીજા તબક્કામાં આ યોજનાની અમલવારી પ્રગતીમાં છે. 

  • સરવે ઓફ ઇન્ડીયા સાથે તા. ૨૧/૦૫/૨૦૨૧ના રોજ MoU કરવામાં આવેલ છે.

  • સ્વામિત્વ યોજના હેઠળ રાજ્યમાં ૧૪,૮૧૪ ગામોનો સમાવેશ કરવામાં આવેલ છે.

  • પ્રાથમિક તબક્કામાં જીલ્લાના મુખ્ય મથકના તાલુકાના ગામોમાં ડ્રોનથી માપણી હાથ ધરવામાં આવેલ હતી. 

  • હવેથી એક સાથે સમગ્ર જિલ્લાને આવરી લેવામાં આવશે.   

 

બીજા તબક્કામાં રાજ્યોનો પ્રોગ્રેસ રીપોર્ટ(As on 02/09/2022)