RBI આપી રહ્યું છે સસ્તું સોનું ખરીદવાની તક

  • હાલના દિવસોમાં સોનાનું બજાર ઘણું ગરમ છે અને સોનાની કિંમતો ઝડપથી વધારો થઈ રહ્યો છે. હાલ સોનું 54 હજારને પાર થઈ ગયું છે. પણ આવી સ્થિતિમાં સરકાર માર્કેટ રેટ કરતા ઓછા ભાવે સોનું ખરીદવાની તક આપી રહી છે.રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા સરકારી ગોલ્ડ બોન્ડ સ્કીમ ફરી શરૂ કરવામાં આવી છે.
  •  આરબીઆઈ આ સરકારી ગોલ્ડ બોન્ડ યોજના બે તબક્કામાં જારી કરશે 

  • પ્રથમ તબક્કા હેઠળ 19 થી 23 ડિસેમ્બર સુધી ખુલ્લી રહેશે. બીજા તબક્કામાં રોકાણકારોને 6 થી 10 માર્ચ સુધી તક મળશે.

 

  •  આ સ્કીમ હેઠળ માર્કેટ રેટ કરતા ઓછા ભાવે સોનું ખરીદીને રોકાણ કરી શકો છો. ભારતીય રિઝર્વ બેંક (RBI) સરકાર વતી સોવરિન ગોલ્ડ બોન્ડ જારી કરે છે.  

 

  • ગોલ્ડ બોન્ડની ઇશ્યૂ કિંમત

  •  રિઝર્વ બેંકે ગોલ્ડ બોન્ડની ઈશ્યુ પ્રાઇસ 5,409 રૂપિયા પ્રતિ ગ્રામ રાખી છે પણ તેને 5,359 રૂપિયા પ્રતિ ગ્રામના દરે પણ ખરીદી શકાય છે. આ કિંમતમાં સોનું ખરીદવા માટે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • ઓનલાઈન અરજી કરનારા રોકાણકારોને રિઝર્વ બેંક દ્વારા પ્રતિ ગ્રામ 50 રૂપિયાની છૂટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ માટે રોકાણકારોએ પેમેન્ટ પણ ઓનલાઈન કરવાનું રહેશે.
  • આ સિવાય સોવરિન ગોલ્ડ બોન્ડ ખરીદવા માટે રોકડ, ડિમાન્ડ ડ્રાફ્ટ અથવા નેટ બેન્કિંગ દ્વારા ચુકવણી કરી શકાય છે. 

 

  • ગોલ્ડ બોન્ડનું વેચાણ

  • સ્મોલ ફાઈનાન્સ બેંકો, પેમેન્ટ બેંકો અને પ્રાદેશિક ગ્રામીણ બેંકોને છોડીને
  • સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ,
  • ક્લિયરિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ,
  • પસંદગીની પોસ્ટ ઓફિસો 
  • બીએસઈ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ દ્વારા કરવામાં આવશે.  

 

  • ઓનલાઇન ખરીદવા માટે લિંક      https://www.stockholding.com/sovereign-gold-bonds.php

 

  • કોણ રોકાણ કરી શકે છે?

  • નાણા મંત્રાલયે કહ્યું કે ગોલ્ડ બોન્ડમાં રોકાણ માટેની અરજીઓ 19 થી 23 ડિસેમ્બર સુધી સ્વીકારવામાં આવશે અને 27 ડિસેમ્બરે અરજદારોને બોન્ડની વહેચણી કરવામાં આવશે. ગોલ્ડ બોન્ડની ઇશ્યૂ કિંમત 999 શુદ્ધતાના સોના પર આધારિત છે. સરકારે સોનામાં રોકાણ કરવા માટે ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ હેઠળ સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ શરૂ કરી છે.

 

  • મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું હતું કે ગોલ્ડ બોન્ડનો કાર્યકાળ આઠ વર્ષનો છે. પાંચ વર્ષ પછી તેમાં વ્યાજ ચુકવવાની તારીખનો સમય પહેલા જ રિડમ્પશનની સુવિધા છે. રોકાણકારોને તેમાં છ મહિનાના આધાર પર 2.50 ટકા વાર્ષિક વ્યાજ મળે છે.

 

  • કેટલું સોનું ખરીદી શકાય ?
  • હિંદુ અવિભાજિત પરિવાર (HUF) માટે 4 કિગ્રા અને સંસ્થાઓ માટે 20 કિગ્રા પ્રતિ નાણાકીય વર્ષની મર્યાદા છે. 

Comments

Leave a Comment