આગામી 2 સપ્ટેમ્બરના રોજ IAC vikrant નૌસેનાને સોંપવામાં આવશે.

✓ આ જહાજનું નામ 1971ના યુદ્ધમાં નિર્ણાયક ભૂમિકા ભજવનાર વિમાનવાહક જહાજ INS વિક્રાંતના નામ પરથી અપાયું છે.

✓ ભારતનું આ જહાજ કોચીન શિપયાર્ડે લગભગ 20,000 કરોડના ખર્ચે તૈયાર કર્યું છે.

✓ આ જહાજનું સમુદ્રી પરીક્ષણ ગયા મહિને પૂર્ણ થયું હતું.

✓ આ જહાજમાં 2,300થી વધુ કમ્પાર્ટમેન્ટ્સ આવેલા છે જેમાં 1,700 લોકોના દળ રહી શકશે. આ જહાજ 262 મીટર લાંબુ 62 મીટર પહોળું તેમજ 59 મીટર ઊંચું છે.

✓ આ જહાજનું નિર્માણ વર્ષ 2009માં શરુ કરાયું હતું.

✓ આ જહાજમાં આવેલ આઠ જનરેટર કોચી શહેરને વીજળી પુરી પાડવા માટે સક્ષમ છે.

✓ આ જહાજ પર લગભગ 30 વિમાનોને લઇ જઇ શકાય છે તેમજ તે 28 સમુદ્રી માઇલ્સની ઝડપથી દોડી શકે છે.

✓ IAC Vikrant પોતાના તાકાત મુજબ વિશ્વના શક્તિશાળી, આધુનિક અને ઘાતક જણજોની યાદીમાં ટોચના 10 જહાજોમાં સામેલ છે.

Comments

Leave a Comment