કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને ટોમેટો ફ્લૂ' સંબંધિત એડવાઇઝરી પ્રસિદ્ધ કરવામાં આવી.

• આ એડવાઇઝરી કેન્દ્રના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવી છે.

• ટોમેટો ફ્લૂ નામનો આ ફ્લૂનો સૌપ્રથમ કેસ છઠ્ઠી મે ના રોજ કેરળના કોલ્લમ જિલ્લા ખાતે નોંધાયો હતો.

• ત્યારબાદ કેરળના આંચલ, આર્યનકવુ અને નેથુર વિસ્તારમાં પણ ટોમેટો ફ્લૂના કેસ નોંધાયા હતા.

• કેરળ બાદ તમિલનાડુ અને કર્ણાટક સહિતના રાજ્યોમાં પણ આ સંક્રમણ દેખાતા કેન્દ્ર દ્વારા આ ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. ટોમેટો બ્લૂ એક હાથ, પગ અને મોં ની બીમારી છે જેમાં મોંમા છાલા પડવા તેમજ હાથ અને પગમાં લાલ ચકામા થવા જેવા લક્ષણો દેખાય છે. આ સિવાય થોડો તાવ આવવો, ઓછી ભૂખ લાગવી તેમજ બેચેની રહેવા જેવા લક્ષણો પણ નોંધાયા છે.

Comments

Leave a Comment