યુએન દ્વારા ગ્લોબલ ઇ-વેસ્ટ મોનિટર રિપોર્ટ પ્રસિદ્ધ કરવામાં આવ્યો.

• આ રિપોર્ટ વર્ષ 2019-20 માટેનો છે જેના મુજબ સૌથી વધુ ઇ-કચરો કરવામાં ભારત 10,14,961 ટન ઇ-વેસ્ટ વજન સાથે અમેરિકા અને ચીન બાદ ત્રીજા ક્રમ પર છે! ભારતમાં અગાઉ 2017-18માં ઇ-વેસ્ટ 7.08 લાખ ટન તેમજ વર્ષ 2018-19માં 771 લાખ ટન હતો.

• ઇ-વેસ્ટમાં 70% ભાગીદારી કમ્પ્યુટરના કચરાની, 12% મોબાઇલની, 8% મેડિકલ કચરાની તેમજ 7% જેટલી ભાગીદારી ઇલેક્ટ્રિક ડિવાઇસની છે.

• ભારત હાલ પોતાના કુલ ઇ-વેસ્ટનો લગભગ 20% જેટલો કચરો જ રિસાઇકલ કરી શકે છે.

• ઇ-વેસ્ટ કચરાથી લોકોને ફેફસાની તકલીકો, કેન્સર, ત્વચાના ગંભીર રોગો, ડીએનએ ડેમેજ તેમજ થાઇરોઇડ સહિતના રોગો થઇ શકે છે.

Comments

Leave a Comment