ગુજરાત સરકાર દ્વારા શહીદોના પરિવારોને અપાતી સહાયમાં વધારો કરાયો.

✓  ફેરફાર કરાયા બાદ નવા નિયમ મુજબ શહીદ જવાનના પરિવારોને અપાતી સહાય 1 લાખથી વધારીને 1 કરોડ કરવામાં આવી છે.

✓  આ સિવાય શહીદ જવાનના પત્નીને માસિક રુ 1,000 ચુકવાતા હતા તેમાં વધારો કરીને રુ 5,000 કરાયા છે.

✓  બાળકો તેમજ શહીદના માતાપિતાને માસિક રુ 500 ને બદલે રુ 5,000 અપાશે. અપંગતાના કિસ્સામાં રુ. 2.5 લાખ તેમજ માસિક રુ 5,000ની સહાય ચુકવાશે.

✓  ગેલેન્ટરી અથવા સર્વિસ મેડલ મેળવનાર જવાનોને પરમવીર અથવા અશોક ચક્ર બદલ રુપિયા 1 કરોડ, સર્વોત્તમ યુદ્ધ સેવા બદલ રુપિયા 5 લાખ, મહાવીર અથવા કીર્તિ ચક્ર બદલ રુપિયા 50 લાખ તેમજ વીર ચક્ર અને શૌર્ય ચક્ર બદલ રુપિયા 25 લાખ આપવા માટે પણ સરકારની વિચારણા છે.

Comments

Leave a Comment