‘સુજલામ્ સુફલામ્ જળ અભિયાન'ના પાંચમા તબકકાનો ગાંધીનગર ખાતેથી પ્રારંભ

????️ તાજેત૨માં 19 માર્ચ, 2022ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે 'સુજલામ્ સુફલામ્ જળ સંચય અભિયાન 2022ના પાંચમા તબક્કાનો રાજ્યવ્યાપી પ્રારંભ ગાંધીનગરના કોલવડા ગામેથી કરાવ્યો.

↪️આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ વરસાદી પાણીનો સંગ્રહ કરવાનો તથા ભૂર્ગભ જળસ્તર ઊંચા લાવવાનો છે. 

↪️ આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે આ અભિયાન 19 માર્ચ થી 31 મે, 2022 સુધી એમ કુલ 75 દિવસ સુધી જન શક્તિના સહયોગથી હાથ ધરવામાં આવશે.

↪️ આ અભિયાન હેઠળ રાજ્યની નદીઓને પુનઃજીવિત કરવી, ચેકડેમનું રિપેરિંગ, તળાવો ઊંડા કરવા તથા વરસાદના પાણીના સંગ્રહ માટે યોગ્ય વ્યવસ્થા કરવી, તળાવના પાળાઓને મજબૂત કરવા, નહેરોની સાફસફાઈ વગેરે જેવા કાર્યો કરવામાં આવશે.

↪️ આ પાંચમા તબક્કાના અભિયાન અન્વયે સમગ્ર રાજ્યમાં 13 હજારથી વધુ કામ હાથ ધરવામાં આવશે જેનાથી જળ સંગ્રહ શક્તિમાં 15 હજાર લાખ ઘન ફૂટ જેટલો વધારો થવાનો અંદાજ છે.

↪️ આ ઉપરાંત, અભિયાન અન્વયે 25 લાખથી વધુ માનવદિન રોજગારીનું મનરેગા અંતર્ગત સર્જન થશે.

↪️ આ પ્રસંગે મુખ્યમંત્રી દ્વારા વર્ષ 2022ના અંત સુધીમાં નલ સે જલ યોજના અંતર્ગત દરેક ઘરને નળ દ્વારા પાણી પૂરું પાડવાની પ્રતિબદ્ધતા આવી હતી. 

↪️ સુજલામ્ સુફલામ અભિયાનના સફળ ચાર તબક્કામાં જળ સંગ્રહ શકિતમાં કુલ 61781 લાખ ઘનફૂટની વૃદ્ધિ તેમજ 156.93 લાખથી વધુ માનવદિન રોજગારી ઊભી થઈ છે. 

↪️ સુજલામ્ સુફલામ્ જળ અભિયાનની રાષ્ટ્રીય ક્ષાએ નોંધ લેવામાં આવી હતી, જે હેઠળ રાજ્ય સરકારને વર્ષ 2020માં પ્લેટિનિયમ એવોર્ડ અને વર્ષ 2021માં ગોલ્ડ કેટેગરીમાં સ્કોચ એવોર્ડ મળ્યો હતો.